ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પાછળના બે દિવસમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યા છે. જેના પગલે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અને ઠંડીનું પ્રમાણ વધી ગયું છે.
આ આગાહી દરમિયાન રાજ્યના ૧૦ કરતા વધારે તાલુકામાં છુટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં છોટાઉદેપુર ડભોઇ, કરજણ, ભાવનગર, ધ્રોલ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જ્યારે કુકરમુંડા, થાનગઢ, લીમડી, ચુડા, કલોલ, ઘોઘંબા તેમજ હાલોલ સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા.
અને વળી પાછી એક નવી આગાહી આવતા ખેડૂતોની મુશ્કેલી નો કોઈ પાર રહ્યો નથી. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ બંને દિવસના કમોસમી વરસાદ વરસ્યા બાદ ગુજરાતમાં ઠંડી ફાટી નીકળશે. ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ એટલી હદે વધી જશે તે લોકો સ્વેટર અને ધાબલા સાથે સાથે તાપણા કરવાની પણ ફરજ પડશે.
પાછળના બે દિવસમાં જે વરસાદ વરસ્યો છે જેના કારણે રવિ પાકમાં મોટા પ્રમાણમાં નુકશાની થવાની ભીતિ રહેલી છે. કારણકે વાદળછાયા વાતાવરણમાં તેમજ અમુક અમુક સમયે આવતા માવઠાથી રવિ પાકમાં જીવાત પડવાની ખૂબ શક્યતા રહેલી છે. તેમજ આ આગાહી દરમિયાન ગુજરાતમાં બે દિવસથી ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે જેની ભરપૂર અસર ખેતરમાં ઉભા પાકને થાય છે…
આકાશમાં કાળા વાદળો ઘેરાતા જ તડકો નાશ પામ્યો હતો. જેના પગલે વાતાવરણ ખૂબ જ ઠંડું થઈ ગયું છે. આ માવઠાના કારણે ખેતરમાં કપાસના પાકમાં ફૂટેલો કપાસ પલળી ગયો છે. તેમજ ઘઉં ચણા અન્ય બાગાયતી શાકભાજી જેવાકે તુવેર અને પાપડી ને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે…
આંબાના વૃક્ષ પર આવેલો મોર પણ ખરી ગયો હતો. તેમજ ખેડૂતોના ખેતરમાં પડેલો ઘાસચારો પામ્યો છે. આ સાથે સાથે અત્યારે લગ્ન પ્રસંગ ની સિઝન ચાલી રહી છે. તો કમોસમી વરસાદના કારણે અનેક લોકોના લગ્ન પ્રસંગ બગડીયા છે. શિયાળામાં અવારનવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતું હોય છે…
હવામાન વિભાગે વધુ એક આગાહી કરતા જણાવ્યું હતું કે હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઇ ગયું છે અને તે ખૂબ જલ્દી જ ગુજરાત તરફ આગળ આવશે. આ પરિસ્થિતિને અનુસાર ગુજરાતમાં આગામી 48 કલાકમાં જ કમોસમી વરસાદ શરૂ થઈ જશે. તેમ જ ઠંડી પણ ખૂબ જોર પકડશે..
આ વરસાદની મોટાભાગની અસર સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં પડવાની છે. હાલ આગાહીના પગલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધૂમ જ જોવા મળી રહ્યું છે. જેના પગલે વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને ખૂબ મોટી મુશ્કેલી નો સામનો કરવો પડે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]