Breaking News

2 લાખ રોકડા ભરેલી બેગ બસમાંથી મળતા મુસાફરોનો જીવ લલચાયો, પરતું કંડકટરની ઈમાનદારી દેખાડીને કર્યું એવું કે તમે પણ કરશો સલામ..!

આજકાલ મોટા મોટા અધિકારીઓથી લઇને નેતા સુધી સૌ કોઈની નજર પૈસા પર જ હોઈ છે. લાંચ લેવાના કેટલાય કોભંડો બહાર આવી ચુક્યા છે અને કેટલાય લોકો શંકાના દાયરામાં પણ હશે… હાલનો સમય જોતા એવું લાગે છે કે આવનારા સમયમાં ઈમાનદાર અને પ્રમાણિક લોકોની ખૂટ વર્તાશે.

ઈમાનદારીથી ડયુટી કરતા કંડકટરનું સરાહનીય કામ જોઇને આજે સૌ કોઈ બોલી રહ્યા છે કે હકીકતમાં હજુ પણ માનવતા જેવું કઇક તો છે જ.. ભલે રોજ રોજ કેટલાય ગુનાઓ નોંધાતા હોઈ પરતું જે લોકોના લોહીમાં સિદ્ધાંતો છે તે હજુ પણ પ્રમાણિક જ છે. આજે બસ ડેપો પર એક કિસ્સો બન્યો છે.. જેમાં પ્રમાણિકતાનું સૌથી સારું ઉદાહરણ તમને જોવા મળશે…

બનાસકાંઠા જિલ્લાના થરા થી અમદાવાદ તરફ જતી ST બસમાં બેઠેલા મોટી વયના વડીલ મુસાફરી કરીને પાટણ આવતા હતા. પાટણનું સ્ટેશન આવતા તેઓ ત્યાં ઉતરી ગયા હતા. પરતું તેની સાથે એક બેગ પણ હતી. ઉતાવળમાં વડીલ તે બેગને બસમાંથી નીચે ઉતારવાનું ભૂલી ગયા હતા. આ બેગ વિષે આસપાસ બેઠેલા લોકોને પણ ખ્યાલ નોહ્તો.

ત્યારબાદ બસ ત્યાંથી ઉપડીને અમદાવાદ તરફ જવા રવાના થઇ હતી. ત્યાર અડધે રસ્તે એક મુસાફરની નજર ત્યાં પડી તો જણાયું કે આ બેગ તો વડીલ ની છે. અને વડીલ તો પાટણ ખાતે બસમાંથી ઉતરી ગયા છે. તરત જ ત્યાં લોકો માખીની જેમ એકઠા થઇ ગયા હતા અને બેગ ખોલીને જોવા લાગ્યા હતા કે બેગમાં શું સમાન ભરેલો છે.

અન્ય મુસાફરોએ બેગ ખોલ્યું તો આખું બેગ રોકડા રૂપિયાથી ભરેલું હતું. આ જોઇને ત્યાંના ઘણા લોકોના મન ડગી ગયા હતા અને થોડા થોડા ભાગે લઇ લેવાનું વિચારતા જ હતા કે ત્યાં બસમાં ખળભળાટ થતા બસ કંડકટર ત્યાં આવી પહોચ્યા હતા. અને તેઓને આ બાબતની જાણ થતા જ તેઓએ બેગને જપ્ત કરી લીધું હતું.

ત્યારબાદ તેઓએ પાટણના ડેપો પર જાણ કરી હતી કે મુસાફરનું 2 લાખ રૂપિયા ભરેલું બેગ બસમાંથી મળી આવ્યું છે. બીજી બાજુ વડીલ પણ પાટણ ડેપોમાં ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. આ ખબર સાંભળતા જ વડીલએ હાશકારો અનુભવ્યો હતો. અને મુસાફરને ઊંઝા કન્ટ્રોલ પોઈન્ટમાં ટી.સી.ની હાજરીમાં બેગ પરત કરવામાં આવી હતી.

રૂપિયા 2 લાખની રકમ પરત કરવા પર કન્ડકટર વિજયભાઈ પરમાર અને ટી.સી.વિરમભાઈ ચૌધરીએ પુરાવાના આધારે પરત કરી દીધી હતી, તેઓએ વડીલનું નામ શું છે એ પણ પૂછ્યું  ન હતું. એવું કહી શકાય કે એસટીના કંડકટર નાના કર્મચારીઓ પ્રમાણિકતાના ઉત્તમ ઉદાહરણ પુરા પાડીને સમાજના લોકોને સારો સંદેશો પહોચાડે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *