Breaking News

16 વર્ષનો દીકરો શાળામાં ખરાબ મિત્રોની સાથે નશાના રવાડે ચડતા પરિવારે ઈલાજ માટે મોકલતા થયું એવું કે, જોઇને સૌના રુંવાડા બેઠા થઇ ગયા..!!

આજના સમયમાં માતા-પિતા પોતાના બાળકોને સારા શિક્ષણ માટે બીજા ગામ શાળા કોલેજ મોકલી રહ્યા હોય છે. અને તેઓના અભ્યાસ માટે ખૂબ મહેનત કરી રહ્યા હોય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના પટનામાં રહેતા પરિવાર સાથે બની હતી. પરિવારમાં માતા-પિતા અને તેમના બાળકો રહે છે.

જેમાં પિતા પટનાના ડિવિઝનલ કમિશનરની ઓફિસમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે પોતાની ફરજ બજાવતા હતા અને તેમની પત્ની અને બે સંતાનો સાથે તે પટના શહેરમાં રહેતા હતા. જેમાં એક દીકરો 16 વર્ષનો હતો. તેમનું નામ આયુષ હતું. આયુષ ધોરણ 11 માં અભ્યાસ કરતો હતો. આયુષના પિતાનું નામ સુરજકુમાર સિંહા હતું.

તેઓ ફતેહાના રહેવાસી હતા. આયુષ ધોરણ 10 સુધી મસુરીની એક શાળામાં અભ્યાસ કરતો હતો. ત્યારબાદ ધોરણ 11 માં પ્રવેશતા તેમના પિતાએ આયુષને કોઈ સારી એવી સ્કૂલમાં અભ્યાસ કરવા માટે વિચાર્યું હતું. જેના કારણે આયુષને મસુરીમાં કોઈ બીજી શાળામાં અભ્યાસ માટે મોકલ્યો હતો પરંતુ આયુષ શિયાળાનું વેકેશન હોવાથી તે પરિવારને મળવા માટે ઘરે આવ્યો હતો.

પરિવારના લોકો સાથે ખૂબ જ ખુશીથી તે રહેતો હતો. તે સમયે આયુષના બેગમાંથી તેમની માતાને એવું મળી આવ્યું હતું કે, જોતા તેના પિતા આયુષ પર ગુસ્સે થઈ ગયા હતા. આયુષના બેગમાંથી નસીલા પદાર્થના પેકેટ અને સિગારેટ તેમજ બીજા પદાર્થો મળી આવ્યા હતા. તરત જ માતાએ આ દરેક વસ્તુને કચરાના ડબ્બામાં ફેંકી દીધી હતી.

ત્યારબાદ આયુષના પિતાને આ વાતની જાણ કરી હતી. જેના કારણે પિતા આયુષ પર ખૂબ જ ગુસ્સે થયા હતા અને આ યોજના પિતા ખીજાયા હોવાને કારણે આયુષ જ ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. સવારના વારે તેણે ઘરમાં દરેક લોકો સાથે ગુસ્સો કર્યો હતો. આયુષને બીજી શાળામાં અભ્યાસ માટે મોકલવામાં આવ્યો હતો.

ત્યાં દરેક મિત્રો સાથે રહીને તે ખૂબ જ ખરાબ આદતે ચડી ગયો હતો. આયુષ્ય તેમની માતા સાથે પણ ખરાબ વર્તન કર્યું હતું અને માતાને જેમ તેમ બોલ્યું હતું. ત્યારબાદ તેણે પોતાનો મોબાઈલ ફોન પણ ફેંકીને તોડી નાખ્યો હતો. આયુષથી નાનાભાઈના ચશ્મા તોડી નાખ્યા હતા અને નાનાભાઈને તેણે માર માર્યો હતો.

જેના કારણે તેમના પિતાએ વિચાર્યું કે આયુષને નશા મુક્તિ કેન્દ્રમાં મૂકી દેવો જોઈએ. આયુષને નશા મુક્તિ કેન્દ્રમાં છોડી આવ્યા હતા અને તે સારી રીતે સ્વસ્થ થઈ જશે. ત્યારબાદ તેને લઈ જશે તેમ કહ્યું હતું અને શાળાનો દિવસો ચાલુ થતા આયુષને નશામુક્તિ કેન્દ્રમાંથી લઈ જવામાં આવશે તેમ કહ્યું હતું. ત્યારબાદ આયુષના પિતા એક દિવસ આયુષને મળવા માટે કેન્દ્રમાં ગયા હતા..

તે સમયે આયુષને તેમના પિતા સામે મળવા દેવામાં આવ્યો નહીં અને પિતાને સીસીટીવી કેમેરામાં પોતાના દીકરાને જોઈ લેવાનું કહ્યું હતું. નશા મુક્તિ કેન્દ્રના દરેક લોકો આયુષ પર ખૂબ જ ખરાબ વર્તન કરી રહ્યા હતા. જેના કારણે આયુષના પિતાને બરાબર ન લાગતાં તેઓ બીજીવાર આયુષને મળવા માટે કેન્દ્રએ ગયા હતા.

તે સમયે આયુષને તેમના પિતાને મળવા દેવામાં આવ્યો હતો. ત્યારે આયુષ્ય તેમના પિતાને જણાવ્યું હતું કે સૂજીત કુમાર નામના એક સ્ટાફ કર્મચારીએ તેને માર માર્યો હતો. જેના કારણે આયુષને મોઢાના ભાગમાં ઈજા થઈ ગઈ હતી. બે ત્રણ દિવસ સુધી આયુષ ખાઈ શક્યો ન હતો અને સ્ટાફના લોકોએ તેને દવા પણ આપી ન હતી પરંતુ બીજા કોઈ કર્મચારીઓએ આયુષને દવા આપી હતી.

અને આયુષે જણાવ્યું હતું કે, રાત્રે સુવાડાવવા ઊંઘના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. બીજા દિવસે વહેલી સવારે તેને બળજબરી પૂર્વક જગાડવામાં આવ્યો હતો અને સુજીતે આયુષ નો ધાબળો ખેંચીને તેને ગાળો આપી હતી. આયુષ સામુ બોલ્યો હતો જેના કારણે સૂજીતે તેને એક લાફો મારી દીધો હતો તેમના દીકરા સાથે 10-12 દિવસ સુધી રહ્યો ત્યાં સુધી આવું ટોચર કરવામાં આવ્યું હતું.

તે જણાવ્યું હતું છતાં પણ તેમના પિતાએ ડોક્ટરના કેવા પ્રમાણે આયુષને હજુ દસ-બાર દિવસ ત્યાં રાખવો પડશે તેમ કે પિતા આયુષને છોડીને આવતા રહ્યા હતા. ત્યારબાદ એક દિવસ કેન્દ્રમાંથી પિતાને ફોન કરવામાં આવ્યો હતો કે આયુષની તબિયત બરાબર ન રહેતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે તરત જ પિતા સુરેશ ભાઈ તરત જ હોસ્પિટલ પહોંચ્યા હતા.

તે સમયે જોયું તો તેમનો દીકરો વેન્ટિલેટર પર હતો અને આયુષ સાથે એવી કઈ ઘટના બની હતી કે જેમના કારણે તેમના દીકરાની આવી હાલત થઈ ગઈ હતી. ત્યારબાદ થોડા સમય જતા આયુષનું મૃત્યુ થઈ ગયું હતું. તેમના પિતા ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. તે પહેલા જ આયુષને કેન્દ્રમાંથી લઈ આવ્યા હોત તો આજે તેમનો દીકરો જીવતો હોત.

આયુષના શરીર ઉપર તેમના પિતાને ઘણા બધા દાઝવાના નિશાન પણ મળ્યા હતા અને જ્યાં તેમનું શરીર દાઝી ગયું હતું. ત્યાં ચામડી દેખાઈ રહી ન હતી તેમના પિતાએ તરત જ ફૂલવાડી શરીફ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો અને નશા મુક્તિ કેન્દ્રના ડોક્ટરો પર આરોપો લગાવ્યા હતા. તેમના કારણે પોતાના દીકરાનો જીવ ગયો છે.

ત્યાં ખૂબ જ તેમના દીકરાને ટોચર કર્યું છે જેના કારણે દીકરો બીમાર થતા તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જેના કારણે પોલીસ આગળની તપાસ કરી રહી હતી. એક દીકરાએ આવી રીતે પોતાનો જીવ આવ્યો હતો એટલે જ કહેવાય છે કે મિત્રોની સંગત સારી હોય તો બાળકોના સંસ્કારો સારા થાય છે. મિત્રની સંગત તેથી સારી રાખવી જોઈએ…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *