Breaking News

ઝૂલતો પુલ જોવા ગયેલા 8 લોકોમાંથી હું એકલી જ જીવતી આવી છું, જમીલા બહેનની વાતો સાંભળીને રુંવાટા બેઠા થઈ જશે..!

મોરબીના ઝુલતા પુલ ઉપર ત્રણ દિવસ પહેલા એક ભયંકર દુર્ઘટના બનવા પામી હતી. જેમાં અંદાજે 140 કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનાના પડઘા ખૂબ જ દૂર દૂર સુધી વાગ્યા છે. કારણ કે આ ઘટનામાં માસુમ 140 કરતા વધારે લોકોના જીવ ગયા છે. કોઈ પરિવારનો દીકરાનું મૃત્યુ થયું છે..

તો કોઈ પરિવારના દીકરા અને દીકરી બંનેનું મૃત્યુ થયું છે. તો અમુક પરિવાર આખાને આખા જ ખલાસ થઈ ગયા છે. આ દુઃખને કોઈપણ શબ્દોમાં વર્ણવી શકાય તેવું નથી. અત્યારે એક મહિલાની વાત અમે તમને જણાવવા જઈ રહ્યા છે. આ વાતને સાંભળતાની સાથે જ તમારી આંખોમાંથી પણ આંસુ સરવા લાગશે..

આ બહેનનું નામ જમીલાબહેન છે. તેઓએ જે શબ્દો કહ્યા છે, તે શબ્દો સાંભળતા જ એક હાથના રુવાટા ઉભા થઈ ગયા છે. જમીલાબેન એ જણાવ્યું કે, રવિવારના રજાનો દિવસ હતો અને તેઓ તેમના બાળકને પરિવારના સભ્યો સાથે ઝુલતા પુલ જોવા માટે ગયા હતા. તેવો કુલ પરિવારના આઠ સભ્યો આ પુલ ઉપર ગયા હતા..

પરંતુ ત્યાંથી તેઓ માત્ર એકલા જ પરત જીવતા ફરી શક્યા છે. જ્યારે અન્ય સાત લોકોનું આ દુર્ઘટનામાં મૃત્યુ થઈ ગયું છે. એક જ પરિવારના સાત વ્યક્તિનું મૃત્યુ થઈ જતા. આ પરિવાર ઉપર આફતોના આભ ફાટી નીકળ્યા છે. તેમનું કહેવું હતું કે, તેઓ આઠ લોકો ગયા હતા. જેમાંથી તેઓ એકલા જ જીવી જ પરત ફરી શક્યા છે..

જ્યારે તેની દેરાણી તેમના બે છોકરા તેમની નણદ તેમજ તેમની નણંદના બે છોકરા અને જમીલાબેનની એક દીકરીનું પણ મૃત્યુ થયું છે. જ્યારે જમીલાબેનને હાથમાં ફ્રેક્ચર થયું છે, આ ઉપરાંત તેઓનું કહેવું છે કે તેઓને હાથમાં ફ્રેક્ચર થયું હતું. જેની સારવાર તેમને મોરબીની સિવિલ હોસ્પિટલમાં મળવા પામી નથી..

ત્યાંથી તેમને માત્ર પાટો બાંધીને જ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે ગયા અને ત્યાં તેઓએ પાટો બંધાવ્યો હતો. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે, પુલ તુટવાની આ ઘટનાની અંદર ઘણા બધા પરિવારજનોના સભ્યોના મૃત્યુ થઈ ગયા છે. આ ઘટનાની પાછળ જવાબદાર વ્યક્તિને કડકમાં કડક સજા થવી જોઈએ અને ખૂબ જ કડકાઈથી કાર્યવાહી પણ થવી જોઈએ..

આ સાથે સાથે તેઓ રડતા રડતા જણાવતા હતા કે, આ ઘટનાની અંદર મૃત્યુ પામેલા તમામ લોકોની કિંમત શું માત્ર 17 રૂપિયા જ છે..? થોડાક પૈસા વધારે કમાવા માટે આ મોટા માથાઓએ ઘણા બધા લોકોની જિંદગી છીનવી લીધી છે. આ ઉપરાંત જમીલાબેને ઘણા બધા સવાલો કર્યા હતા પરંતુ હવે તેમના આ સવાલના જવાબ આપવાવાળું કોઈ પણ રહ્યું નથી.

તેમનું ઘર એકદમ સૂમસાન બની ગયું છે. જ્યારે તેઓ આ વાત જણાવતા હતા ત્યારે તેમના આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. હકીકતમાં જમીલાબેન માટે દુઃખની આ ઘડી સહન કરવી મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન સમાન બની ગઈ હતી. આખરે કોઈ પણ પરિવાર માટે જો પરિવારના સાત સભ્યોના એક જ સાથે નજર સામે મૃત્યુ થઈ જાય તો આ દુઃખની ઘડી સહન થઈ શકતી નથી.

વધારે પૈસા કમાવાની લાલચમાં પુલની ક્ષમતા કરતા ચાર ઘણા વધારે લોકોને પુલ ઉપર જવા દેવામાં આવ્યા હતા અને પુલ તૂટવાને કારણે 400 કરતાં વધારે લોકો મચ્છુ નદીની અંદર ખાબકી ગયા હતા. આ નદીમાં 15 થી 17 ફૂટ જેટલું પાણી હતું. જેમાં મોટાભાગે બાળકો અને મહિલાઓ ડુબીને મૃત્યુ પામ્યા છે.

જ્યારે અમુક લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. જ્યારે આ ઘટના બની ત્યારે તાત્કાલિક ધોરણે નેવી, આર્મી, એરફોર્સ, એનડીઆરએફ સહિતની જુદી જુદી ટીમો અને જિલ્લાના તમામ તરવૈયાઓને મોરબી બોલાવી લેવામાં આવ્યા હતા. અને ત્યાંથી બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી..

આખી રાત સુધી બચાવો કામગીરી શરૂ રાખતા સવાર સુધીમાં ઘણા બધા મૃતદેહોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ દુર્ઘટના ની અંદર અત્યાર સુધી કુલ 135 કરતા પણ વધારે લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઘણા બધા ઇજાગ્રસ્ત વ્યક્તિ હજુ પણ જીવન અને મરણ વચ્ચે લડાઈ લડી રહ્યા છે.

અમે અમારા ન્યુઝ પોર્ટલ ગુજરાત પોસ્ટના માધ્યમથી તમામ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવીએ છીએ તેમજ તમામ મૃતકોને પણ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ, ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને ફરી ક્યારેય આવો મોટો બનાવો કોઈપણ વ્યક્તિ સાથે ન બને.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *