Breaking News

12માં ધોરણમાં ભણતી દીકરીની પાછળ પડેલા યુવકની હેરાનગતિથી કંટાળી દીકરીએ ઝેરી ટીકડા પીઈ લીધા, માં-બાપને રડતા જોઈ રુંવાટા બેઠા થઈ જશે..!

જેમ-જેમ દીકરા કે દીકરીઓની ઉંમર વધતી જાય છે. તેમ-તેમ તેના મા બાપને ચિંતા પણ વધી જતી હોય છે. જો માતા પિતાએ તેમના બાળકોને સારા સંસ્કાર અને સારી વાતો શીખવી હોય તો તેમના દીકરાઓ હંમેશા સફળતાના પગલાંઓ ભરતા રહે છે. પરંતુ અમુક દીકરા કે દીકરીઓ જુવાનીની ઉંમરમાં ન કરવાના કારનામાઓ કરી બેસે છે..

જેને લઇ કેટલીક વખત બીજા વ્યક્તિઓને પણ જીવ દેવાનો વારો આવી જાય છે. જ્યારે જ્યારે પણ આવી ઘટનાઓ ઘટી છે, ત્યારે જ્યારે દરેક સમાજની આંખો એકાએક પહોળી થઈ ગઈ છે. અને ફરી ક્યારે આવી ઘટના ન ઘટે એટલા માટે સમાજના અગ્રણીઓ સમાજ જોગ સંદેશો પણ જાહેર કરતા હોય છે..

અત્યારે હરિયાણાના ફરીદાબાદના સેક્ટર નંબર ત્રણમાં ધોરણ 12 માં ભણતી એક દીકરીએ ઝેરી ટીકડા પીને આપઘાત કરી લીધાનો મામલો સામે આવ્યો છે. જ્યારે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે જણાયું કે, આ દીકરીની પાછળ એક લફંગો યુવક છેલ્લા કેટલાક વર્ષોથી પડ્યો હતો..

અને તે આ દીકરીને ખૂબ જ હેરાનગતી પહોંચાડતો હતો. કેટલીક વખત તો જાહેરમાં પણ આ દીકરીને શરમનો અનુભવ કરવો પડે તેવી હરકતો આ યુવક કરવા લાગ્યો હતો. જ્યારે આ દીકરીએ પોતાના પરિવારજનોને જણાવ્યું કે, આ યુવક છેલ્લા કેટલાક દિવસથી તેની પાછળ પાછળ આવીને ખૂબ જ હેરાનગતિ પહોંચાડે છે..

ત્યારે પરિવારજનો એ આ યુવકને મેથીપાક ચખાડવા માટે તેને પકડી પાડ્યો હતો. અને તેના ઘર સુધી પહોંચી બરાબરનો ઠપકો આપ્યો હતો. છતાં પણ આ યુવકની અકલ ઠેકાણે આવી નહીં. અને તે સતતને સતત આ દીકરીને હેરાનગતિ પહોંચાડી ત્રાસ આપતો હતો. કેટલીક વખત તો તે આ યુવતીની પાછળ પાછળ શાળાને ટ્યુશનને પણ ચાલ્યો જતો.

આ લફંગા યુવકના કારણે દીકરી અને તેના પરિવારજનો ખૂબ જ નારાજ હતા. દીકરીના પરિવારજનો એ વિચાર્યું કે, તેઓ હજુ એક વખત આ યુવકના પરિવારજનોને ઠપકો આપશે જો તે નહીં સુધરે તો તેના ઉપર હવે કાયદેસરના પગલાં પણ લેશે. પરંતુ તેઓ કાયદેસરની કાર્યવાહી ના પગલા ભરે એ પહેલા તો તેમની દીકરીએ જ આ ત્રાંસથી કંટાળી જઈ ઝેરી ટીકડા પીને આપઘાત કરી ખૂબ જ મોટું પગલું ભરી લીધું હતું.

જ્યારે આ ઘટના બની ત્યારે દીકરીના માતા પિતાનું હૈયાફાટ રૂદન જોવા મળ્યું હતું. ત્યાં આસપાસ ઉભેલા લોકોનું કહેવું છે કે, આ માતા-પિતા અને રડતા જોઈને સૌ કોઈ લોકોના રુવાટા એકાએક બેઠા થઈ ગયા હતા. ચારે બાજુ શોકનો માહોલ છવાઈ ગયો હતો. તો દરેક માતા-પિતા કે જેમના દીકરા કે દીકરી જુવાન ઉંમરના છે તે દરેક વ્યક્તિઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો સાબિત થયો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *