2 દિવસથી બંધ પડેલી બસનો દરવાજો ખોલતા જ ડ્રાઈવરે જોઈ લીધું એવું કે ડેપોમાં બુમો પાડી ભાગવા લાગ્યો, અધિકારીઓની ગાડી થઈ દોડતી..!

જાહેર પરિવહનના સંસાધનોમાં ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. કારણ કે જાહેર પરિવહનના સાધનો રોજબરોજ હજારોથી લાખોની સંખ્યામાં લોકો વાપરતા હોય છે. એવામાં ક્યારે કયા વ્યક્તિ સાથે બનાવ બની જાય તેનું કશું કહી શકાતું નથી. અત્યારે ફેરાદાબાદના  બસ ડેપો પાસે પાર્ક કરેલી એક બસમાંથી એવી ચીજ વસ્તુ મળી આવી છે..

જેને લઈ સમગ્ર ડેપો વિસ્તારમાં સંસનાટી ફેલાઈ ગઈ છે. રાજસ્થાનના કોટાના ખેરાબાદ વિસ્તાર પાસે એક બસ ડેપો આવેલો છે. અહીં છેલ્લા બે દિવસથી એક બસ બંધ પડેલી હાલતમાં હતી. બસ ડેપોની વચ્ચોવચ ઊભેલી હોવાને કારણે કેટલાક વ્યક્તિઓને ત્યાં પાર્કિંગ કરવામાં પણ ખૂબ જ અગવડતા પડતી હતી..

પરંતુ બસમાં કોઈ ખરાબી હોવાને કારણે તે છેલ્લા બે દિવસથી બંધ હાલતમાં ત્યાં હતી. જ્યારે બસનું રીપેરીંગ કામકાજ પૂર્ણ થયું ત્યારબાદ મુસાફરો ત્યાં બસની આસપાસ આવી પહોંચ્યા હતા. જ્યારે બસ પાસે ડ્રાઇવર આવ્યો અને તેણે દરવાજો ખોલીને બસની અંદર પ્રવેશ કર્યો કે તેણે એવી ચીજ વસ્તુ જોઈ લીધી કે, તે બૂમાબૂમ કરીને ભાગવા લાગ્યો હતો.

આ જો પોતાની સાથે જ મુસાફરો પણ ખૂબ જ હેબતાઈ ગયા હતા. બસના ડ્રાઇવર હજુ બસનો દરવાજો ખોલ્યો અને ડ્રાઇવર સીટની પાછળ બાજુએ અંદાજે 35 થી 40 વર્ષના એક યુવકની લાશ જોઈ લીધી હતી. બસ આ દ્રશ્ય જોતાની સાથે તેને ગુમાવવું મચાવી દીધી હતી. ત્યાં બસની આસપાસ ઉભેલા મુસાફરો પણ ભાગવા લાગ્યા હતા..

આ ઉપરાંત ડેપો ઉપર એકા એક અફરા તફરીનો માહોલ સર્જાઈ જતા સજજન વ્યક્તિએ આ ઘટનાની જાણકારી પોલીસને આપી હતી કે, બસ ડેપોની એક બંધ પડેલી બસની અંદરથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી છે. આ સાંભળતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો..

આ ઉપરાંત તે ફેશનની ટીમને પણ સંપર્ક સાધીને લોકેશન મોકલી આપવામાં આવ્યો હતો. ગણતરીની મિનિટોમાં એફએસએલની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યારબાદ તપાસની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ બસ છેલ્લા બે દિવસથી બંધ હતી અને બસની અંદરથી 38 વર્ષના મુકેશ મીણા નામના એક યુવકની લાશ મળી આવી છે..

આ યુવકને કોણે મારીને અહી ફેંકી દીધો હશે તેમજ બંધ બસની અંદર કયા વ્યક્તિએ પ્રવેશ કર્યો હશે, આ તમામ બાબતો જાણવા માટે પોલીસ માથામણ કરી રહી છે. જ્યારે પોલીસે બંધ બસની અંદર આ જાણે વ્યક્તિની લાશ જોઈ ત્યારે તેઓ પણ ખૂબ જ ચોંકી ગયા હતા. ઘટનાની જાણકારી મળતા મોટા મોટા અધિકારીઓની ગાડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી..

38 વર્ષના મુકેશના પરિવારજનોને પણ જાણકારી પહોંચાડી દેવામાં આવી હતી. મુકેશ ધુરેંટી ગામનો રહેવાસી છે. તેની પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે રાત્રિના સમયે મુકેશ નો ફોન આવ્યો હતો કે મારું જમવાનું બનાવી નાખજો, પરંતુ મોડી રાત સુધી મુકેશ પોતાના ઘરે પરત આવ્યો નહીં..

ત્યારે તેની પત્ની વારંવાર તેને ફોન કરવાની કોશિશ કરી હતી. પરંતુ તેનો ફોન પણ બંધ આવતો હતો અને ત્યારબાદથી મુકેશનો કોઈ પણ સંપર્ક થઈ શક્યો નથી. અને અચાનક જ એક બપોરે પોલીસ નો ફોન આવ્યો કે મુકેશની લાશ બંધ બસમાંથી મળી આવી છે. બસ આ સમાચાર સાંભળતા જ મુકેશ ની પત્ની તેને ત્યાં ઢાળી પડી હતી..

અને તેનું હૈયાફાટ રૂદન પણ જોવા મળ્યું હતું. પોલીસે મુકેશની લાશને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપી છે. તો એફએસએલ ની ટીમ પણ બસની અંદરથી અન્ય પુરાવો શોધવા લાગી છે. આ ઘટનાને લઇ અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો છે. તો આસપાસના કેટલાક લોકો ત્યાં દ્રશ્યો જોવા માટે ઉમટી પડ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment