Breaking News

2 દીકરાઓને સોડામાં ઝેર પીવડાવીને મારી નાખ્યા બાદ પતિ-પત્ની પણ લટકીને આપઘાત કરી લેતા રોક્કળ સર્જાઈ, કારણ જાણી ચોંકી ઉઠશો..!

જીવનમાં અમુક વખતે એવો સમય પણ આવી જતો હોય છે, જ્યારે આપણે શું કરવું અને શું ન કરવું જોઈએ તેની પણ આપણને ખબર રહેતી નથી. આવા સમયની અંદર આપણને કોઈ સારા સમજણ ધરાવતા વ્યક્તિની જરૂરિયાત હોય છે. પરંતુ જો કોઈ સારી સમજ વાળો વ્યક્તિ આપણને એ સમયે ન મળે તો મગજ ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ જતું હોય છે..

અત્યારે મધ્યપ્રદેશના ભોપાલમાંથી એક એવો હદ મચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણ્યા બાદ દરેક લોકોની આંખો ઉઘડી ગઈ હતી. આ ઘટના રાતીબડ વિસ્તાર પાસે આવેલી શિવ વિહાર કોલોનીનો છે, આ કોલોનીની અંદર 38 વર્ષનો ભુપેન્દ્ર વિશ્વકર્મા નામનો યુવક 35 વર્ષની તેની પત્ની રીતુ ત્રણ વર્ષનો દીકરો ઋતુરાજ અને નવ વર્ષના દીકરા ઋષિરાજની સાથે જીવન ગુજારતો હતો..

ભુપેન્દ્ર કોલમ્બિયાની એક કંપનીની અંદર ઓનલાઇન જોબ કરતો હતો, કામની સાથે સાથે તેના ઉપર લોનનું પણ ખૂબ જ વધારે પ્રેશર આવી ગયું હતું. કારણ કે, તેણે એક ઓનલાઇન એપ્લિકેશનની મદદથી લોન લીધી હતી. જ્યારે આ લોનની ચુકવણી તેનાથી થઈ શકે નહીં, ત્યારે લોન આપનાર કંપનીના લોકોએ ભુપેન્દ્રનું લેપટોપ હેક કરી લીધું હતું..

અને ત્યારબાદ તેમાંથી મળેલા ફોટોગ્રાફ્સને એડિટ કરીને ખૂબ જ ખરાબ ફોટોગ્રાફ અને વિડીયો બનાવવામાં આવ્યા હતા, ત્યારબાદ ભુપેન્દ્રના લેપટોપની અંદર રહેલા કોન્ટેક લિસ્ટના તમામ લોકોને આ ફોટોગ્રાફ અને વિડીયો મોકલી દેવામાં આવ્યા હતા. ખોટી રીતે એડિટ કરીને દરેક લોકોને મોકલવામાં આવેલા આ ફોટોગ્રાફ નકલી હતા..

પરંતુ સમાજના લોકો હવે શું વિચારશે તેમ વિચારીને ભુપેન્દ્ર ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયો હતો, તે લોનની ચુકવણીની બાબતને લઈ સતત ચિંતામાં રહેતો હતો. એક દિવસ તેને નક્કી કર્યું કે ભુપેન્દ્ર તેની પત્ની નીતુ તેના બંને દીકરા ઋષિરાજ અને ઋતુરાજ આ ચારેય વ્યક્તિ એક જ સાથે આપઘાત કરીને જીવન ભગાવી દેશે..

અને હંમેશા હંમેશા માટે આ જીવન લીલાને સંકેલી લેશે. ભુપેન્દ્રએ સોડા મંગાવી હતી, આ સોડાની અંદર ભેળવીને તેના બંને બાળકોને પીવડાવી દીધો હતો અને જોતામાં જ ભુપેન્દ્ર તેમજ રીતુની નજર સામે આ બંને બાળકોના જીવ પણ ચાલ્યા ગયા હતા. જ્યારે આ બંને બાળકોના સંપૂર્ણ રીતે જીવ ચાલ્યા ગયા ત્યારબાદ ભૂપેન્દ્રએ બે દુપટ્ટા બાંધીને રીતુની સાથે લડકીને આપઘાત કરી લીધો હતો..

આપઘાત કરતા પહેલા સમગ્ર પરિવાર એક સાથે સેલ્ફી પણ લીધી હતી, આ સેલ્ફીની સાથે સાથે એક અંતિમ નોટ પણ ભુપેન્દ્રએ તેની મોટાભાઈની દીકરીને મોબાઈલ ફોનમાં મોકલી આપ્યું હતું. સવારના 04:00 વાગ્યે આસપાસ રીંકીને મોબાઇલમાં આ અંતિમ નોટ અને અંતિમ ફોટોગ્રાફ મોકલીને ભુપેન્દ્ર એ સમગ્ર પરિવારની સાથે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધો હતો..

તેણે તેની ભત્રીજી રીન્કીને મેસેજમાં જણાવ્યું હતું કે, આ તેમની અંતિમ ફોટો છે. આજ પછી તેઓ ક્યારે પણ કોઈ વ્યક્તિને દેખાશે નહીં. ભુપેન્દ્રના મોટાભાઈ નરેન્દ્રએ પણ આ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમજ ભુપેન્દ્રનો નાનુભાઈ પંકજ વિશ્વકર્મા પણ જણાવતો હતો કે, તેની સાથે સાયબર કામ થયો છે..

તેના મોબાઈલ અને લેપટોપ માંથી મળેલા કોન્ટેક્ટ લિસ્ટને લોન વાળી કંપની હેક કરી લીધું હતું, અને ત્યારબાદ તેમને ખૂબ જ ખરાબ મેસેજ પણ મોકલ્યા છે. આ ઉપરાંત વધારે પૈસા આપવા માટે ધમકી પણ આપી રહ્યા હતા. આ તમામ બાબતથી ભુપેન્દ્ર ખૂબ જ ડરી ગયો હતો અને તેણે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે..

આ ઓનલાઈન લોન આપતી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આવી કંપનીઓના કારણે ઘણા બધા વ્યક્તિઓ ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. ઓનલાઇન લોન આપતી આ એપ્લિકેશન વાળા લોકોએ ભુપેન્દ્ર પાસેથી કુલ ૧૭ લાખ રૂપિયાની માંગણી કરી હતી..

ભુપેન્દ્રએ માત્ર નજીવા રૂપિયાની લોન લીધી હતી, પરંતુ તેની પાસેથી ૧૭ લાખ જેટલા વધારે રૂપિયાની માંગણી કરતા હતા. આ ઉપરાંત જો રૂપિયા નહીં આપે તો તેમને જાનથી મારી નાખવાની તેમજ તેમને ખબર રીતે બદનામ કરવાની પણ ધમકીઓ આપી હતી, ભુપેન્દ્રનો દીકરો ઋતુરાજ શારદા વિદ્યામંદિરમાં અભ્યાસ કરતો હતો. જ્યારે નાનો દીકરો હજુ શાળાએ અભ્યાસ કરવા માટે જતો હતો નહીં એ પહેલા જ આ બંને દીકરાના પણ જીવ ચાલ્યા ગયા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *