Breaking News

10 વર્ષનો દીકરો ઘરે આંગણામાં રમતા-રમતા 140 ફૂટ ઊંડા બોરમાં પડ્યો, તરત જ NDRFની ટીમ આવી અને પછી તો..!!!

નાના બાળકો રમત રમતમાં પોતાના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે. બાળકો સાથે ઘણી બધી ગંભીર દુર્ઘટનાઓ સર્જાઈ જતા તેના પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આવી ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે. નાના બાળકો રમી રહ્યા હોય છે. જેમાં માતા પિતાનું ધ્યાન ન રહેતા તેઓ પોતાની સાથે જીવલેણ ઘટના સર્જી લે છે. અવારનવાર નાના બાળકો સાથે બનતા બનાવો ખૂબ જ સામે આવી રહ્યા છે.

જેમાં વધુ એક બનાવ હાલમાં સામે આવ્યો હતો. આ બનાવ છત્તીસગઢમાં બન્યો હતો. છત્તીસગઢમાં જાંજગીર વિસ્તારમાં આવેલા પહેરીદ ગામમાં રહેતા પરિવારના દીકરા સાથે બન્યો હતો. આ ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં પતિ-પત્ની અને તેમનો દીકરો રહેતા હતા. પરિવારમાં રહેતા પિતાનું નામ રામકુમાર શાહુ હતું.

તેમના દીકરાનું નામ રાહુલ શાહુ હતું. રાહુલની ઉંમર 10 વર્ષની હતી. રાહુલ પોતાના પરિવાર સાથે ખૂબ જ હળી મળીને રહેતો હતો. રાહુલ નાનપણથી જ માનસિક રીતે તે કમજોર હતો. તેને નાનપણથી જ માનસિક બીમારી હતી. જેના કારણે રાહુલ રમત રમતમાં પોતે શું કરી રહ્યો છે તે તેને ખબર રહેતી ન હતી. તેના માતા પિતા તેનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખી રહ્યા હતા.

માતા પિતા ખેતી કામ કરીને પોતાનું ગુજરાત ચલાવતા હતા. રામકુમારએ પોતાના ઘરના આંગણામાં બોર કરાવેલો હતો. જેના કારણે સાંજનો સમય થતાં દીકરો ઘરના આંગણામાં રમી રહ્યો હતો. રાહુલ તે સમયે રમતો રમતો બોરમાં અચાનક પડી ગયો હતો. બોર કુલ 140 ફૂટ ઊંડો હતો. અચાનક રાહુલનો પગ લપસતા તે બોરમાં જતો રહ્યો હતો.

તેને કારણે પરિવારના લોકોને રાહુલ ન દેખાતા થોડીવારમાં તેણે રાહુલને શોધવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પરિવારના લોકોને લાગ્યું કે રાહુલ ગામમાં જતો રહ્યો છે, જેના કારણે પરિવારના લોકોએ ગામમાં રાહુલને શોધ્યો હતો પરંતુ રાહુલ મળ્યો ન હતો ગામના તમામ લોકો રાહુલને શોધી રહ્યા હતા. ત્યારબાદ તેના પિતા પરત ઘરે આવ્યા હતા.

તે સમયે રાહુલનો અવાજ આવી રહ્યો હતો પરંતુ રાહુલ દેખાતો ન હતો. જેના કારણે પિતાએ બોરમાં બત્તી વડે જોતા ત્યાંથી રાહુલનો અવાજ તેને સાંભળ્યો હતો. જેના કારણે પરિવારના લોકોને રાહુલ બોરમાં પડી ગયાની જાણ થઈ હતી. તરત જ રાહુલના પરિવારના લોકોએ પોલીસ અને પ્રશાસન ટીમને ફોન કર્યો હતો અને એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી.

જેને કારણે બોરની બાજુમાં ખાડો ખોદીને રાહુલને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. રાહુલને ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યું હતું અને તેને પર કેમેરા વડે નજર પણ રાખવામાં આવી રહી હતી. રાત સુધીમાં 20 ફૂટથી વધુ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો અને ધીમે ધીમે 80 ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. છતાં પણ રાહુલ દેખાઈ રહ્યો ન હતો.

જેને કારણે હજુ એન ડી આર એફ ની ટીમ ખાડો કરી રહી હતી અને રાહુલને બચાવવાના પ્રયાસો કરી રહ્યા હતા ગામના તમામ લોકો ભેગા થઈ ગયા હતા અને ગામમાં રાહુલ બોરમાં પડી જતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. રાહુલને 13 કલાકના ઓપરેશન બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. જેના કારણે પ્રશાસન ટીમ અને એનડીઆરએફનું ટીમનું પરિવારના લોકોએ આભાર માન્યો હતો.

પરિવારના લોકોને રાહુલ સહી સલામત જોઈને તેઓના જીવ પણ શાંત થયા હતા. નાના બાળકો સાથે આવી જીવલેણ ઘટના બની જતા પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. અવારનવાર આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. જેને કારણે બાળકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે અને પરિવારથી વિખુટા થઈ રહ્યા છે. દરેક લોકોએ પોતાના બાળકોને ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. નાની ઉંમરમાં બાળકો પોતાની સાથે કઈ ઘટના કરી લે છે તે કહી શકાતું નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *