Breaking News

બે લોકો પ્લમ્બર તરીકે ઘરમાં ઘૂસ્યા, મહિલાના વાળ પકડીને ખેંચી અને… વાંચી લો! નહીતો આવતો વારો તમારો પણ આવી શકે છે.!

ગુજરાતમાં દીન પાર્ટી દીન લુંટ-ફાટ, ચોરી અને હેવાનોની હેરાનગતીના પ્રશ્નો વધી રહ્યા છે. પોલીસ આવા બનાવો ન બને એ માટે પુરતી કોશિશ કરી રહી છે પરંતુ ચોરો અને હેવાનો અલગ અલગ કીમિયાઓ અપનાવીને પોલીસને પણ થાપ ખવરાવી દે છે.

અમદાવાદમાં લુંટફાટના ઈરાદે આવેલા શખ્સોને પકડવા માટે પોલીસ પુરતી મહેનત કરી રહી છે. હકીકતમાં શાહીબાગ વિસ્તારના ઘોડાકેમ્પ ખાતે આવેલી સોમનાથ સોસાયટીમાં બંગલામાં નળ ફીટીંગના બહાને ઘરમાં ઘુસેલા શખ્સએ લુંટ ફાટના ઈરાદે ઘરમાં રહેલી એકલી મહિલાને ઢોર માર માર્યો હતો.

મહિલામાં પતિ વિનોદભાઇ શાહ એ દિવસે સવારે નળ ફીટીંગની કમ્પલેંડ નોંધાવા માટે ઓઢવ ખાતે આવેલી સ્ક્રેપની દુકાન પર ગયા હતા. જ્યાં તેઓને કહેવામાં આવ્યું હતું કે અમારો પલ્મ્બર ધર્મેન્દ્ર રમેશભાઇ સોલંકી તમારા ઘરે સર્વિસ માટે આવશે.

એ મુજબ ગઇકાલે બપોરે ડીમ્પલબેન સુતા હતા હતા ત્યારે બપોરે અઢી વાગ્યાની આસપાસ ઘરની ડોરબેલ વાગી હતી. ડીમ્પલબેન ઉઠીને દરવાજો ખોલ્યો તે ઘરની બહાર ધર્મેન્દ્ર સોલંકી તથા અન્ય અજાણ્યો યુવક ઉભા હતા.ધર્મેન્દ્રએ ડિમ્પલબેનને કહ્યુ હતું કે તમારા પતિ વિનોદભાઇએ રસોડામાં નળનું પાણી ટપકતુ હોય જેનુ રીપેરીંગ કામ કરવા માટે મોકલ્યા છે.

નળનું પાણી ટપકતુ હોવાથી ડીમ્પલબેને બન્ને જણાને ઘરમાં એન્ટ્રી આપી હતી અને બાદમાં રસોડામાં લઇ ગયા હતા. વિનોદભાઇની ગેરહાજરીમાં ડીમ્પલબેન ઘરે એકલાજ હોય છે જેનો ફાયદો લૂંટારૂઓએ ઉઠાવ્યો હતો. રસોડામાં સામાન અસ્તવ્યસ્ત હોવાથી ડીમ્પલબેને તેને સરખો મુકવાનું શરૂ કર્યુ હતું.

દરમિયાનમાં ધર્મેન્દ્ર સાથે આવેલા શખ્સે તેમના વાળ પકડીને ખેંચ્યા હતા જ્યારે ધર્મેન્દ્રએ તેની બેગમાંથી સ્પ્રેની બોટલ કાઢી હતી અને ડીમ્પલબેનના મોઢા ઉપર છાંટી હતી. ડીમ્પલબેને બુમાબુમ કરી મુકતા ધર્મેન્દ્રએ તેમને પેટમાં અને મોઢા ઉપર ફેંટો મારી હતી. જ્યારે શખ્સે ડીમ્પલબેનના વાળ ખેંચીને જમીન પર પછાડી દીધી હતી.

બન્ને જણા ડીમ્પલબેનને માર મારતા હતા ત્યારે તેમને બુમાબુમ શરુ કરી દીધી હતી. ડીમ્પલબેનની બુમાબુમ સાંભણતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા જેથી બન્ને જણા ભાગવા જતા હતા જેમાંથી ધર્મેન્દ્ર ઝડપાઇ ગયો હતો જ્યારે બીજો શખ્સો ભાગવામાં સફળ રહ્યો હતો.

ડીમ્પલબેનને આંખમાં બળતરા થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે તેમના પતિને પણ જાણ કરવામાં આવી હતી જ્યારે ઘર્મેન્દ્રને સોસાયટીના રહીશોએ મારમારીને પોલીસને સોંપ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *