Breaking News

યુવતીએ સવારે 7માં માળેથી કુદકો મારીને જીવ ટૂંકાવી દીધો, મરણચીખો સાંભળીને મચી ગયો રોકકકળનો માહોલ, કારણ જાણી ચોંકી જશો..!

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારની અંદર 30 વર્ષના ઉંમરની એક યુવતીએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. કોઈ વ્યક્તિ જીવનથી કંટાળી જાય છે અને અંતે તેને કોઈપણ વ્યક્તિનો સાથ સહકાર ન મળે તો તે આપઘાત કરવા તરફ પ્રેરાતો હોય છે. પરંતુ આવા સમયે કોઈ સારા વ્યક્તિનો સહારો લેવો જોઈએ..

અને યોગ્ય માર્ગદર્શન મેળવી પોતાની સાથે રહેલી તમામ મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત રાખવી જોઈએ. ચાંદખેડા વિસ્તારની અંદર ત્રાગડ રોડ ઉપર ઉપવન એપાર્ટમેન્ટ આવેલું છે. જેમાં વહેલી સવારે સાત વાગ્યા આસપાસ એક યુવતીએ સાતમા માળેથી કૂદકો લગાવી મોતને વાહલું કરી દીધું છે..

જ્યારે આ ઘટના બની ત્યારે એકાએક ચીસો ફાટી નીકળી હતી. આ ચીસો સાંભળતા સોસાયટીના તમામ લોકો તેમજ પરિવારજનો પણ તાત્કાલિક ત્યાં એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ ૩૦ વર્ષની યુવતીએ શા માટે આપઘાત કર્યો છે..?

તે જાણવા માટે સૌ કોઈ લોકો ચિંતાતુર બન્યા છે. આ યુવતીનું નામ પ્રિયંકા પરમાર છે. જે પોતાની માતા અને બહેનો સાથે એપાર્ટમેન્ટના E બ્લોકમાં રહેતા હતા. આ યુવતી એક ફિટનેસ ટ્રેનરે તરીકે નોકરી કરતી હતી. પરંતુ તેને શરીરે ખોટખાપણ હોવાને કારણે તેના ઘણા સમયથી લગ્ન થતા હતા નહીં..

તે જ્યારે નાની હતી ત્યારે પેટના ભાગે દાઝી ગઈ હતી. આ દાજના ડાઘા હજુ પણ તેના શરીર પર હોવાને કારણે તેમજ શારીરિક ખોટખાપણ હોવાને કારણે આ યુવતીના લગ્ન થતા હતા નહીં. આ બાબતને લઈને તે ખૂબ જ તકલીફમાં રહેતી હતી. તેના લગ્ન થયા હતા નહીં ખૂબ વધારે કોશિશ કર્યા બાદ પણ લગ્ન ન થતા તેણે મનોમન લગ્ન ન કરવાનું નક્કી કરી નાખ્યું હતું…

પરંતુ આ તમામ બાબતોથી કંટાળી અંતે તેણે આપઘાત કરી લીધો છે. આ યુવતી પાસેથી તેના ઘરેથી કે તેમજ સાતમા માળેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી. એટલા માટે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે. તેમજ આ યુવતીએ શા માટે આપઘાત કર્યો તેનું ચોક્કસ કારણ જાણવા માટે મથામણ કરી રહી છે..

યુવતીનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. જ્યારે સ્થાનિક લોકોના તેમજ પરિવારજનોના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે. આ યુવતી કોઈ બાબતની ચિંતામાં રહી પોતાની હસ્તી ખેલતી જિંદગીને ઠુકરાવી આપઘાત કરી લીધો છે. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર પંથકમાં એકાએક અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો છે.

તો પરિવારજનો રડી રડીને બેહાલ થયા છે. પરિવારજનો માટે આ દુઃખને સહન કરવું ખૂબ જ મુશ્કેલ છે. ઈશ્વર પરિવારજનો ને આ દુઃખનો સામનો કરવાની શક્તિ આપે. આજકાલ લોકો ખુબ જ આપઘાત કરી રહ્યા છે, ભગવાને ખુબ સારી જિંદગી આપી છે તેના તમામ દુખોને ભુલાવી દઈને મોજથી જિંદગી જીવવી જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *