માણસો ના દરેક સબંધો ને એક ઉત્તમ દરજ્જો આપવામાં આવતો હોય છે કોઈ ને કોઈ સબંધ થકી જ આપણા કાર્યો થતા રહેતા હોય છે પરંતુ એનો મતલબ એવો તો નથી જ કોઈ ને મજબૂરી નો ગેરલાભ ઉઠાવવો જોઈએ ખરેખર આવી ઘટનાઓ બનતી હોય એવામાં સામે વાળી વ્યક્તિની મજબૂરી નો પરેપૂરો ફાયદો ઉઠાવવામાં આવતો હોય છે.
છેલ્લા કેટલાક સમય થી રાજ્યમાં અનેક કિસ્સાઓ એવા નોંધાયા છે કે જેને ગંભીરતા થી જો લેવામાં આવે તો ખરેખર રાજ્યમાં મહિલાઓ ની સુરક્ષા સામે ખુબ મોટા સવાલો પણ ઉભા થયા છે સરકાર પોતાનું કાર્ય કરતી જ રહેતી હોય છે પરંતુ લોકો માં રહેલ હીન ભાવનાઓ જ્યાં સુધી નહીં બદલે ત્યાં સુધી આવી કલંક લગાવનારી ઘટનાઓ સામે આવવાની જ.
થોડા સમય પેહલા જ સુરતમાં બનેલ એક તરફી પ્રેમ ની ઘટના ને સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું અને તેના ખુબ આકરા પડઘા સમગ્ર રાજ્યમાં નહીં પરંતુ બીજા અનેક સાથનો માં પણ પડ્યા હતા આવી તો બીજી અનેક નાની-મોટી ઘટના પણ બનતી જ રહેતી હોય છે દરેક ઘટના પાછળ નું જવાબદાર કારણ જુદું જુદું હોય છે પરંતુ,
આખરે તો ઘટના માં સપડાયેલ જેતે પીડિતા નો પરિવાર અને તેમના નજીકના લોકો ને ઘણું બધું દુઃખ સાથે બીજી કેટલીય સમસ્યાનો સામનો પણ કરવો પડતો હોય છે આવી જ ઘટનાઓ સાથે જોડાયેલો વધુ એક કિસ્સો હાલ સામે આવ્યો છે હાલ નોંધાયેલ ઘટનાની જો વિસ્તારમાં વાત કરવામાં આવે તો તમારા પણ રુંવાડા ઉભા થઈ જશે.
ધંધૂકા તાલુકાના વાગડ ગામની સીમના ખેતરમાં સગીરા પર દુષ્કર્મ આચરવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ હતી. વાગડના યુવકે સગીરાને ખેતીનો હિસાબ લેવાના બહાને બોલાવી ખેતરની ઓરડીમાં બળજબરીપુર્વક દુષ્કર્મ આચર્યુ હતુ.બનાવ સંદર્ભે પીડિતાના પિતાએ ધંધૂકા પોલીસ મથકમાં ગોપાલ બળદેવસિંહ ચુડાસમા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
વાગડની સીમમાં ગત 7મી માર્ચે સાંજે 14 વર્ષિય સગીરાને ખેતમજુરીના હિસાબ લઇ જવાના બહાને પોતાના ખેતરે બોલાવી ગોપાલે સગીરાને બળજબરીપુર્વક ખેતરમાં રહેલી ઓરડીમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યુ હતુ. ઘટના સંદર્ભે પીડિત સગીરાના પિતાએ ધંધૂકા પોલીસ મથકમાં તા. 9મીએ મોડી રાત્રે ફરિયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યા મુજબ મુજબ ગોપાલે પોતાના ખેતરમાં ખેતમજુરી કરતી સગીરાને બદઇરાદાથી પોતાના ખેતરે ખેત મજુરીનો હિસાબ લેવાના બહાને બોલાવી હતી.સગીરા ખેતરે પહોંચતા જ યુવકે સગીરાને બળજબરીપુર્વક ખેતરની ઓરડીમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યુ હતુ. દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ પિતાને વાત કરતા,
તારીખ 9 મીએ પીડિતા સાથે ધંધૂકા પોલીસ મથકે પહોંચ્યા હતા અને જયાં આરોપી ગોપાલ વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સંદર્ભે પીઆઇએે આરોપી વિરૂધ્ધ પોસ્કો, એટ્રોસીટી અને 376(3)ની કલમો સાથે ફરિયાદ દાખલ કરી હતી.પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવી દુષ્કર્મ આચરી નાસી છુટેલા આરોપીને દબોચી લીધો હતો. પીડિતાને મેડીકલ તપાસ અર્થે અમદાવાદ મોકલવામાં આવી હતી.
આકરી સજાની માગ વાગડ દુષ્કર્મ કેસમાં ફરિયાદીએ જણાવ્યુ કે, મારી કુમળી 14 વર્ષની દિકરીને ખેતમજુરીના હિસાબના બહાને બોલાવી તેની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચરનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરે અને ઝડપથી ન્યાય મળે અને આરોપીને આકરામાં આકરી સજા થાય તેવી કાર્યવાહી શરૂ કરવા માંગ કરી હતી.
પોલીસ કહે છે દુષ્કર્મ કેસમાં ધંધૂકા પીઆઇ આર.જી.ખાંટે જણાવ્યુ કે,વાગડની સીમમાં સગીરા પર દુષ્કર્મ બાબતે પીડિતા પિતાએ આવીને ફરિયાદ નોંધાવતા ફરાર આરોપીને ઝડપી લેવા માટે વિવિધ ટીમ રવાના કરાઈ હતી અને ટુંક સમયમાં પોલીસે આરોપી ગોપાલ ચુડાસમાને રાઉન્ડઅપ કરી લીધો હતો. તેમજ કોરોના ટેસ્ટ બાદ તેની અટકાયત કરાશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]