Breaking News

યુક્રેનમાં 4 વર્ષથી રેહતી દમણની દીકરી માનસીનો વિડીયો કોલ આવ્યો, સ્થિતિ જોઈન જ માતા રડી પડી.. વાંચો..!

યુક્રેન અને રશિયા યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં અરેરાટી મચી ગઇ છે. વિશ્વના દરેક મહાન નેતાઓની નજર આ યુદ્ધ ઉપર છે. આ યુદ્ધમાં ખૂબ જ નુકસાન થયું છે. તેમજ ત્યાંના નાગરિકોને પણ જીવ ગુમાવવાનો ભય રહેલો છે. યુક્રેનમાં લાખો ભારતીયો વસવાટ કરે છે. એમાં પણ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ યુક્રેનમાં રહીને અભ્યાસ ઘરે છે..

જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ઉત્તર ગુજરાતના મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ જિલ્લાના છે. જ્યારે અમુક વિદ્યાર્થી ગોંડલ, રાજકોટ, જામનગરના તેમજ વડોદરા, દમણ, સુરત અને ભરૂચના છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની જાહેરાત થઇ જતા અને ભારતીય લોકો યુક્રેનમાંથી બહાર નીકળવા માટે ફ્લાઇટની ટિકિટ બુક કરાવીને બેઠા હતા…

પરંતુ એકાએક હવાઈ માર્ગને રશિયાએ બંધ કરી દેતા જ કોઇપણ ફ્લાઇટ ઉડાન ભરી શકી ન હતી. અને હજારો ભારતીઓ ત્યાંના ત્યાં જ ફસાઈ ગયા છે. હાલ આ વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરીને ભારત પરત લાવવા માટે તેમના પરિવારજનો સરકારને આજીજી કરી રહ્યા છે. ગઈકાલે ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓએ વિડિયો ના માધ્યમથી ન્યુઝ મીડિયા થકી સરકાર સુધી અવાજ પહોંચાડવા ની કોશિશ કરી હતી..

તેઓએ મદદ માંગી હતી કે અમને જલ્દી થી જલ્દી અહીંયા થી બહાર કાઢવામાં આવે. દમણ જિલ્લાના દુનેઠા વિસ્તારમાં રહેતા શર્મા પરિવારની એક દીકરી યુક્રેનમાં એમબીબીએસના અભ્યાસ કરી રહી હતી. તે દરમ્યાન અચાનક યુદ્ધ ફાટી નીકળતા તે પોતાને વતન પરત ફરી શકી નથી..

દીકરીનું નામ માનસી છે. તેના પિતાનું નામ સુનીલ શર્મા છે. માનસીએ પોતાના પરિવારજનો સાથે સંપર્કમાં છે. રશિયા યુદ્ધ જાહેર કરી દેતાં જ માનસીના પરિવારજનો જીવ તાળવે ચોંટી ગયો છે. માનસી સતત વિડીયો કોલ કરીને ત્યાંના હાલચલ તેના માતા-પિતાને જણાવી રહી છે..

તેમજ તેના માતા પિતાને મદદ માંગી હતી કે તમે જલ્દીથી જલ્દી કોઇને કોઇ કારણસર સરકાર સુધી વાત પહોંચાડી ને અમને અહીંથી બહાર કાઢવો. શર્મા પરિવાર પોતાની દીકરીના ફસાવાને કારણે ખૂબ જ દુઃખી હતો. એટલા માટે તેના પડોશીઓ પણ આ પરિવારની મુલાકાત લઈને આશ્વાસન આપી રહ્યાં છે..

આ પરિવારે દમણ પ્રશાસનના ને આ ઘટનાથી જાણ કરી છે. અને પોતાની દીકરીને યુક્રેનથી ભારત લાવવા માટે મદદ માંગી છે. આ દીકરી પોલેન્ડ બોર્ડરથી થોડે દૂર રહીને અભ્યાસ કરે છે. રશિયા યુક્રેન રાજધાની કિવમાં ધડાકા કરીને ઘણું નુકસાન કર્યું છે. પરતું ત્યાના સ્થાનિક લોકોનું કહેવું છે કે રશિયન સેના યુક્રેનના નાગરિકોને કોઈ નુકસાન પહોચાડતી નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *