Breaking News

બે જીગરી મિત્રોના અંગદનથી 12 લોકોને મળી નવી ઝીંદગી, એકવાર જરૂર વાંચો દોસ્તીની કહાની..

અંગદાન કરી બીજા લોકોની ઝીંદગીના નવી રોનક લાવવી એ કોઈ જેવા તેવા લોકોનું કામ નથી. જી હા મિત્રો, આજે અમે વાત કરી રહ્યા છીએ સુરતના બે ખાસ મિત્રો અને એક સાથે ભણતા વિધાર્થીઓ ની જેઓએ અંગદાન કરીને બીજા 12 લોકોને નવું જીવન આપ્યું છે. તેઓન આ દાનને કોઈ માણસ ભૂલી નહી શકે.

સુરત શહેરમાં દાનવીરોની કોઈ કમી નથી પરતું અંગદાન નું દાન દેવું એ મોટી વાત છે. સુરતમાં સૌથી વધારે લોકોએ અંગદાન કરેલું છે.  ૨૪ તારીખે ધોરણ 12માં ભણતા બે વિધાર્થી અને ખાસ મિત્રો કેનાલ રોડ , વેસુ પાસે આવેલી જી.ડી.ગોએન્કા સ્કુલ પાસેથી મોપેડ લઈને જી રહ્યા હતા. એ વખતે એક કાર ચાલકે તેમને અડફેટે લીધા હતા અને બંને વિધાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પરતું હોસ્પિટલમાં ડોકટરે તે બંને વિધાર્થીઓને બ્રેઈન ડેડ સાબિત કરતા પરિવાર પર દુઃખના વાદળો વરસી પડ્યા હતા. પરિવાર એટલો ગમમાં ચાલી ગયો હતો કે તની કોઈ સીમા જ નોહતી રહી. પરતું કોને ખબર હતી કે આ વિધાર્થીઓના અંગદાનથી 12 લોકોને નવું જીવન મળશે. તેઓ પણ હસતી કુદતી જીંદગીને આનંદથી જીવી શકશે.

મીત પંડ્યા અને ક્રીશ ગાંધી નામના બને વિદ્યાર્થીઓના પરિવારે એક મહત્વનો નિર્ણય કરીને પોતાના બાળકોના અંગોને દાન કરી બીજાની જિંદગીમાં પ્રકાશ લાવવો છે એવું નક્કી કર્યુ હતું. તેઓએ ડોનેટ લાઈફ નામની સંસ્થાના કોન્ટેક્ટથી પોતાના સિંહ જેવા પુત્રોની આંખો, હદય, ફેફસા અને કીડનીનું દાન કરી 12 લોકોને નું જીવન આપ્યું હતું.

આ અંગોને એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઈ જવા માટે ગ્રીન કોરીડોર રચ્યો હતો. આ એવો કિસ્સો છે જેમાં એક જ દિવસમાં 13 અંગોનું એકસાથે દાન કરવામાં આવ્યું હોઈ. ક્રીશ ગાંધીના ફેફસાને હેદ્રાબાદ સુધી લઈ જઈ પુનામાં  રેહતા એક જવાનને પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતા.

તેમજ વડોદરાની 21 વર્ષની યુવતીમાં મીત પંડ્યાનું હાર્ટ અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાંથી ટ્રાન્સપ્લાન્ટ કર્યુ હતું. અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં રાજકોટના 55 વર્ષના વ્યક્તિમાં ક્રિશનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. મિતના લીવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ બાયડના 47 વર્ષના શિક્ષકમાં કરવામાં આવ્યું. આ ઉપરાંત દાન કરવામાં આવેલી 4 કિડની અમદાવાદની ઈન્સ્ટીટ્યૂટ ઑફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ હોસ્પિટલમાં ચાર જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *