Breaking News

વ્યાજખોરો માથે ચડી જતા ત્રાસના કારણે યુવકે દવાના ઘૂંટડા પીઈને જીવન ટૂંકાવી દીધું, સમગ્ર પંથકમાં મચી ગયો ચકચાર..!

દિનપ્રતિદિન માનસિક રીતે કંટાળી ગયેલા લોકો આપઘાત કરવા લાગ્યા છે. મળતી માહિતી મુજબ અત્યારે આપઘાતનો વધુ એક બનાવ સુરેન્દ્રનગર જિલ્લામાંથી સામે આવ્યો છે. સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોનો ત્રાસ ખૂબ જ વધવા લાગ્યો છે. જ્યારે પણ માણસને માથે આર્થિક સંકટ આવી પડે તેમજ પરિવારની જરૂરિયાતો પૂરી કરવાના ફાંફા પડતા હોય એવા ખરાબ સમયમાં વ્યક્તિ વ્યાજે પૈસા લેવા માટે મજબૂર બનતો હોય છે..

પરંતુ હવે દિન-પ્રતિદિન બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. તેમજ મોંઘવારીની માત્રા વધી ગઈ છે. સાથે સાથે આવકના સ્ત્રોત ઘટવા લાગ્યા છે, એટલા માટે વ્યાજે લીધેલા રૂપિયા અને સમયસર પરત આપવા ધીમે ધીમે ખૂબ મુશ્કેલ બનતું જાય છે, બીજી બાજુ વ્યાજખોરોને પણ પોતાનો ધંધો સાચવી રાખવા માટે વ્યાજ આપેલા પૈસાની ઉઘરાણી કરવી જરૂરી બની જતી હોય છે,,

સુરેન્દ્રનગરના લીંબડીમાં એક યુવકે વ્યાજખોર પાસેથી પૈસા વ્યાજે લીધા હતા, પરંતુ વાયદા મુજબ પૈસા સમયસર ચૂકવી ન શકતા વ્યાજખોરો ધીમે ધીમે તેને ત્રાસ પહોંચાડવા લાગ્યા હતા. થોડા મહિનાઓ સુધીતો યુવકે સહન કરી લીધું. પરંતુ જ્યારે વ્યાજખોરો માથે ચડી ગયા ત્યારે આટલું સહન કરવો તેના માટે ખૂબ જ મુશ્કેલ બની ગયો હતો..

અને અંતે તેણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દેવાનું પગલું પસંદ કર્યું હતું. એક દિવસ તેણે ઝેરી દવા વાટકામાં નાખીને ગટગટાવી લીધી હતી. જોતા ની અંદર તરફડિયાં મારીને યુવકનું મૃત્યુ થયું હતું. જ્યારે પરિવારજનોને જાણ થઈ કે યુવકે વ્યાજખોરોના ત્રાસને લઈને આપઘાત કરી લીધો છે.

ત્યારે તેઓએ પોલીસને આ બાબતની જાણ કરી હતી વ્યાજખોરો કોણ છે. તેની પૂછપરછ હાથ ધરી ને પોલીસ આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત આગળના સમયમાં પણ જ્યાં કોરોના ત્રાસના કારણે ઘણા બધા યુવકો આપઘાત કરી ચુક્યા છે. અને હવે વધુ એક કિસ્સો સુરેન્દ્રનગરના લીંબડીમાંથી સામે આવતા જ આસપાસના પંથકમાં ચકચાર મચી ગયો છે..

બીજી બાજુ મૃતક યુવકના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તેના માતા-પિતા તેમજ ભાઈ બહેન નું હૈયાફાટ રૂદન સામે આવ્યું હતું. આ બનાવને પગલે ગામજનો પણ હિબકે ચડ્યા હતા અને અશ્રુભીની આંખે આ યુવકને વિદાય આપી હતી. યુવકના પરિવારજનોને આ દુખ સહન કરવું ખુબ જ મુશ્કેલ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *