Breaking News

યુદ્ધના સમયે ખાવાનું લેવા નીકળેલા ભારતીય વિદ્યાર્થી નવીનને ગોળી વાગતા મોત..! પરિવાર પર કાળ ત્રાટકી પડ્યો, સરકારમાં ખળભળાટ…

યુક્રેન અને રશિયાનું યુદ્ધ બધી હદોને પાર કરી ગયું છે. રશિયા યૂક્રેન ઉપર ખૂબ મોટા હુમલા કરી રહ્યું છે. યુક્રેનમાં કુલ ૨૦ હજાર કરતાં વધારે ભારતીયો હતા જેમાંથી ચાર હજાર જેટલા ભારતીયોને ઓપરેશન ગંગા હેઠળ વતન પરત લાવવામાં આવ્યા છે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓ તેમજ અન્ય ભારતીય નાગરિકો યુક્રેનમાં સુરક્ષિત વિસ્તારમાંથી આશરો લે છે..

જ્યારે અમુક વિદ્યાર્થીઓ ખાનગી વિસ્તારમાં અટવાયા છે. હાલ ખૂબ ખરાબ સમાચાર મળી રહ્યા છે કે યુક્રેનના ખરકિવ વિસ્તારમાં પોતાના માટે અન્ય લોકો માટે બહાર ખાવાનું લેવા નીકળેલા ભારતીય વિદ્યાર્થીનું રશિયન મિલેટ્રીએ કરેલા ગોળીબારમાં મોત થયું છે. આ સમાચાર આવતાની સાથે જ સમગ્ર ભારત હચમચી ગયું છે…

તો બીજી બાજુ સરકારી તંત્ર પણ ખોરવાયો છે. સૌ કોઈ લોકો જલ્દીથી જલ્દી યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને વતન પરત લાવવા માટે આજીજી કરી રહ્યા છે. સરકાર પણ આ બાબતને લઈને પુરતી મહેનત કરી રહી છે. પરંતુ આજે કર્ણાટકના વિદ્યાર્થી ગવર્નર હાઉસ પાસે કેટલાક લોકો સાથે બંકરમાં છુપાયેલો હતો.

પરંતુ તે એક જગ્યા ઉપર ચીજવસ્તુઓ લેવા માટે ઉભો તો એ જ સમયે ત્યાં રશિયાના સૈનિકો ગોળીબાર કરી રહ્યા હતા. આ ગોળીબારમાં ૨૧ વર્ષના વિદ્યાર્થીનું મોત થયું છે. ભારતના અન્ય વિદ્યાર્થીએ આ મોતની ખબર ભારતીય એમ્બેસીને કરી છે. તેમજ અન્ય વિદ્યાર્થીઓની મદદ માટે પણ અપીલ કરી છે…

આ બાબતના સમાચાર ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા બગીચા અરવિંદએ ટ્વીટ કરીને આપી છે. તેઓએ જણાવ્યું હતું કે અમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે, આજે સવારે ખર્કીવમાં થયેલા ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. હાલ વિદેશ મંત્રાલય મૃતક વિદ્યાર્થીના પરિવારને ગાઢ સંબંધમાં છે.

આ સમાચાર આવતાની સાથે જ ભારતમાં જુદી જુદી અટકળો ઉભી થવા લાગી છે. જેમાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. અને તેઓએ કહ્યું હતું કે પરિવારને હું મારી સંવેદના વ્યક્ત કરું છું. હાલ એક એક મિનિટ કીમતી છે. સરકારે યોગ્ય વ્યૂહાત્મક રચના બનાવી જોઈએ..

તો બીજી બાજુ કર્ણાટકના મુખ્યમંત્રીએ પણ નવીન ના પરિવાર સાથે વાતચીત કરી હતી. અને દુઃખ વ્યક્ત કર્યું હતું હાલ ઓપરેશન ગંગા હેઠળ આઠમી ફ્લાઈટ હંગેરી થી દિલ્હી જવા માટે નીકળી ગઈ છે. આ ફ્લાઇટમાં 182 ભારતીય વિદ્યાર્થીઓ સવાર છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને પણ પોલેન્ડના રસ્તે ભારતીય સરકાર બહાર કાઢશે તેવી ખાતરી આપી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *