Breaking News

11 વર્ષની દીકરી રમત-રમતમાં ગળા ફાંસાનું નાટક કરવા ગઈ અને નીચેનું વાસણ ખસી ગયું અને પછી તો.. વાંચો..!

આજકાલ બાળકો રમત-રમતમાં ઘણી વખત એવું કરી નાખે છે. કે જેના કારણે તેમનો પરિવાર આખી જિંદગીભર પછતાય છે. રાજકોટ શહેરમાં એવો ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો નજરે ચડતા મા-બાપની ચિંતા વધી ગઈ છે. આજકાલ આપણી આસપાસ ટીવીમાં કે ન્યુઝ પેપરમાં સાંભળવામાં આવતું હોય છે, કે ગળે ફાંસો ખાઈને કે અન્ય કોઇ કારણોસર આપઘાત ના અનેક બનાવો જોવામાં અને સાંભળવામાં આવે છે.

નાના બાળકો આ પ્રકારનું જોઈને તેઓ પણ રમત રમતમાં તેઓની એક્ટિંગ કરવાનું સૂઝે છે. મૂળ નેપાળ ના વતની નરેશસિંહ લોહાર 1 વર્ષ પહેલા પત્ની અને ત્રણ પુત્રી સાથે રાજકોટ રોજી-રોટી કમાવવા માટે આવ્યો હતો. એક એપાર્ટમેન્ટમાં તે એક રૂમમાં રહીને ચોકીદારી નું કામ કરતો હતો.

શનિવારે તે પોતે અને તેની પત્ની બંને બહાર ગયા હતા. ત્યારે ઘરે માત્ર તેને ત્રણ પુત્રીઓ હતી. એ સમયે એવી ઘટના બની છે, કે જે જોઈને આંખો ફાટી નીકળશે. ત્યારે તેની મોટી પુત્રી સમીક્ષા જેનાથી નાની બે બહેનોને ગળે ફાંસો ખાઈને કેવી રીતે જીવન ટૂંકાવી શકાય તેની રીત બતાવતી હતી.

હકીકતમાં જે એક રમત માં આ પ્રકારનું કામ તેની બહેનો ને બતાવી રહી હતી. જેઓની વચ્ચે મરવાની વાતો થઇ રહી હતી મોટી પુત્રી સમીક્ષા એ એક સળિયામાં ચૂંદડી બાંધી દીધી હતી. અને એ પછી જમીન પર એક વાસણ મૂકીને તેના પર ઊભી રહી ગઈ.

ત્યારબાદ તેણે ચુંદડી નો બીજો છેડો ગળામાં બાંધ્યો. અને બસ એ જ સમયે તેને તેનું મોત પુકારતું હોય તેવી રીતે તેના પગ નીચે રહેલું વાસણ અચાનક જ ખસી જતાં લડકી પડી હતી. તેમજ તેનું ગળું ચુંદડીમાં દબાઈ જતા તે બુમાબુમ મચાવવા લાગી હતી. પરંતુ તેની સામે તેની નાની બહેન હતી તેને કોઈ સમજ ન પડ્યું ..તેથી તેઓ પણ તેને બચાવવામાં સમસ્યા હતા તે જીવ ગુમાવી દીધી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શનિવારે શહેરના રણછોડનગર, મધુરમ હોસ્પિટલ પાસે આવેલા ગોલ્ડકોઇન એપાર્ટમેન્ટ નામના બિલ્ડિંગમાં બાળકીએ ફાંસો ખાઇને આપઘાત કર્યાની ઘટના પ્રકાસમાં આવી હતી. માતાપિતાને આ વાતની જાણ યા બાદ તેમણે 108ને બોલાવી હતી.

જોકે, 108ની તપાસમાં તરુણીનું મોત નીપજ્યાનું જાહેર કરી તેમણે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. જેથી પોલીસ કંટ્રોલરૂમે તુરંત બી ડિવિઝન પોલીસમથકને બનાવની જાણ કરતા તેમની ટીમ તાત્કાલિક આવી ગઇ હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *