Breaking News

18 વર્ષની દીકરી બજારમાં જન્મદિવસની કેક લેવા જતા રસ્તામાં 2 યુવકોએ પકડીને, કપાળે સિંદુર ભરીને છેડતી કરી પછી થયું એવું કે..!!

અમુક વિસ્તારોમાંથી દીકરીઓ સાથે બનતા એવા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે, જેના કારણે દીકરી પોતાની જિંદગી ગુમાવી રહી છે. હાલમાં આવી જ એક ઘટના સામે આવી હતી. આ ઘટના શિવપુરીના માયાપુર ગામમાં રહેતા પરિવારની દીકરી સાથે બની હતી. દીકરીની ઉમ્ર 18 વર્ષની હતી. પરિવારમાં માતા-પિતા અને ભાઈ સાથે દીકરી રહેતી હતી.

પિતા ગામમાં બે વીઘાની જમીન વાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પિતા મજૂરી કરીને પરિવારનું ખૂબ જ સારું કરવા ઈચ્છતા હતા. માતા પિતાનું સપનું હતું કે તેમના બાળકો શિક્ષણના માર્ગમાં આગળ વધે અને તે સારું એવું શિક્ષણ મેળવે જેના કારણે દીકરી ખૂબ જ ભણવામાં હોશિયાર હતી. દીકરીને સરકારી યોજનાઓનો લાભ મળતો હતો.

દીકરી દરેક ધોરણમાં પ્રથમ નંબરે આવતી હતી. આઠમા ધોરણ સુધી તે ગામમાં ભણી હતી. પછી દીકરી અશોકનગર જિલ્લાના ઇશાગઢની સરકારી શાળા અને કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરવા માટે ગઈ હતી. દીકરી હોસ્ટેલમાં રહીને ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો અને દીકરીએ ધોરણ 12 માં 64 ટકા મેળવ્યા હતા.

દીકરી ભણવામાં હોશિયાર હોવાને કારણે માતા-પિતા તેમને આગળ ભણાવવા માંગતા હતા પરંતુ દીકરીના પરિવારનો કોઈ પણ વ્યક્તિ શહેરમાં ન રહેતું હોવાને કારણે દીકરીને કોલેજ કરવા માટે શહેરમાં જવું હતું. તે સમયે દીકરીના કાકાને આ વાતની જાણ થતા દીકરીના કાકાએ દીકરીના માતા-પિતાને કહ્યું હતું કે, દીકરી અમારી સાથે ઘરે રહેશે.

અને કાકા તેમના અભ્યાસનો ખર્ચ ઉઠાવવા માટે પણ સહેમત થયા હતા. દીકરી ધોરણ 12 પછી બી.એના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને સાઈડમાં તે કોમ્પ્યુટર કોર્સ પણ કરી રહી હતી. દીકરી તેમના કાકા સાથે પણ ખૂબ જ હળીમળીને રહેતી હતી. એક દિવસ દીકરીનો જન્મદિવસ હતો. તે ઈશાગઢમાં જ હતી.

સવારે તેમની માતા સાથે તેને ફોન પર વાત થઈ હતી. ત્યારે દીકરી ખૂબ જ ખુશ હતી. દીકરીએ માતાને કહ્યું હતું કે તે કોલેજના મિત્રો સાથે કેક કાપીને તેમનો જન્મદિવસ ઉજવવાની છે અને અત્યારે તે કેક લેવા માટે બજારમાં જઈ રહી છે. દીકરી ઈસાગઢની રેસ્ટોરન્ટમાં કેક ખરીદવા માટે ગઈ હતી. તે સમયે ગામના રહેતા બે યુવકો દીકરીનો પીછો કરીને તેની પાસે પહોંચી ગયા હતા.

આ બંને યુવકોના નામ શિવેન્દ્ર લોધી તેમની ઉંમર 20 વર્ષની હતી અને રમેશ તેમની ઉંમર પણ 20 વર્ષની હતી. આ બંને યુવકો દિકરી પાસે પહોંચી ગયા હતા. દીકરીની ફરતે ફરતે ફરવા લાગ્યા હતા. દીકરીએ કોણ છે તેમ પૂછતાં દીકરીની છેડતી કરવાનું શરૂ કર્યું હતું અને આ તારી ભેટ છે તેમ કહીને દીકરી સાથે બંને યુવકોએ બળજબરી કરી હતી.

દીકરી બૂમાબૂમ કરી રહી હતી. જેના કારણે દીકરીને પકડીને બંને યુવકોએ દીકરીના માંગમાં સિંદૂર ભરી દીધું હતું. ત્યારબાદ દીકરી ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને રડવા લાગી હતી. દીકરીની બહેનપણીએ દીકરીના કાકાને ફોન કરીને આવા જણાવી હતી. દીકરીના કાકા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બંને યુવકોને પકડવા માટે પ્રયાસ કર્યો હતો.

પરંતુ બંને ધમકી આપીને ત્યાંથી ભાગી ગયા અને દીકરી ખૂબ જ રડી રહી હતી. જેના કારણે દીકરીને કાકા ઘરે લાવ્યા હતા અને દીકરીને બધું બરાબર થઈ જશે તેમ જણાવ્યું હતું. દીકરી રૂમમાં સૂઈ રહી હતી. તે સમયે કાકાનો દીકરો તેની પાસે ગયો ત્યારે દીકરીએ કહ્યું કે, ‘હવે મારે જીવવું નથી’ તેમ કહીને દીકરી કાકાના ઘરે મુકેલી ઝેરી દવા ગટગટાવીને તેણે આપઘાત કરી લીધો હતો.

ભત્રીજાએ તરત જ આ વાત તેમના પિતાને જણાવી હતી. જેના કારણે કાકા દોડીને દીકરી પાસે આવ્યા અને તરત જ તેમને આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ ગયા હતા. શિવપુરીની ખાનગી હોસ્પિટલમાં દીકરીને દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ દીકરીના પરિવારના લોકોને દીકરી આપઘાત કર્યાની વાત જણાવી હતી.

બે દિવસ સારવાર ચાલી હતી પરંતુ સારવાર દરમિયાન દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને પરિવારના લોકોને તેમના દીકરીના મૃત્યુની જાણ થતા તેઓ આઘાતમાં આવી ગયા હતા. તેમની દીકરી એક સારી એવી ઓફિસર બનવા માગતી હતી અને તેની સાથે બે યુવકોએ આવી ઘટના કરી નાખતા દીકરીએ પોતાની જિંદગીનો અંત લાવી દીધો હતો.

જેના કારણે પરિવારના લોકોએ તેમના ગામના શિવેન્દ્ર અને રમેશ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બંને યુવકો પર કડક કાર્યવાહી કરવા માટે પરિવારના લોકોએ અપીલ કરી હતી. પરિવાર સાથે આવી ઘટના બની જતા પરિવારના લોકો આઘાતમાં સરી પડ્યા હતા. તેમની એકની એક દીકરીએ જીવ ગુમાવ્યા હોવાને કારણે તેઓ ખૂબ જ રડી રહ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *