યુવકે કિન્નર સાથે લગ્ન કરતા જ પરિવારના સભ્યોએ યુવક સાથે કર્યું એવું કે જે દરેકે જાણી લેવું જોઈએ, સાચા પ્રેમનો અનોખો કિસ્સો આવ્યો સામે..!

મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર જિલ્લામાં સૌ કોઈને આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે. આજકાલ લોકો પોતાના પ્રેમી કે પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે કંઈ પણ ઉઠાવતા હોય છે. આવો જ એક બનાવો સામે આવ્યો છે જેમાં ઇંદોરના જુનેદ ખાને જયા પરમાર નામની એક કિન્નર સાથે લગ્ન કર્યા છે. કિન્નરના આશીર્વાદ ખુબ જ શુભ મનાઈ છે. તેમના આશીર્વાદ મળી જાય એટલો આપડો બેડો પાર થઈ જાય તેમ સમજવું..

આ બાબતની જાણ જુનેદના માતા-પિતાને થતા તેઓએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમજ જયાને અપનાવવા માટે ઇનકાર કર્યો છે. જુનેદ ના સમાજના લોકો પણ તેને ધિક્કારી રહ્યા છે. પરંતુ આ તમામ બાબતો પર જુનેદ એ કહ્યું કે હું ઈચ્છું છું કે મારો પરિવાર મને અને મારી પત્નીને અપનાવી લે.

જો તેઓ મને નહીં અપનાવે તો હું જયા સાથે અલગ રહેવા માટે જતો રહીશ. કારણ કે હું તેને ખૂબ જ પ્રેમ કરું છું અને તેને હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ. દેશના તમામ લોકોને સમાન હક અને અધિકાર છે. કોઈને ન અપનાવવા અને માન સન્માન ન આપવું એ ખુબ જ ખોટી બાબત કહેવાઈ..

જુનેદની પત્ની જયાસિંહ પરમારએ કહ્યું છે કે અમારી જાતિ માટે લગ્ન કરવા એ ખૂબ જ મોટી ચૂનોતી છે. કારણ કે અમે અન્ય સમાજ માટે સામાન્ય નથી. જુનેદ નો પરિવાર અને તેનો સમાજ તેની વિરુદ્ધ છે. છતાં પણ જુનેદે મને પસંદ કરી છે અને મારી સાથે લગ્ન કર્યા છે. મને વિશ્વાસ છે કે તેનો પરિવાર પણ મને જલ્દીથી અપનાવી લેશે. ત્યારબાદ હું જુનેદ અને તેના માતા પિતાની સેવા કરીશ…

જયાસિંહ પરમાર એક સામાજિક કાર્યકર તરીકે કામ કરે છે. તે બદલાવ સમિતિ નામથી ચાલી રહેલી એનજીઓમાં સામાજિક કાર્યકર તરીકે જોડાયેલી છે. એલજીબીટી સમુદાયના તરફેણમાં કાર્યરત સંગઠન મીડિયામાં ફરજ બજાવતા રોહિત ગુપ્તાએ જણાવ્યું છે કે જયા અગાઉ કિન્નરોના સ્થાનિક શિબિરમાં સંકળાયેલી હતી…

પરંતુ ત્યારબાદ તેણે તે શિબિર છોડી દીધી છે. તેમજ પોતાનો રોજગાર શરૂ કરવા માટે એનજીઓમાં જોડાઈ છે. રોહિત ગુપ્તાના જણાવ્યા મુજબ જ્યારે જુનેદની જયા ના લગ્ન કરવામાં આવ્યા ત્યારે કિન્નર સમાજના અનેક લોકો લગ્નમાં હાજર રહ્યા હતાં. આ લગ્ન પ્રસંગ ખુબ જ ધામધૂમથી ઉજવાયો હતો…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment