આજના સમયમાં આત્મહત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના જ જીવનથી કંટાળીને આત્મહત્યા કરવા લાગે છે. આવી જ એક હચમચાવી દે તેવી ઘટના મધ્યપ્રદેશના અશોક નગરમાં સામે આવી છે. આ ઘટનામાં એક છોકરાએ ટ્રેન નીચે કપાઇને આત્મહત્યા કરી લીધી છે. જે ચર્ચાનો વિષય બની રહ્યો છે.
મધ્ય પ્રદેશ રાજ્યના અશોક નગરમાં આવેલા ત્રિલોકપુરી કોલોનીમાં ભુપેન્દ્ર મહેન્દ્રભાઈ ડાંગી નામનો એક વ્યક્તિ રહેતો હતો. તેણે થોડા દિવસ પહેલા ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ દ્વારા ભુપેન્દ્રભાઈ રાજુ ડાંગી સાથે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ભુપેન્દ્રએ પહેલા ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો..
પરંતુ અચાનક તે મજુરી કરવા લાગ્યો. પોલીસ દ્વારા ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરતા એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. જે યુવક ટ્રેનની નીચે આવીને આત્મહત્યા કરી હતી તેની તપાસ કરતા તેની હથેળી પર એક સુસાઈડ નોટ જોવા મળી. આ નોટ જોતાની સાથે જ મોટા મોટા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ભુપેન્દ્ર આ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે..
ગોત્રી પોલીસ સ્ટેશન એક એસ.આઈ તેને પૈસાને લઈને ત્રાસ આપી રહ્યો હતો. અને તેનાથી કંટાળીને તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત ભુપેન્દ્રના મોટા ભાઈ રાજુ ડાંગી સાથે વધુ વાતચીત કરતાં જાણવા મળ્યું કે બે દિવસ પહેલા ભુપેન્દ્ર સવારે મજૂરી કામ માટે નીકળ્યો હતો. ત્યારે એસ.આઈ વિનોદ તિવારી દ્વારા તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો..
ત્યારે ભુપેન્દ્ર તેના ભાઇને ફોન કરીને કહ્યું હતું કે, આ પોલીસ મને ફરીવાર પકડી રહ્યો છે. અને તે ખૂબ જ ત્રાસ આપે છે. તેથી હું આત્મહત્યા કરી રહ્યો છું. રાજુના કહેવા પ્રમાણે એસ.આઈ વીનોદ તિવારી અગાઉ પણ ઘણી વખત ભુપેન્દ્રને આ રીતે પકડી ચૂક્યો છે. તે ભૂપેન્દ્રને અલગ-અલગ કેસમાં ગુનેગાર સાબિત કરીને ધરપકડ કરી રહ્યો હતો..
ગઈકાલે ભુપેન્દ્રની ધરપકડ બાદ તે રાત્રે ઘરે પરત ફર્યો નહોતો અને આજે સવારે ચાર વાગ્યે પોલીસને તેની લાશ ત્રિલોકપુરી કોલોની માંથી પસાર થતી રેલવે ટ્રેકની પાસે મળી હતી. ભુપેન્દ્રની લાશની તપાસ કરતા તેની પાસેથી એક સુસાઈડ નોટ તરીકે કાગળ પણ મળી આવ્યો જેમાં તેણે કોતવાલી પોલીસ સ્ટેશનમાં એસ.આઈ તરીકે રહેલા વિનોદ તિવારી પર ટોર્ચરનો આરોપ લગાવ્યો હતો.
જેમાં લખ્યું હતું કે વિનોદ તિવારી તેને ત્રાસ આપતો હતો તેમજ તેની પાસેથી પૈસાની માગણી પણ કરી રહ્યો હતો.. આ એક ખૂબ જ ચોંકાવનારી ઘટના છે. જે પોલીસને નાગરિકોની રક્ષા માટે રાખવામાં આવેલા છે. તેજ તેમની ઉપર અત્યાચાર કરી રહ્યા છે. આવા જ અત્યાચારને કારણે ભુપેન્દ્રને આત્મહત્યા કરવાનો વારો આવી ગયો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]