Breaking News

2 રેઢીયાર યુવકોએ ગામના શિક્ષકને ‘શિખામણ શા માટે આપી?’ કહીને ગુસ્સામાં ગળું દાબીને પતાવી દીધા બાદ થયું એવું કે, જોઇને ગામના લોકોના મોઢા ફાટી ગયા..!!

કહેવાય છે કે એક શ્રેષ્ઠ શિક્ષક બાળકોનું ભવિષ્ય સુધારી શકે છે, બાળકો માટે તે માતા-પિતા સમાન હોય છે પરંતુ બીજા લોકોની જિંદગીને સુધારી રહેલા શિક્ષક સાથે જ જીવલેણ ઘટનાઓ બની રહી છે. હાલમાં એવી એક કરુણ ઘટના સામે આવી છે કે જેના કારણે દરેક વિદ્યાર્થીઓ આઘાતમાં આવી ગયા હતા.

આ ઘટના છત્તીસગઢમાં બાલોદાબજાર જિલ્લામાં આવેલા ખમરીયા ગામના રહેવાસી પરિવારના યુવક કરડાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવતા હતા. આ શિક્ષકનું નામ શાંતિલાલ પટેલ હતું. તેમની ઉંમર 45 વર્ષની હતી. શાંતિલાલ તેમના પરિવાર સાથે ગામમાં રહેતા હતા. પરિવારમાં પત્ની અને તેના બે બાળકો સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતા હતા.

શાંતિલાલની પત્નીનું નામ સવિતા પટેલ છે. તેને સંતાનમાં 2 બાળકો છે. શાંતિલાલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક હતા. તેઓ ઘણા સમયથી આ શાળામાં નોકરી કરી રહ્યા હતા. શાંતિલાલને ગામના લોકો સાથે ખૂબ જ સારો વ્યવહાર હતો. તેઓ દરેક લોકો સાથે ખૂબ જ સરળતા અને શાંતિથી વાતો કરતા હતા. દરેક લોકોને શાંતિલાલ પર ખૂબ જ લાગણી હતી.

તેઓ દરરોજ સવારના સમયે શાળાએ જતા અને બાળકોને શિક્ષણ આપતા હતા પરંતુ એક દિવસ તેઓ સવારના સમયે શાળાએ જવા માટે નીકળ્યા હતા. પરંતુ સમયસર તેઓ ઘરે પરત આવ્યા નહીં અને તેઓ શાળાએ પણ પહોંચ્યા ન હતા. જેના કારણે શાંતિલાલની પત્નીને શાંતિલાલના ગુમ થયાની જાણ થઈ હતી.

ગામમાં દરેક જગ્યાએ શાંતિલાલને શોધવામાં આવ્યા હતા પરંતુ શાંતિલાલની કોઈ પણ જગ્યાએ ખબર પડી રહી ન હતી. જેના કારણે શાંતિલાલ સાથે શું બન્યું હશે તેમ વિચારીને પરિવારના લોકો ગભરાઈ ગયા હતા. સવિતાબેનને તરત જ કસડોલ પોલીસ સ્ટેશનમાં શાંતિલાલના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

જેના કારણે પોલીસ ગામમાં પહોંચી અને પોલીસે તમામ તપાસને હાથ ધરી હતી. પોલીસે ગામમાં દરેક જગ્યાએ શાંતિલાલની પૂછપરછ કરી હતી પરંતુ કોઈ પણ લોકોએ શાંતિલાલને જોયા ન હતા. ત્યારબાદ પોલીસને ખબર પડી હતી કે શાંતિલાલ છેલ્લે કસડોલના રહેવાસી સંજય શ્રીવાસ્તવ અને શ્રીજન શ્રીવાસ્તવ સાથે જોવા મળ્યા હતા.

જેના કારણે પોલીસ આ બંને યુવકો પાસે પહોંચી અને તે બંનેની પૂછપરછ શરૂ કરી હતી પરંતુ બંને યુવકો પોલીસને જુદી જુદી વાતો જણાવી રહ્યા હતા અને પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યા હતા. પોલીસને જાણ થઈ હતી કે સંજય શ્રીવાસ્તવ ઘણા સમયથી ખોટા કામો કરતો હતો. જેના કારણે તે ઘણીવાર જેલમાં પણ જઈ ચૂક્યો છે.

સંજય શ્રીવાસ્તવ પર પોલીસને વધારે શંકા જતા તેમણે સંજય શ્રીવાસ્તવની કડક પૂછપરછ કરી હતી. તે સમયે બંને યુવકોએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને સંજય શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે હું ઘણી વખત જેલમાં ગયો છું. આ અંગે શાંતિલાલ સલાહ આપીને કહેતા હતા કે, ‘તું આવું કેમ કરે છે અને જેલમાં શા માટે જાય છે’ તેમ કહ્યું હતું.

જેના કારણે ગુસ્સામાં શાંતિલાલ સાથે મારપીટ કરી હતી. તે બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. જેના કારણે એક દિવસ બંને યુવકોએ શાંતિલાલને પકડી લેવાનો પ્લાન બનાવ્યો હતો. શાંતિલાલ પોતાના ઘરેથી શાળાએ જવા માટે નીકળ્યા ત્યારે રસ્તામાં બંને યુવકોએ તેમને ઊભા રાખ્યા હતા. ત્યારબાદ બંને યુવકો સાથે વાત કરતા કરતા જંગલ તરફ લઈ ગયા હતા.

અને ત્યાં લઈ જઈને શાંતિલાલની ગાડીમાંથી બહાર ઉતારી લાકડી વડે માર માર્યો હતો. છતાં પણ શાંતિલાલ મૃત્યુ પામ્યા નહીં જેના કારણે તેમનું ગળું દાબીને પતાવી દીધા હતા. ત્યારબાદ સોનાખાન પોડીની સામે રોડ કિનારે રસ્તાની બાજુમાં એક ખાડો કર્યો હતો અને ત્યાં શાંતિલાલે મૃતદેહને દાટી દીધો હતો. ફોન સ્વીચ ઓફ કરીને તેમની પાસે મૂકી દીધો હતો.

અને તેમની કારને બીજા મિત્ર ભગવદાસ નામના યુવકને બોલાવીને બીલાસપુર મોકલી દેવામાં આવી હતી. આ જાણીને પોલીસ પણ ચોકી ગઈ હતી. બંને યુવકોએ કરુણ રીતે શાંતિલાલને પતાવી દીધા હતા. પરિવારના લોકોને આ ઘટનાની જાણ થતા તેઓ ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. બે બાળકોએ તેમના પિતાની છત્રછાયા ગુમાવી હતી.

પરિવાર નિરાધાર બની ગયું હતું અને શાળાના વિદ્યાર્થીઓ પણ શાંતિલાલને યાદ કરીને ખૂબ જ રડી રહ્યા હતા. અચાનક ક્યારે કોની સાથે કોઈ ઘટના બની જાય છે. તે કહી શકાતું નથી. લોકો પોતાના જ દુશ્મનાવટને કારણે લોકો સાથે આવી ઘટનાઓ કરી રહ્યા છે અને તેમના જીવ લઈ રહ્યા છે. પરિવારને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *