Breaking News

10 વર્ષના માલધારી બાળક પર અજગરે હુમલો કર્યો અને પછી તો.. જુવો વિડીયો

આજકાલના સમયમાં સાહસિક બાળકો ખુબ ઓછા જોવા મળે છે. જે બાળકોમાં સાહસ ફૂટી ફૂટીને ભરેલું હોઈ તે બાળકના માતા પિતા પણ ખુબ સાહસિક હોઈ છે. કહેવાઈ છે કે કોઈપણ વિકટ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે સાહસ અને નિર્ણય લેવાની શક્તિ ખુબ જ જરૂરી હોઈ છે..

આજે અમે વાત કરીશું એક 10 વર્ષના માલધારી બાળકના સાહસ વિશે.. જે વાંચીને તમારું દિલ પણ ગદ ગદ થય જશે. માળિયા હાટિના તાલુકાના જલંધર ગામની સીમમાં એક દસ વર્ષના બાળક ખેતરમાં રમતો હતો. તેનું ધ્યાન સંપૂર્ણ રીતે રમતમાં હતુ. અત્યારે ચોમાસું પૂર્ણ થયું છે અને બફારાનું પ્રમાણ વધી ગયું છે.

એટલે અસહ્ય ગરમીના લીધે જંગલી જીવ જંતુઓ પોતાના દર કે ઘરમાંથી બહાર નીકળીને આમ તેમ આંટા મારતા હોઈ છે. બાળક રમતો હતો ત્યારે અચાનક જ અજગરે તેનો પગ પકડીને તેનો શિકાર કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકે હિંમતભેર અજગરના મો પર મુક્કો મારી પોતાનો પગ તેના મોઢામાંથી છોડાવી લીધો હતો.

બાળકને ઇજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિલમાં ખસેડાયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં વનતંત્રએ અજગરનું તાકીદે રેસ્ક્યુ કર્યું હતું. ગીરની બોર્ડર પરના બાળકોની હિંમત કાબિલેદાદ હોય છે. બાળકના પિતા માલધારી હોવાથી અવારનવાર પોતાના પિતા સાથે રહી જંગલના પ્રાણીઓ વિશે વાતો સાંભળતો જેથી કયાં પ્રાણી સાથે કેવું વર્તન કરવું અને હુમલો કરે તો તેનો બચાવ કેવી રીતે કરવો તે વાત અગાઉ તેણે સાંભળેલી હતી.

અજગરના હુમલા બાદ તરત જ બાળકને યાદ આવ્યું કે મગર કે અજગર હુમલો કરે અથવા શિકારનો પ્રયાસ કરે તો તુરંત જ તેના માથાના ભાગે મારવું જેથી તે શિકારને છોડી દે.

બાળકના જણાવ્યા મુજબ અજગરને નજીકમાં રહેલો પથ્થર લઇને માથાના ભાગે માર્યો તો તરત જ અજગરે તેનો પગ છોડી દીધો. છતાંય બાળકે હિંમતભેર અજગરનો સામનો કરી જીવ બચાવ્યો તે ખરેખર કાબિલેદાદ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *