Breaking News

12 વર્ષની દીકરી રમતા રમતા 600 ફૂટ ઊંડા બોરમાં પડી ગઈ, આર્મીના જવાનોએ તેને બચાવવા માટે શરુ કર્યું રેસ્ક્યુ ઓપરશન અને પછી તો…

આજકાલ લોકો સાથે ઘણી બધી ગંભીર ઘટનાઓ બની રહી છે. ગંભીર ઘટનાઓ બનતા લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ક્યારેક બાળકો રમતા રમતા ઘણી બધી અણધારી ઘટનાઓના ભોગ બની રહ્યા છે. જેનું પરિણામ તેમના પરિવારને ભોગવવું પડે છે. આવી ગંભીર ઘટનાઓ બનતા પરિવાર ચિંતામાં મુકાઈ જાય છે.

આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટનામાં એક બાળકી 600 ફૂટ ઊંડા બોરમાં રમતા રમતા પડી ગઈ હતી. ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની હતી. સુરેન્દ્રનગર જિલ્લા ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં બની હતી. ગાજણવાવ ગામમાં એક દિવસ એક બાળકી સાથે ખૂબ જ મોટી દુર્ઘટના બની ગઈ હતી.

આ બાકીનું પરિવાર ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યું હતું. આદિવાસી પરિવારની કિશોરી સાથે આ ઘટના બની હતી. ગાજણવાવમાં એક આદિવાસી પરિવાર ખેત મજૂરી કરીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવી રહ્યું હતું. તેઓ માલિકોની જમીનમાં ખેતી કરી રહ્યા હતા. તેમના માલિક ગાજણવાવ ગામમાં રહેતા હતા.

ખેત મજૂરી કરવા માટે આ પરિવાર વાડીમાં ઘર બનાવીને રહેતું હતું. તેમના પરિવારમાં એક કિશોરી હતી. જેની ઉંમર 12 વર્ષની હતી. કિશોરીનું નામ મનીષા હતું. આ મનીષા એક દિવસ સવારના સમયે રમતા રમતા અચાનક ઘરની બાજુમાં આવેલા 600 ફૂટ ઊંડા બોરમાં પડી ગઈ હતી. તે બોર નજીક રમતી હોવાથી પરિવારજનોને લાગ્યું કે તે રમતી હશે.

પરંતુ કિશોરી આસપાસના દેખાતા તરત જ પરિવારજનો બોર પાસે આવ્યા હતા અને તેમને જાણ થઈ હતી કિશોરી બોરમાં પડી ગઈ છે અને પરિવારોએ બચાવવા માટે આસપાસના વાડીના લોકોને ભેગા કર્યા હતા. ત્યારબાદ ગામના લોકો પણ આ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તરત જ મનીષાને બચાવવા માટે પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

તેને કારણે પોલીસે આર્મીની ટીમને આ ઘટનાની જાણ કરતા આર્મીની ટીમ તરત જ ગાજણવાવ ગામના ખેતરમાં બોર પાસે પહોંચી ગયા હતા. મનીષાને બહાર કાઢવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. બહાર કાઢવાના પ્રયત્નો કરતા સમયે જણાવ્યું હતું કે મનીષા 60 ફૂટ નીચે ફસાઈ હતી. આ બોર 600 થી 700 ફૂટ ઊંડો હતો.

તેને કારણે મનીષાને બચાવવા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ધ્રાંગધ્રા આર્મી અને પોલીસ તેમજ આરોગ્ય વિભાગની ટીમ એમ્બ્યુલન્સ વાન સાથે તરત જ ગાજણવાવ ગામે દોડી આવ્યા હતા. બચાવવા માટે બોરની અંદર સતત ઓક્સિજન મોકલવામાં આવી રહ્યું હતું. કિશોરીને બચાવવા માટે ખૂબ જ ઝડપી ઓપરેશન ચાલી રહ્યું હતું.

ત્યારબાદ સવારના સમયે પડેલીને બપોર થતા બોરમાંથી બહાર હેમખેમ કાઢવામાં આવી હતી. મનીષાને ચાર કલાકમાં 60 ફૂટેથી બહાર કાઢવામાં આવી હતી. બહાર કાઢતા જ 12 વર્ષની બાળકી મનીષાની જોતા જ પરિવારજનોની ખુશીનો પાર રહ્યો ન હતો. જ્યારે મનીષા બોરમાં ગઈ હતી. ત્યારે પરિવારજનોના પગ પાણી પાણી થઈ ગયા હતા.

સૌ કોઈ લોકો આઘાતમાં આવી ગયા હતા. ત્યારબાદ મનીષાની બહાર સુરક્ષિત જોઈને સૌ કોઈ લોકો ગળગળા થઈ ગયા હતા. મનીષા બેભાન અવસ્થામાં હોવાથી તેને સારવાર માટેની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આવી રીતે આર્મીની ટીમને તરત જ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરીને કિશોરીને બહાર કાઢી હતી.

આજકાલ આવી ઘટનાઓ બનતા પરિવારજનો ખૂબ જ આઘાતમાં મુકાઈ જાય છે અને આવી ઘટનાઓ બનતા ઘણા બધા લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે પરંતુ આર્મીની દિલધડક કામગીરીને કારણે આ ઓપરેશન સફળ રહ્યું હતું અને ફસાયેલી દીકરીને બચાવી લેવામાં આવી હતી. અને આર્મીની મહેનત રંગ લાવી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *