2 શિક્ષિકા રીક્ષામાં બેસીને સ્કુલે પહોંચે તે પહેલા જ રસ્તામાં ટ્રકની સાથે અથડાતાં થયું એવું કે, જોઇને સૌ લોકોનો શ્વાસ ચડી ગયો..!!

આજના સમયમાં લોકો પોતાના વાહનો ખૂબ જ ઝડપી સ્પીડમાં ચલાવી રહ્યા છે. હાઇવે હોય કે ભીડભાડવાળો રસ્તો હોય અમુક લોકો પોતાની ધુનમાં વાહનો ચલાવી રહ્યા છે અને બીજાના નિર્દોષ જીવને જોખમમાં મૂકી રહ્યા છે. એક અકસ્માત સર્જાતા ઘણા બધા વ્યક્તિઓ એક સાથે પોતાના જીવ ગુમાવી રહ્યા છે.

આવા કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. પરંતુ હાલમાં એક એવો કિસ્સો બન્યો હતો કે આ કિસ્સો જોતા જ લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. મહુવા-સોમનાથ નેશનલ હાઈવે પર ઉમણીયાવદર ગામની ચોકડી પાસે પસાર થતી રીક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. રીક્ષામાં રીક્ષા ચાલક અને બે શિક્ષિકા મુસાફરી કરી રહી હતી.

આ બંને શિક્ષિકાનું નામ જીજ્ઞાબેન જવાહરભાઈ ધામી તેમની ઉંમર 43 વર્ષની હતી અને બીજી શિક્ષિકાબેન તેમનું નામ આરજુબેન જાહિલભાઈ ઝલાલી હતું. તેમની ઉંમર પણ 43 વર્ષની હતી. બંને શિક્ષિકામાં જીજ્ઞાબેન જૈન સમાજના અગ્રણી અને મહુવાની એક સંસ્થાઓ સાથે જોડાયેલા જવાહરભાઈ ધામીની દીકરી હતા.

જીજ્ઞાબેન અને આરજુબેન બંને સવારના સમયે રિક્ષામાં બેસીને મહુવાની હનુમંત હાઇસ્કુલ જઈ રહ્યા હતા. તેઓ દરરોજ રિક્ષામાં બેસીને સ્કૂલે આવતા અને જતા હતા. બંને એક સાથે જ દરરોજ મુસાફરી કરતા પરંતુ દરરોજની જેમ તેઓ આજે જે રિક્ષામાં બેઠા હતા. તે રીક્ષા બીજી હતી અને આ બીજી રીક્ષા અલગ રસ્તા પરથી પસાર થઈ રહી હતી.

બંને શિક્ષિકાઓની સાથે રીક્ષા ચાલક સોહિલભાઈ સલીમભાઈ મહીડા તેમની ઉંમર 21 વર્ષની હતી. તેઓ પણ આ રસ્તા પર આજે પસાર થયા હતા. પરીક્ષા ચાલક સોહિલભાઈના ઘરે પાંચ દિવસ પછી તેમના ભાઈ અને બહેનના લગ્ન હતા. રીક્ષા હાઇવે પરથી પસાર થઈ રહી હતી અને મહુવા સોમનાથ હાઇવે પર વારંવાર ઘણા બધા અકસ્માતો સર્જાઈ છે.

પરંતુ હાઈવેનું કામ 5-6 થયા ત્યારથી ચાલી રહ્યું છે. છતાં પણ હજુ કામ પૂરું થયું નથી, જેના કારણે દરેક વાહનચાલકો એક બાજુ પર પોતાના વાહનો ચલાવીને મુસાફરી કરી રહ્યા હોય છે. રીક્ષા ચાલક સોહિલભાઈ પોતાની રીક્ષા મહુવા-સોમનાથ નેશનલ હાઈવે પર ચલાવી રહ્યા હતા અને એક જ રસ્તા પર વાહનો સામેની તરફથી આવતા અને જતા હતા.

તે સમયે તેઓ રોંગ સાઈડ પર પોતાની રીક્ષા ચલાવી રહ્યા હતા. અચાનક સામેની તરફથી એક ટ્રક આવી રહ્યો હતો. આ ટ્રક મહુવા સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલામાં આવેલી કંપનીમાં માલસામાન ઉતારીને ઉમણીયાવદર ગામની ચોકડી પાસે જઈ રહ્યો હતો. તે સમયે સામેની તરફથી રોંગ સાઈડમાં રીક્ષા ચાલક પોતાની રીક્ષા લઈને આવી રહ્યો હતો.

બંનેની સ્પીડ ખૂબ જ ઝડપી હતી. જેના કારણે ટ્રક ચાલક અને રીક્ષા ચાલક બંને સામસામે આવી જતા ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની જોરદાર ટક્કર લાગતા રીક્ષાનો બૂકડો બોલી ગયો હતો અને રીક્ષા કુચે-કુચા થઈ ગઈ હતી. આ અકસ્માત સર્જાતા તરત જ આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા.

અને જોત-જોતામાં લોકોનું ટોળું થઈ ગયું હતું. રીક્ષામાં બેઠેલા બંને બહેનોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓ ખૂબ જ ઈજાગ્રસ્ત થયા હતા અને રીક્ષા ચાલકને પણ રિક્ષામાંથી માંડ-માંડ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ બંને શિક્ષિકાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને રીક્ષામાં ચાલકને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

ત્રણેનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. જેના કારણે પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે બંને શિક્ષિકા અને રીક્ષા ચાલકના પરિવારજનોને તેઓને અકસ્માતની જાણ કરી હતી અને સોહિલભાઈના પરિવારમાં સોહિલભાઈના મૃત્યુની જાણ થતાં જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

સોહીલ ભાઈના બંને ભાઈ અને બહેનના પાંચ દિવસ પછી લગ્ન હોવાને કારણે ખુશીનો માહોલ દુઃખમાં ફેરવાઈ ગયો હતો. અને બંને શિક્ષિકાના મૃત્યુની જાણ તેમના પરિવારના લોકોને થતા તેઓ પણ આઘાતમાં આવી ગયા અનેબંને શિક્ષિકા બાળકોને શિક્ષણ આપવા માટે શાળાએ જઈ રહી હતી.

પરંતુ તેઓ શાળાએ પહોંચતા પહેલા તેમની સાથે રસ્તામાં જ આવી દુર્ઘટના બની ગઈ હતી. દરેક લોકો ખૂબ જ રડી રહ્યા હતા. અને જેમણે પણ આ અકસ્માત જોયો હતો. તેઓ હજુ પણ ગભરાઈ રહ્યા હતા. આજકાલ આવા કિસ્સાઓ ખૂબ જ બની રહ્યા છે. જેના કારણે એકસાથે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment