Breaking News

14 વર્ષની દીકરીમાં વળગાડ છે કહીને કઠીયાવાડી પિતાએ તાંત્રિક વિધિના નામે ભૂખી તરસી રાખીને મારી નાખી, માસુમની આપવીતી જાણી રુંવાટા બેઠા થઈ જશે..!

અત્યારે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના તાલાલા બંદરમાંથી આવેલા ઘાવા ગીર ગામમાં એક ચકચારી ઘટના બની જવા પામી છે. આ ઘટના જાણીને તમારા પણ રુવાટા એક બેઠા થઈ જશે અને વિચારવા લાગશો કે, આ કેવા પિતા છે કે જેણે પોતાની 14 વર્ષની લાડકી દીકરીની બલી ચડાવી દીધી છે..

આ સમગ્ર ઘટનાએ અત્યારે સૌ કોઈ લોકોને હચમચાવી દીધા છે. તાલાલા ઘાવા ગીર ગામમાં ભાવેશભાઈ અકબરી તેમજ તેમનો પરિવાર રહે છે. તેઓ તેમની જન્મદિવસની દીકરી ધૈર્યા અને તેમની પત્ની કપિલાબેન સાથે સુરતમાં રહેતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓએ તેમની 14 વર્ષ ની દીકરીનું એડમિશન ગામડા પાસેની એક શાળામાં કરાવ્યું હતું..

ભાવેશભાઈ અકબરી સુરત રહેતા હતા. ત્યારે તેમના મોટાભાઈ દિલીપભાઈ અકબરી ગામડે રહેતા હતા. દિલીપભાઈ અને ભાવેશભાઈ એ મળીને 14 વર્ષની દીકરી ધૈર્યામાં વળગાડ છે તેમ કહી તેના ઉપર તાંત્રિક વિધિઓ આચરીને હાલ તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ સાંભળીને શરીર ધ્રુજવા લાગશે કે, આ કેવી રીતે શક્ય બન્યું..?

આજથી ચાર દિવસ પહેલાં દિલીપભાઈએ ધૈર્યાના નાના વાલજીભાઈ ડોબરિયાને ફોન કરીને જણાવ્યું હતું કે, ધૈર્યાનું ચેપી રોગના કારણે મૃત્યુ થયું છે. ધૈર્યાના નાના વાલજીભાઈ ડોબરીયા તાત્કાલિક આ ગામડે પહોંચ્યા હતા. અને ત્યાં રહેલા માહોલને જોઈને તેઓને શંકા જવા લાગી કે ધૈર્યાનું મૃત્યુ નહીં પરંતુ તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે..

એટલું જ નહીં પરંતુ ધૈર્યાના મૃત્યુના સમાચાર તેની માતા કપિલા બહેનને સુરતમાં જાણ થાય એ પહેલા તો ધૈર્યાના પિતા અને ધૈર્યાના બાપુજીએ ધૈર્યાના અગ્નિસંસ્કાર પણ કરી નાખ્યા હતા. આ ઘટનાની જાણકારી સુરતમાં રહેતી માતા કપિલાબેન ને થઈ ત્યારે તેઓ તાત્કાલિક ગામડે આવવા માટે નીકળી ગયા હતા.

જ્યારે આ ઘટનાને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી ત્યારે જાણકારી મળી કે 14 વર્ષની દીકરી ધૈર્યાને વળગાડ હોવાનું કહીને ભાવેશભાઈ ના કહેવાથી ધૈર્યાના જુના કપડાને સાથે લઈ તેઓ વળગાડ કાઢવા માટે તેમની શેરડીની વાડીમાં ગયા હતા. બપોરના ત્રણ વાગ્યા આસપાસથી હોય સૌ પ્રથમ તો ધૈર્યાના તમામ કપડાને ઓરડીની સામેના પથ્થર ઉપર મૂકીને સળગાવી દીધા હતા..

અને બે કલાક સુધી તેને આ અગ્નિ પાસે ઊભી રાખી હતી. તેના પગમાં પરપોટા પણ પડી જવાને કારણે તે રાડો પાડવા લાગી. પરંતુ તેને ધરાવી ધમકાવીને શાંત કરી દીધી હતી. એટલું જ નહીં તેઓએ આખી રાત પણ વળગાડ કાઢવા માટેની જુદી જુદી વિધિઓ કરી હતી. પોતાના ખેતરમાં તેઓએ આ કાર્યક્રમ આદરી નાખ્યો હતો..

એટલું જ નહીં તેઓએ માસુમ ધૈર્યાને લાકડી તેમજ વાયરથી ઢોરમાર પણ માર્યો હતો. અને તેમની શેરડીની ખેતરની વચ્ચોવચ લઈ ગયા ત્યાં તેના માથામાં ગાંઠો મારીને લાકડી પણ બાંધી દીધી હતી. આ સાથે સાથે બંને બાજુ ખુરશી રાખીને તેને બેસાડી દીધી હતી. આ ઉપરાંત તેઓને બે થી ત્રણ દિવસ કોઈ પણ ખાવા પીવાની ચીજ વસ્તુ પણ આપી નહીં..

ધૈર્યાના પિતા ભાવેશભાઈ અને ધૈર્યાના બાપુજી દિલીપભાઈ બંને ધૈર્યાની હાલત જોવા માટે થોડી થોડી વારે ખેતરમાં જતા હતા. પરંતુ ધૈર્યાએ આંખ બંધ કરી દીધી હતી અને તે કશું બોલતી હતી નહીં કારણ કે તેના ઉપર તેના જ પિતાએ તાંત્રિક વિધિના બહાને ન કરવાની ચીજ વસ્તુઓ કરી નાખી છે..

શું તેઓને એક પણ વાર પોતાની દીકરીનો ખ્યાલ નહીં આવ્યો હોય..? તો કેટલાક લોકો કહી રહ્યા છે, આખરે આ કેવો બાપ છે કે, જેને પોતાની દીકરી ઉપર દયા આવી નથી. જ્યારે એક દિવસે સવારે તેઓ ખેતરે ગયા ત્યારે ધૈર્યા જમીન ઉપર આડી પડી ગઈ હતી. તેઓને કહ્યું કે હજુ પણ જીવે છે.

એટલા માટે તેમને તપાસ કર્યા વગર ત્યાંથી જતા રહ્યા હતા. પરંતુ તેની આ મૃત્યુ પામી હતી. અને તેના શરીરમાં જીવંતો પણ પડવા લાગી હતી. જ્યારે મૃત્યુના બનાવની જાણ થઈ ત્યારે તેઓએ ધૈર્યાને કોથળી તેમજ બ્લેન્કેટ અને ગોદડામાં વીંટીને તેની અંતિમવિધિ કરી નાખવાનું નક્કી કરી નાખ્યું હતું..

તેઓ એક સફેદ કલરની ગાડીની ડીકીમાં માસુમ દીકરીની લાશને ગામના સ્મશાન પાસે લઈ ગયા હતા અને ત્યાં તેની અંતિમ વિધિ પણ કરી નાખી હતી. હાલ આ ઘટનાને લઈને ભારે ચક્કર મચી જવા પામ્યો છે. ધૈર્યાના નાના વાલજીભાઈ ડોબરીયાએ તેમના જમાઈ ભાવેશભાઈ અકબરી તેમજ તેમના મોટાભાઈ દિલીપભાઈ અકબરી સામે ફરિયાદ નોંધાવી છે..

પોલીસે પણ ફરિયાદ નોંધીને જરૂરી તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનામાં ઘણા બધા પ્રશ્નોને લઈને ખૂબ જ ચર્ચા વિચારણા થઈ રહી છે. આ ઉપરાંત આ બંનેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. પણ આ બનાવને લઈને ભારે દુઃખની લાગણી પણ છવાઈ ગઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *