અંગત કારણોસર આત્મહત્યા કરવાના બનાવો દિવસે-દિવસે ખૂબ જ વધવા લાગ્યા છે. એમાં પણ સુરતમાંથી હત્યા, આત્મહત્યા અને ચોરી લૂંટના બનાવો પણ ખૂબ જ વધવા લાગ્યા છે. આ સાથે સાથે પરિણીત મહિલાઓને સાસરિયાઓના ત્રાસના કારણે ન ભરવાના પગલાં ભરી બેસે છે..
જેના કારણે સમગ્ર પરિવાર ચિંતામાં મુકાઈ જતું હોય છે. હાલ એવા જ પ્રકારનો કિસ્સો સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાંથી બન્યો છે. ડિંડોલી વિસ્તારમાં કેવલ આવાસ આવેલું છે. આ આવાસમાં મોરીયા પરિવાર રહે છે. પરિવારની મહિલા ચાંદની સંતોષકુમાર મોરિયા કે જેની ઉંમર ૨૭ વર્ષની છે..
તેણે રાત્રિના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઇ છે. એક દિવસ સાંજે ચાંદનીનો દિયર નોકરી પરથી ઘરે આવ્યો હતો. ત્યારે તેણે ડોરબેલ વગાડ્યો હતો. પરંતુ અંદરની જાળી બંધ હતી. જ્યારે અંદરથી જોરજોરથી તેનો ભત્રીજો રડી રહ્યો હોય તેવો અવાજ આવતો હતો..
તેનો દિયર જોરજોરથી ડોરબેલ મારવા લાગ્યો. જેથી કરીને કોઈ દરવાજો ખોલે. પરંતુ ઘણા સમય બાદ પણ કોઈ દરવાજો ખોલ્યો ન હતો. એટલા માટે તેણે પાડોશીની મદદથી ઘરનો દરવાજો અને જાળી તોડી નાખી હતી. અને અંદર પ્રવેશીને જોયું તો તેના હોશ ઉડી ગયા હતા કારણ કે તેના ભાભી પંખા સાથે લટકી રહ્યા હતા..
જ્યારે બીજી રૂમમાં તેનો બે મહિનાનો પતરી જુઓ જોરથી રડી રહ્યો હતો. ત્યારે તાત્કાલિક ધોરણે તેના ભાભીને ફાંસીના ફંદા પરથી નીચે ઉતાર્યા હતા અને 108 બોલાવીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે ચાંદની મોરિયાને મૃત જાહેર કરી દેતા પરિવાર પર આફતના વાદળો ઘેરાઇ ગયા હતા..
આ સાથે સાથે તેના બે મહિના ના બાળક પણ નિરાધાર બન્યો હતો. આ બાબતની જાણ જ્યારે ચાંદનીના માતા-પિતાને ત્યારે તેઓ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા. ચાંદનીના પિતાએ આ બાબતને લઇને પોલીસ સ્ટેશનમાં તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. અને પોલીસને નિવેદન આપતા જણાવ્યું છે કે તેના સાસરિયાઓએ તેને ખૂબ જ ત્રાસ આપતા હતા..
તેમજ માનસિક રીતે તેને સાવ ખોખલું બનાવી દીધી હતી. જેના કારણે ચાંદની આ પ્રકારનું પગલું ભરી લીધું છે. થોડા દિવસ પહેલા ચાંદની એ મને કહ્યું હતું કે સાસરીયા વાળા લોકો તેને ખૂબ જ હેરાન ગતિ પહોંચાડે છે. તેને જમવાનું બનાવતા આવડતું નથી. તેમજ ઘરનું કામ પણ બરાબર કરતી નથી એમ કહીને વારંવાર તેને શારીરિક અને માનસિક ત્રાસ પહોંચાડતા હતા..
ચાંદની વિચાર્યું હતું કે એક વખત એના દીકરાનો જન્મ થઈ જાય ત્યાર બાદ પરિવારમાં પાછી ખુશી માં આવી જશે. પરંતુ દીકરો બે મહિનાનો થયો છતાં પણ પરિસ્થિતિ સુધરી ન હતી તેણે આપઘાત કરતા પહેલા મને ફોન કર્યો હતો કે મારા દિયર મારા પતિ અને મારા સસરા મને ખૂબ જ હેરાન કરે છે..
તમે મને લેવા આવો તમે મને તાત્કાલિક તેડી જાવ ચાંદીના પિતાએ ચાંદનીને કહ્યું હતું કે થોડા સમયે ત્યારે હું તને થોડા દિવસમાં લેવા આવીશ. પરંતુ ચાંદીના પિતા ચાંદી ને લેવા જાય એ પહેલા ચાંદની આ પગલું ભરી લેતા પરિવાર શોકમગ્ન થયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]