Breaking News

16 વર્ષના દીકરાને કલાસીસથી ઘરે આવતા રસ્તામાં તેના મિત્રએ ચાકુના ઉપરાપર ઘા મારીને પતાવી દીધો, જોઇને લોકોના રુંવાડા બેઠા થઇ ગયા..!!

માતા-પિતા પોતાના બાળકોને ભણાવીને આગળ વધારવા માગે છે અને તેમનું ભવિષ્ય સારું થાય તે માટે માતા-પિતા ગમે તેવી મુશ્કેલીઓ ભોગવીને પોતાના બાળકોને ભણાવી રહ્યા છે પરંતુ બાળકો સાથે અચાનક એવી ઘટનાઓ બની રહી છે કે જેના કારણે તેમના માતા પિતાની બધી જ આશાઓ એક જ મિનિટમાં અધૂરી રહી જાય છે.

આવી એક ઘટના હાલમાં સામે આવી છે .આ ઘટના સરફાબાદ ગામમાં રહેતા પરિવારના દીકરા સાથે બની છે. દીકરાનું નામ દીપક હતું. દિપક તેમના માતા-પિતા સાથે રહીને શાળાએ અભ્યાસ કરવા માટે જતો હતો. દીપકના પિતા મજૂરી કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પિતા રોજીરોટી માટે દરરોજ મજૂરી કામે જતા હતા.

દિપકની ઉંમર 16 વર્ષની હતી પરંતુ તે તેમના પરિવારની એવી પરિસ્થિતિને સમજતો હતો કે ક્યારે તેણે પોતાના માતા-પિતા સાથે પાસે કોઈપણ વસ્તુઓ માંગી ન હતી દિપક નયડામાં આવેલી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને તે દરેક મિત્રો સાથે ખૂબ જ હળી મળીને રહેતો હતો પરંતુ એક દિવસ તેમના એક મિત્ર સાથે તેને ઝઘડો થયો હતો.

ઝઘડો થતાં દીપકએ તેમના મિત્ર સાથે સમાધાન પણ કરી લીધું હતું. થોડા દિવસ પહેલા થયેલા આ ઝઘડાનું વેર તેમનો મિત્ર દીપક સાથે બદલો લેવા માંગતો હતો. જેના કારણે એક દિવસ દીપક મોડી રાત્રે બોન ફાયર પ્રગટાવીને પોતાના ક્લાસીસથી ઘરે પરત આવી રહ્યો હતો. તે સમયે રસ્તા પર તેના ઝઘડો થયેલા મિત્રોએ તેને ઊભો રાખ્યો હતો.

દીપકએ શું કામ છે? તેમ પૂછતા જ દીપક પર મિત્રએ ધારદાર હથિયાર વડે હુમલો કરી દીધો હતો. હુમલો કરતા જ દીપક લોહી લુહાણ હાલતમાં રસ્તા પર પડી ગયો હતો. ત્યારબાદ તેમનો મિત્ર હુમલો કરીને ત્યાંથી ભાગી ગયો હતો પરંતુ આસપાસથી પસાર થતા લોકોએ દીપકને રસ્તા પર તડપતા જોયો હતો.

જેના કારણે સ્થાનિક લોકો તેમને તરત જ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારબાદ દિપકના પરિવારના લોકોને દીપક સાથે આ ઘટના બની હોવાની જાણ કરી હતી. જેના કારણે દીપકના પરિવારના લોકો હોસ્પિટલ પહોંચ્યા અને તેમણે જોયું તો તેમનો દીકરો જીવન મરણના જોલામાં જુલી રહ્યો હતો ત્યારબાદ તેમની સારવાર ચાલી રહી હતી.

પરંતુ સવાર થતા દીપકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. સારવાર દરમિયાન દિપકનું મૃત્યુ થઈ જતા પરિવારના લોકો આઘાતમાં ઢળી પડ્યા હતા. દિપકના પિતાએ પોલીસ સ્ટેશનમાં તેમના મિત્ર સામે ફરિયાદ નોંધાવી હતી અને તેણે દીપક પર હુમલો કર્યો હોવાને કારણે પોતાના દીકરાએ જીવ ગુમાવ્યો છે તેમ આરોપો લગાવ્યા હતા.

જેના કારણે પોલીસ દીપકના મિત્રોની તપાસ કરી રહી હતી અને આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાને પણ ચેક કરીને તેમના મિત્રની તપાસ કરી રહ્યા હતા. અચાનક દીપકનું મૃત્યુ થઈ જતા તેમના માતા-પિતા આઘાતમાં ઢળી પડ્યા હતા અને તેઓ દિપકને યાદ કરીને ખૂબ જ રડતા હતા…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *