Breaking News

13 વર્ષની દીકરી સતત મોબાઈલ ઉપર વાત કરતા માતાએ તેને ઠપકો આપ્યો, માઠુ લાગી જતા દીકરીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો..!

હાલના સમયમાં ના બને એટલા બનાવો ઓછા છે. અને હવે તો નાની ઉંમરમાં પણ દીકરા કે દીકરીનું એટલું બધું ધ્યાન રાખવું પડે છે કે, જેની ન પૂછો વાત, તેમજ જો તેમને થોડો ઘણો પણ વધારે ઠપકો અપાઈ જાય તો તેઓ ખૂબ જ મોટું પગલું ભરી લેતા હોય છે. એટલા માટે દરેક માતા પિતાની તેના બાળકો પ્રત્યેની સમજણ અને વાતચીત કરવાની આવડત ખૂબ જ સારી રાખવી જરૂરી બની ગઈ છે..

અત્યારે સુરતમાં એક હચમચાવી દેતી ઘટના બની ગઈ છે. આ ઘટના મૂળ બિહારના વતની અને સુરતના કવાસ ગામમાં રહેતા પરિવાર સાથે બની છે. આ પરિવારની 13 વર્ષની દીકરી ધોરણ પાંચની અંદર અભ્યાસ કરી રહી હતી. તે છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ ઉપર અન્ય વ્યક્તિઓ સાથે સતત વાતચીત કરતી હતી..

તેની માતાને શંકા જતા તેણે તેની દીકરીને મોબાઈલ મૂકીને ભણવા માટે જણાવ્યું હતું. પરંતુ તેમની દીકરીએ મોબાઈલની બાજુ પર મૂકી દેવાને બદલે રોજબરોજ અન્ય વ્યક્તિઓ સાથે વાતચીત કરવાની ખૂબ જ વધારી દીધી હતી. એટલા માટે તેની માતાએ તેને એક મીઠો ઠપકો આપ્યો હતો અને આ ઠપકાનું માત્ર 13 વર્ષની દીકરીને માઠું લાગી જતા..

તેણે ઝેરી દવા ગટગટાવવી લીધી હતી અને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને સાંભળ્યા બાદ તમારા રૂવાટા એકાએક બેઠા થઈ જશે અને તમે વિચારવા લાગશો કે, માત્ર 13 વર્ષની દીકરી કે જે ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે. તે એ વાતો કયા રવાડે ચડી હશે કે તે અવારનવાર મોબાઇલ ફોનમાં વધારે પડતી વાતચીત કરવા લાગી હતી..

જે ખૂબ જ ચોંકાવનારી બાબત છે. જ્યારે આ દીકરીએ દવા ગટગટાવીને આપઘાત કરી લીધો ત્યારબાદ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી હતી અને ત્યાંથી તે સ્વસ્થ થઈ જતા તેને ઘરે રજા આપી દેવામાં આવી હતી. પરંતુ તેની તબિયત દિન પ્રતિદિન લથડવા લાગતા ફરી પાછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી..

જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું હતું, આ બનાવને લઈને સમગ્ર પરિવાર ખૂબ જ ઊંડા શોકની અંદર ગરકવ થઈ ગયો છે. હકીકતમાં દીકરીની મૃત્યુનું કારણ શું છે, તે જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવવામાં આવ્યો છે. જે રિપોર્ટ આવ્યા બાદ આ 13 વર્ષની દીકરીના મૃત્યુનું સાચું કારણ બહાર આવી જશે..

આ મામલો આટલો બધો ચોકાવનારો છે કે, જેને દરેક વાલીએ હળવાશથી લેવો જોઈએ નહીં. અને આ મામલા ઉપરથી શીખ મેળવીને પોતાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને તેમને જરૂર પડે તો તેમની જ ભાષામાં મીઠો ઠપકો આપવો જોઈએ જેનાથી તેમના બાળકોને ક્યારેય પણ માઠું લાગે નહીં.

જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે. ત્યારે સમાજના લોકો વિચારમાં મુકાઈ જતા હોય છે કે, આ નાનકડી અમથી ઉંમરની અંદર જો અત્યારના યુવક યુવતીઓ આવું પગલું ભરી લેતા હોય તો આવનારો સમય કેવો રહેશે અને કેવા કેવા કડવા અનુભવો સહન કરવા પડશે તે વિચારીને તેવો અત્યારથી જ ફફડી ઊઠ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *