Breaking News

18 વર્ષનો દીકરો મોજ ખાતર સ્પા સેન્ટર ગયો, 2 દિવસ પછી માતા-પિતાને મળ્યા આ ચોંકાવનારા સમાચાર.. વાંચો..!

આ કાલના મોજ શોખ અને ડિજીટલ જમાનામાં બાળકોને સાચવવા ખૂબ જ મુશ્કેલ બની ગયા છે. કારણ કે તેઓની દરેક માંગ ખુબ જ જીદ્દી હોય છે. તેમજ તેને પૂરી કરવા માટે પરિવાર સક્ષમ નથી હોતો. અથવા તો તેમાં બાળકને કોઇ અન્ય રસ્તે દોરી જતી હોય છે. તેથી મા બાપ તેને પૂરી કરવા માટે ના પાડતા હોય છે…

પરંતુ આ દેખાદેખીના સમયમાં બાળકો આ વાતને સમજ્યા વગર પોતાની જીદ કોઈપણ રીતે પૂરી કરતા હોય છે. આ જિદ્દ જ્યારે વધુ મજબૂત બની જાય ત્યારે તે એક લતમાં પરિવર્તન પામે છે. અને કોઈ પણ વસ્તુની વધારે પડતી લત અંતે વિનાશ તરફ લઈ જતી હોય છે. છેલ્લે પસ્તાવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બાકી રહેતો નથી..

આવો જ એક કિસ્સો મોરબી જિલ્લામાં બન્યો છે. હકીકતમાં મોરબીના વજેપર વિસ્તારમાં લાલજીભાઈ જગદીશભાઈ પરમાર નો પરિવાર છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમનો ૧૮ વર્ષનો દીકરો ખુબજ જિદીલો હતો. તેને કોઈ પણ વસ્તુની જીદ પકડયા બાદ તે વસ્તુ કોઈ પણ કારણે જોઈએ જ.

આ દીકરાને એક ખૂબ મોટી અને ખરાબ લત લાગી ગઇ હતી. આ દીકરો હસતી ખેલતી જિંદગી જીવવાને બદલે સ્પા જેવા ચરિત્રહીન રવાડે ચડી ગયો હતો. એ અવારનવાર સ્પામાં જતો હતો. તેમજ સ્પામાં જવા માટેના પૈસા પણ તે કોઈને કોઈ જગ્યાએથી પચાવી પાડતો હતો.

બાળકની આ લત વિશે પરિવારને જાણ થતા તરત જ તેઓએ બાળકને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. અને શાંતિથી ભણવા અંગે જણાવ્યું હતું. પરંતુ પરિવારની આ બાબતને બાળકે મગજમાં ન લીધી હતી. અંતે આ બાળકનું મન સ્પાની લતમાં જ લાગેલું હતું.

આ બાળક છેલ્લા એક મહિનાથી ઘરમાં જ પુરાયેલો હતો. અને અચાનક જ તે ઘરેથી ચાલ્યો ગયો હતો. તેમજ રાત્રે તેણે પોતાના મામાને ફોન કરીને જણાવ્યું હતું કે હું, આત્મ.હ.ત્યા કરી લઉં છું. અને બાળકે મોરબી જિલ્લાની સદભાવના હોસ્પિટલ પાસે આવેલી બોયઝ સ્કુલ પાસે ડીઝલ છાંટીને આત્મહત્યા કરી લીધી હતી.

આ ખરાબ લત ના કારણે બાળક જીવ ગુમાવી બેઠો છે. અમે ગુજરાત પોસ્ટ મીડિયાના માધ્યમથી દરેક મા-બાપને અપીલ કરીએ છીએ કે પોતાના બાળકની હઠીલી જીદ ને પૂરી ન કરવી જોઈએ. તેમજ તેને શાંતિથી સમજાવવો જોઈએ. અને તેના પર ચોક્કસપણે દેખરેખ રાખવી જોઈએ કારણ કે છેલ્લા ઘણા સમયથી ગેરસમજના કારણે નાના બાળકો ખોટું પગલુ ભરી લેવાના કિસ્સાઓ ખૂબજ વધી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *