Breaking News

2 મહિલાઓ કોઇપણના લગ્ન પ્રસંગમાં જઈને કરતી હતી એવા કામ કે જાણીને ઘરધણીના મોતિય મરી ગયા, પ્રસંગ આવતો હોઈ તો ચેતજો.. વાંચો…!

લગ્ન પ્રસંગ હોય તે ઘરની ખુશી કઈ જુદી જ હોય છે. પરિવારના સૌ સભ્યો આ લગ્ન પ્રસંગની ખુશી મનાવવા માટે તૈયાર થઈ જાય છે. નાના બાળકથી લઈને વ્યક્તિ સુધી સૌ કોઈ લોકોમાં ભારે ઉમંગના દ્રશ્યો દેખાતા હોય છે. પરંતુ જ્યારે જ્યારે લગ્ન પ્રસંગ આવી પહોંચે ત્યારે આફતના વાદળો ઘેરાવાની ઘટના પણ ખૂબ જ વધારે માત્રામાં સામે આવતી હોય છે..

અત્યારે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જે ઘરમાં લગ્ન પ્રસંગ આવી પહોંચ્યો હોય તે ઘરમાં લગ્ન પ્રસંગની હાજરી આપવા માટે બે અજાણી મહિલાઓ પ્રવેશ કરી લીધી હતી અને ત્યારબાદ તેઓ એવા કારનામા કરતી હતી કે, લગ્ન પ્રસંગ કરનાર વ્યક્તિઓનો આ પ્રસંગ દુઃખમાં પરિવર્તન પામી જતો હતો..

જ્યારે આ ઘટના સામે આવી ત્યારે સૌ કોઈ લોકોને છૂટી ગયા હતા. જ્યારથી લગ્ન ગાળો શરૂ થયો છે. ત્યારથી ગ્વાલિયરના જુદા-જુદા વિસ્તારોમાંથી ફરિયાદ આવતી હતી કે, અમારા ઘરે લગ્ન પ્રસંગ હતો. ત્યારે ઘરમાં મુકેલો કિંમતી સામાન ગાયબ થઈ ગયો છે. આવી ઘણી બધી ફરિયાદો ઉપરાઉપરી નોંધવાની સાથે જ ગ્વાલિયર પોલીસ એકશન મોડમાં આવી ગઈ હતી..

અને આ ચોરીની ઘટનાઓ કેવી રીતે બને છે. તેને જાણવા માટે મથામણ કરવા લાગી હતી. ગ્વાલિયરમાં આવેલા ઇન્દરગજ વિસ્તાર પાસે આ ફાળકા બજારમાં રહેતા નીતિનભાઈ ગર્ગના ઘરે લગ્ન પ્રસંગ આવી પહોંચ્યો હતો. તેમની દીકરીના લગ્ન ની તૈયારીઓ ચાલતી હતી. સૌ કોઈ પરિવારજનો લગ્ન પ્રસંગની કામગીરીમાં વ્યવસ્થા હતા..

ત્યારે તેમના ઘરે બે અજાણી મહિલાઓ આવી પહોંચી હતી. લગ્ન પ્રસંગની અંદર ઘણીબધી વ્યક્તિની અવર-જવર થતી હોય છે. તેમાંથી કઈ વ્યક્તિ કોની ઓળખીતી છે. તેની કોઈ જાણકારી રહેતી નથી. એવા બંને મહિલા લગ્ન પ્રસંગ વાળા ઘરે આવી પહોંચી અને તેઓએ એક રૂમની અંદર જોયું કે આ રૂમમાં દુલ્હનના તમામ ઘરેણા અને કીમતી સામાન પણ મુકેલા છે..

એ ખબર પડતાની સાથે જ તેઓ ત્યાં ચાલી ગઈ અને રોકડ રૂપિયાની સાથે સાથે ઘરેણા પણ ચોરી લીધા હતા. અને ત્યાંથી રફુચક્કર થઈ ગઈ હતી. આ બંને મહિલાઓ ત્યાંથી બહાર નીકળવા લાગી ત્યારે પરિવારના કોઈ સભ્યની નજર રહી ગઈ અને તેઓએ જોયું કે આજાણી મહિલાઓ પોતાની સાથે રહેલા થેલાની અંદર કોઈ ચીજવસ્તુ લઈને જાય છે..

ત્યારે તેઓએ આ બંને મહિલાને અટકાવી હતી. બંનેમાંથી કોઈ પણ મહિલા ઉભું રહેવા માટે તૈયાર હતી નહીં. તરત જ એટલો મોટો હોબાળો થઈ ગયો કે, ત્યાં આસપાસના ઘણા બધા લોકો એકઠા થઈ ગયા હતા અને આ મહિલાના બેગની અંદર શું છે.? તેમજ તે ઓળખીતી વ્યક્તિ છે કે નહીં.?

તેની પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે આ મહિલા પાસે રહેલો ખોલવામાં આવ્યો ત્યારે અંદરથી દુલ્હનના સોનાના દાગીના અને રોકડ રૂપિયા પણ મળી આવ્યા હતા. બસ આ જોતાની સાથે જ તરત જ પોલીસને પણ બોલાવી લેવામાં આવી હતી અને જાણકારી આપી દેવામાં આવી કે, તેમના ઘરે આવેલા લગ્ન પ્રસંગની અંદર આ 2 મહિલાઓ તેમના ઘરમાં ઘૂસી ગઈ..

અને રૂમમાં મુકેલા દાગીનાને પોતાના થેલામાં લઈ લીધા હતા. પરંતુ તે અહીંથી છટકબારી શોધી શકે એ પહેલાં તો તે પકડાઈ ચૂકી છે. જ્યારે તેમની કડક પૂછતાછ શરૂ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, છેલ્લા કેટલાક સમયથી ગ્વાલિયરના જુદા-જુદા વિસ્તારમાં બંને મહિલાઓ પહોંચી જાય છે.

અને ત્યાં ચોરીને ઘટનાને અંજામ આપે છે. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે, જે ઘરમાં લગ્ન પ્રસંગ હોય તે ઘરના સૌ કોઈ સભ્ય એ ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ અને વ્યક્તિ લગ્ન પ્રસંગ ની અંદર દખલગીરી ન કરે એટલા માટે ધ્યાન પણ રાખવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *