અત્યારના સમયમાં બાળકો જોત જોતામાં જ એવ પગલાં ભરી લે છે. જેની સજા મા-બાપને આખી જિંદગી ભોગવવી પડે છે. વિદ્યાર્થીઓ ભણતી વખતે એટલા ટેન્શનમાં આવી જતા હોય છે કે તેમાંથી તેઓને બહાર નીકળવા માટે યોગ્ય સમજદાર વ્યક્તિ ની જરૂર હોય છે.
જો એ સમયે તેમને યોગ્ય સમજ આપવામાં ન આવે તો તેઓ ઊંધી દિશામાં પગલાં ભરી લે છે. વિદ્યાર્થીઓના આપઘાત કરી લેવાના કિસ્સાઓમાં વધારે એક કિસ્સો ઉમેરાઈ ગયો છે. સુરતમાં રાંદેર વિસ્તારમાં ઉગત રોડ પર આવેલી શ્રીજીનગર સોસાયટીમાં રહેતા રીતેશ વર્માએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે.
રણજીત વર્મા નો પરિવાર શ્રીજીનગર સોસાયટીમાં રહે છે. તેઓ મૂળ બિહારના વતની છે. રણજીત વર્મા સુરતના પીએફ વિભાગમાં ક્લાર્ક તરીકે ની ફરજ નિભાવે છે. જ્યારે દીકરો કેન્દ્રીય વિદ્યાલય માં અંગ્રેજી મીડિયમમાં 11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. તે ભણવામાં ખૂબ હોશિયાર હતો.
તેમજ તેને ભણતરની દરેક દરેક વાતો ને લઈને સતત ટેન્શનમાં રહેતો હતો. તે તેની રૂમમાં રોજની જેમ વાંચતો હતો. પરંતુ લાંબા સમય સુધી તેણે રૂમનો દરવાજો ખોલ્યો નહોતો. જ્યારે તેને તેના પિતા જમવા માટે બોલાવવા ગયા તો અંદરથી કોઈ જવાબ આપ્યો ન હતો. પિતાએ વારંવાર દરવાજો ખખડાવવા છતાં પણ અંદરથી કોઈ દરવાજો ન ખોલ્યો.
તો એટલે પિતા રણજીત વર્માએ દરવાજો તોડી નાખ્યો અને જોયું તો રણજીત વર્મા અને તેમની પત્ની બંને ના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. રિતેશે બપોરના સમયે પોતાની રૂમમાં બંધ કર્યા બાદ ફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવ્યું છે. તેની રૂમમાં તપાસ કરતાં જણાયું છે કે રિતેશ એક સુસાઈડ નોટ લખી ને ગયો છે…
જેમાં તેણે લખ્યું હતું કે તેને ભણતરની દરેક બાબતોમાં સતત ભય સતાવતો હતો. તેમજ વારંવાર ટેન્શનના કારણે તે હતાશ થઈ જતો હતો. તેને વારંવાર નાપાસ થવાનો પણ ડર લાગતો હતો. જો તે નાપાસ થશે તો તેની બધી મહેનત પર પાણી ફરી વળી જશે તેથી તેણે આપઘાતનું પગલું ભરી લીધું હતું…
આ કિસ્સો સાંભળ્યા બાદ ગુજરાત પોસ્ટ ના માધ્યમથી વાલીઓને એક નમ્ર અપીલ છે કે તમારા બાળક સાથે તેમની ઉંમર મુજબ વાતચીત કરો. તેમજ તે તેમની દરેક વાત ચીત તમારી સુધી સરળ રીતે પહોંચાડે તે મુજબનું વાતાવરણ બાળક સામે રજૂ કરો. જેથી કરીને બાળકને કોઈ પણ મુશ્કેલી પડે તો તે ક્યારેય પણ વાલીને કહેવામાં અચકાય નહીં.
તેમજ બાળક સાથે મિત્ર બનીને રહો કારણકે જ્યારે બાળક એટલું પડી જાય છે અને તે કોઈ મુશ્કેલીમાં હોય છે તેવા સમયે તેને કોઈ માર્ગદર્શન આપવાનું ન મળે તો તે ઉંધી દિશાએ ચડી જાય છે…..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]