Breaking News

17 વર્ષની જુવાન દીકરી પ્રેમી સાથે ભાગી જતા પરિવારે પકડીને ફરવા લઈ જઈ દીકરીના કટકા કરી નાખ્યા, દીકરીનો બાપ બોલ્યો કે, સમાજમાં મારી ઈજ્જત…

અત્યારના સમયમાં ખૂબ જ આશ્ચર્યમાં મૂકી દે તેવા કિસ્સાઓ વધારે માત્રામાં સામે આવવા લાગ્યા છે. હાલ બિહારના જમવું જિલ્લાના શેખપુરા ગામની અંદર રહેતી 17 વર્ષની સુમિતા નામની જુવાન જોધ યુવતી સાથે ખૂબ જ દર્દનાક બનાવ બની ગયો છે. સુમિતા તેના જ ગામમાં રહેતા એક યુવકને પ્રેમ કરી બેઠી હતી..

તેમજ એ યુવક પણ સુમિતાને એટલો બધો પ્રેમ કરતો હતો કે, બંને પ્રેમી પંખીડા આ જુવાન ઉંમરની અંદર જ ઘર મૂકીને ભાગવા લાગતા હતા અને એકબીજાની સાથે એકાંતનો સમય વિતાવતા હતા. જ્યારે સુમિતાના મા-બાપને ખબર પડી કે તેમની લાડકી દીકરી તેમના ગામમાં રહેતા જ એક યુવકના પ્રેમમાં પડી ગઈ છે..

અને તેની સાથે મળવા માટે ઘર મૂકીને જતી રહે છે. ત્યારે તેણે તેમની દીકરીને ઠપકો આપ્યો હતો અને આ યુવકથી દૂર રહેવા માટે જણાવ્યું હતું. પરંતુ સુમિતા તેના પ્રેમી આશિષને એટલો બધો પ્રેમ કરતી હતી કે, તેણે માતા પિતાની વાત સમજી નહિ અને આશિષને મળવા માટે અવારનવાર ગામની બહાર નીકળી પડતી હતી..

પરિવારજનોએ તેમની દીકરીની આદતને મુકાવા માટે ઘણી બધી સમજાવી અને અંતે તે ન સમજતા તેના લગ્ન અન્ય જગ્યાએ કરવા માટે તેના માટે યુવક પણ શોધવા લાગ્યા હતા. પરંતુ સુમિતા લગ્ન કરવાની વેળાએ દરેક યુવકને મનાઈ ફરમાવી દેતી હતી અને કહેતી કે, તે અન્ય કોઈ યુવકને પ્રેમ કરે છે..

અને તેની સાથે જ લગ્ન કરવા ઈચ્છે છે. પરંતુ તેના પરિવારજનો તેના પ્રેમ સંબંધને સમજી શકતા નથી, એક દિવસ તો આ બંને પ્રેમી પંખીડા પાંચ દિવસ માટે ઘરેથી ગુમ થઈ ગયા હતા. ત્યારે પરિવારજનોના મોતિયા મરી ગયા, તેઓ ચારેકોર તેમના દીકરા દીકરીને શોધવા માટે નીકળી ગયા હતા..

પરંતુ ક્યાંથી અતોપતો મળ્યો નહીં અને અંદાજે પાંચ દિવસ પછી તેઓ પોતાને ઘરે પરત આવી ગયા હતા. ત્યારે સુમિતાના પિતા ચંદ્રદીપભાઈ તેમજ તેની માતા બંને ખૂબ જ રોષે ભરાયા હતા. ચંદ્રદીપ ભાઈએ તેના જીજાજીની સાથે મળીને તેમની આ લાડકી દીકરીને નદીના ડેમ પાસે ફરવા લઈ જવાનું કહી તેને ગાડી ઉપર બેસાડી હતી..

અને ત્યારબાદ તેને પહાડ ઉપર લઈ ગયા અને જ્યાં સુમિતાના ફુવાએ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને સુમિતાના પિતાએ તેના કટકા કરી નાખ્યા, પોતાની કાળજા સમાન દીકરીને પોતાની સાથે જ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યારબાદ તેણે નજીકના કૂવાની અંદર ફેંકી દીધી હતી…

બે દિવસ બાદ સુમિતાની લાશ અન્ય કોઈ વ્યક્તિને મળતા તેણે પોલીસને જાણકારી આપી હતી. પોલીસ જ્યારે આ ઘટનામાં ઊંડી ઉતરી ત્યારે ખબર પડી કે સુમિતાના પ્રેમ પ્રકરણને કારણે તેના પિતા ખૂબ જ નારાજ અને રોષે ભરાયા હતા અને એક દિવસ તેઓ જ તેમને ફરવા માટે લઈ ગયા અને ત્યાં જ તેને મોતની ઘાટ પણ ઉતારી દીધી હશે..

તેવું અનુમાન લગાવ્યું હતું અને એ મુજબ તેઓએ પૂછપરછ શરૂ કરી હતી ત્યારે સુમિતાનો બાપ ભાંગી પડ્યો અને કહ્યું કે, સમાજમાં મારી ઈજ્જત મને ખૂબ જ વ્હાલી છે. કદાચ ઈજ્જત બચાવવા માટે મારે મારી સગી દીકરીને મોતની ઘાટ પણ ઉતારવી પડે તો એ પગલું ભરવા માટે પણ તેઓ રાજી હતા અને અંતે તેઓએ જે તેમની સગી દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી..

તે અવારનવાર તેના પ્રેમી સાથે ભાગી જતી હતી. જેને લઇ સમાજના લોકો સામે તેની બદનામી થતી હતી અને આ બદનામી તેઓ સહન કરી શકે નહીં એટલા માટે તેઓએ તેમની દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ હચમચાવી દે તો કિસ્સો જ્યારે સમગ્ર લોકો સમક્ષ બહાર આવ્યો ત્યારે સૌ કોઈ લોકોને રૂવાટા એકાએક બેઠા થઈ ગયા છે..

કેટલાક લોકો સુમિતાનો વાંક દર્શાવી રહ્યા છે. તો કેટલાક લોકો આ માથા ફરેલા પિતાનો વાંક દર્શાવતા કહે છે કે, તેમના સંતાનો એ આખરી ગમે તેવડી મોટી ભૂલ કરી હોય પરંતુ તેમનો જીવ લઈ લેવો એ ખોટી બાબત છે. આવી ઘટનાઓ ન બને એ માટે પારિવારિક સમજમાં વધારે થવો ખુબ જ જરૂરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *