રાજ્ય માં ઘણીવાર મહિલા પર અત્યાચાર કર્યા હોવાની ખબરો સામે આવતી હોય છે. આવો જ એક કિસ્સો વડોદરા શહેરમાંથી સામે આવ્યો છે. વડોદરા શહેરના જેપી રોડ પાસે આવેલા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ લગ્નના 24 વર્ષ બાદ પોતાના પતિ સામે અત્યાચાર આચરવાની ફરિયાદ નોંધાવી છે.
વડોદરાના સનફારમા રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતી મૂળ અમદાવાદની મહિલાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે વર્ષ 1999માં તેના લગ્ન અમદાવાદના ગોર ખાતે રહેતા મગનભાઈ લફડા સાથે થયા હતા. લગ્ન બાદ પોતાના પતિને આર્થિક રીતે મદદરૂપ થવા માટે તેણે દરજીકામ શરૂ કર્યું હતું. લગ્નના થોડા સમય બાદ ઘરમાં એક પુત્રનો જન્મ થયો હતો..
ત્યારબાદ થોડા સમય પછી તેનો પતિ અને તેના સાસરીના લોકો તેને દરેક વાતમાં ટોણાં મારતા હતા અને હેરાન ગતિ કરતા. આ ઉપરાંત તે પરિણીતાના દિયર વિપુલભાઈ ઘણી વખત પોતાની જમવાની થાળી ફેંકી દેતા હતા. અને મહિલાને કહેતા હતા કે તને જમવાનું બનાવવા નથી આવડતું લાગતું. તારા બાપા એ તને જમવાનું બનાવતા શીખવ્યું છે કે નહિ…?
આવી ઘટનામાં તેનો પતિ પણ તેનો ભાઈનો સાથ આપતો હતો અને તેની સાથે મારપીટ કરતો હતો. ત્યારબાદ 2003માં તેમના ઘરમાં બીજા પુત્રનો જન્મ થયો હતો. બંને પુત્રની સારસંભાળ કરતી હોવાને કારણે તે દરજી કામ કરી શકતી નહોતી. તેથી તેના સાસુ તેને મેણા ટોણા મારતા હતા. તેમજ શારીરિક રીતે ત્રાસ આપતા હતા..
જેને કારણે પરિણીતા અને તેના પતિ બાળકો સાથે અમદાવાદના ગોરવા વિસ્તારમાં ગાર્ડન ભાડાના મકાનમાં રહેવા ચાલ્યા ગયા હતા. થોડા વર્ષો પછી વર્ષ 2016માં બંને પતિ-પત્નીએ સંયુક્ત રીતે માલિકીમાં પોતાનું મકાન ખરીદ્યું હતું. પરંતુ મકાન ખરીદયા બાદ તેના પતિએ લગ્ન વખતે દહેજનો આપવાને લઈને માથાકૂટ કરી હતી..
ત્યારબાદ તેના પતિએ લગ્નના ઘણા વર્ષો બાદ તે મહિલાની ત્રણે બહેનો પાસેથી લગભગ ૧૦ લાખ જેટલા રૂપિયા લીધા હતા. જે તેમણે ઘર ખરીદવામાં તેમજ ફર્નિચર બનાવમાં ખર્ચી નાખ્યા હતા. આ ઉપરાંત તે મહિલાને કમરનો દુખાવો હોવા છતાં દરજી કામ કરવા માટે દબાણ કરવામાં આવતો હતો.
તેમજ તેના પતિ દ્વારા બંને દીકરાઓની સામે મારપીટ કરવામાં આવતી હતી. જેને કારણે આ મહિલાએ કંટાળીને પોતાના પતિ વિરુદ્ધ જેપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે મહિલાના પતિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]