ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લામાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. હાલના સમય માં યુવાન છોકરા-છોકરીઓ લાગણીમાં આવીને ગમે તે નિર્ણય લઈ લેતા હોય છે. વડોદરા જિલ્લાના પાદરામાં એક પરિવાર રહેતો હતો. આ પરિવારમાં સરખી ઉમરના પિતરાઈ ભાઈ બહેન એકબીજા સાથે ચાલતા ફરતા હતા.
તેમજ ઘણીવાર બહાર એકાંતમાં મળતા હતા ધીરે ધીરે તેઓને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. જ્યારે આ બાબતની જાણ સગીરાના માતા પિતાને થઈ. ત્યારે તેઓએ સગીરાને તેના પિતરાઈ ભાઈ સાથે મળવાની ના પાડી. ત્યારે સગીરાએ તેની સાથે લગ્ન કરવા માટે જીદ કરી હતી. સગીરાની આ જીદ ના કારણે તેના પિતા એ તેને સમજાવી હતી.
પરંતુ સગીરા ન માનતા તેમની વચ્ચે ઉગ્ર ઝગડો થઈ ગયો હતો. આ તમામ ઘટના બાદ સગીરાના પિતાએ અભયમ ટીમને આ બાબતની જાણ કરી હતી. જેથી અભિયમની ટીમ સગીરાને સમજાવવા માટે તેમના ઘરે આવી હતી. ત્યારબાદ અભયમ ટીમ દ્વારા સગીરાને સમજાવવામાં આવ્યું હતું કે તેની ઉંમર હજી 17 વર્ષે છે.
જો આ ઉંમરે તે લગ્ન કરશે તો ભારતના સંવિધાનના કાયદાની વિરુદ્ધ છે. તેમજ પોતાના જ પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરવા એ સામાજિક દૃષ્ટિએ સંપૂર્ણપણે અયોગ્ય છે. જેને કારણે તેના પરિવારની આખા સમાજમાં બદનામી થઈ શકે છે. યુવાનોમાં આટલા વર્ષની ઉંમરે એકબીજા પ્રત્યે લાગણી હોય તે સ્વાભાવિક છે પરંતુ લગ્ન કરવા એ કોઈ પણ રીતે યોગ્ય નથી.
જેથી અભયમની ટીમે સગીરાને પોતાનો આગળનો અભ્યાસ પૂર્ણ કરવા માટે સમજાવ્યું હતું. તેમજ સગીરાના પિતાને જણાવ્યું હતું કે તે પુખ્ત વયની ઉંમરની થતા તેના લગ્ન કોઈ સારા પાત્ર સાથે કરાવી આપશે. આ રીતે અભિયાન દ્વારા માર્ગદર્શન આપતા સગીરાએ પોતાની ભૂલ નો સ્વીકાર કર્યો હતો.આ ઉપરાંત પોતાની લગ્નની જીદ છોડી હતી.
રોજ રોજ એવા ઘણા બધા ચોંકાવનારા બનાવો સામે આવે છે. ભલભલા લોકો આવા ચોંકાવનારા બનાવોને લઈને ખુબ જ ચોંકી ઉઠે છે. પરીવારના અન્ય સભ્યોને શરમમાં મુકે તેવો બનાવ બનતા જ પરિવારજનોને ક્યારેક નીચે જોવાનો વારો આવે છે. હાલના યુવક-યુવતીઓમાં સારી સમજ હોવી ખુબ જ જરૂરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]