આજકાલના જમાનામાં કંટાળીને આપઘાત કરીને જીવન મુક્ત બની જવાના કેસ વારંવાર સામે આવતા હોઈ છે. હાલ સોશિયલ મીડિયામાં એક યુવકનો વિડીયો ખુબ વાયરલ થયો હતો કે જેમાં તે પોતે આત્મહત્યા કરવા જાય છે તેવું જણાવે છે. આ વિડીયો તે યુવકે બનાવીને તેના મિત્રોને મોકલ્યો હતો.. ( વિડીયો જુવા માટે લેખને અંત સુધી વાંચો ).
તેમજ પોલીસ ખાતામાં પણ જાણ કરી હતી કે તે પોતે હવે જીવનના અંતિમ ચરણમાં જીવે છે. રાજકોટ શહેરના સેટેલાઇટ ચોકમાં આ ઘટના બની છે. આ વિસ્તારમાં આવેલ સુપર હાઇટ્સ બિલ્ડીંગના 14માં માળ પર એક યુવક પહોચી ગયો હતો. તે યુવકનું નામ રાજ રાજુભાઇ યાદવ છે.
તેનું મૂળ વતન ઉત્તર પ્રદેશ છે. આ યુવકે વીડિયો બનાવી મોતની છલાંગ લગાવવાની કોશિશ કરી હતી. જોકે સમયે પોલીસ પહોચી જતા તેને બચાવી લેવામાં આવ્યો છે. તે શા માટે આત્મહત્યા કરવા માંગે છે તે અંગે તેણે પોલીસને જણાવતા કહ્યું હતું કે, આ દુનિયામાં ભાઈબંધ સિવાય કોઈ આપણું નથી.. દુનિયામાં કોઈ કોઈનું નથી… એવું માની આપઘાતની કોશિશ કરી હતી.
તે જીવનથી બંધાયેલો છે અને પોતાને મુક્ત કરવા માંગે છે. તે બે વર્ષનો હતો ત્યારે માતાનું અવસાન થયું હતું. તેના પિતા હાલમાં અમદાવાદમાં રિક્ષા ચલાવે છે. તેણીના પિતાએ ત્રણ વર્ષ પહેલા તેના મિત્ર સાથે મારુતિનગરમાં રહેવા મોકલ્યો હતો. પણ તેને જિંદગીમાં કંટાળો આવવા લાગ્યો તો તેણે ટૂંકાવવાનું વિચાર્યું હતું.
આ ઘટનામાં પોલીસના એક અધિકારી સવારે પેટ્રોલિંગમાં હતા. ત્યારે સેટેલાઇટ ચોક પાસે આવેલી સુપર હાઇટ્સ નામની બિલ્ડિંગ નીચે મોટી સંખ્યામાં ભીડ જોઈ હતી. ત્યાં જઈને જોયું તો બિલ્ડિંગના ટોપ ફ્લોર પર એક યુવક લટકતો બેઠો હતો. પોલીસે સ્થાનિકોની પુછપરછ કરતા જાણવા મળ્યું કે આ યુવક આત્મહત્યા કરવા માંગે આવ્યો છે, જેના કારણે ટેરેસ પર ચઢ્યો છે.
આ ઘટનામાં તાત્કાલિક બી ડિવીઝનના સ્ટાફે ચતુરાઈથી બિલ્ડિંગના ટેરેસ પર પહોંચ્યા હતા. ત્યાં યુવક સોશિયલ મીડિયામાં એક વીડિયો બનાવી તેના મિત્રો સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે પોલીસે તેને પાછળથી પકડી નીચે ઉતાર્યો હતો. પોલીસે આ યુવકની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે યુપીનો રહેવાસી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]