જેવી રીતે જમાનો બદલાઈ રહ્યો છે તેમ તેમ લોકોના જીવન ધોરણમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં બદલાવ આવતા જોવાઈ રહ્યો છે દિવસેના દિવસે લોકોના મોજ શોખમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થતા જોવા મળી રહ્યો છે અને પોતાના શોખ ને પૂરા કરવા માટે જરૂરી આવક પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવતી હોય છે જ્યારે લોકોના ખર્ચા પોતાની આવક કરતા વધી જતા હોય છે,
તેવા સમયે લોકો કોઈ અન્ય વ્યક્તિ પાસેથી ઉધાર પેટે પૈસા લેવા માટે પણ તૈયાર થઈ જતા હોય છે જ્યારે આટલાથી પણ વાત ન બને તો અંતે વ્યાજ સાથે પણ પૈસા લેવા માટે મજબુર બનવું પડતું હોય છે અને વ્યક્તિ એક વખત વ્યાજના ચક્રમાં ફસાયા જાય તો તેને બહાર આવવું પણ ખૂબ જ કઠિન પડી જતું હોય છે અને આ વ્યાજનું ચક્ર જેમ તેમ પૂરું પણ થતું નથી એ વાત તો નક્કી છે.
હાલમાં એવી જ એક વ્યાજખોરોના દબાણને કારણે ના બનવા પામી છે જેને જાણી તમે પણ હલબલી જશો હાલમાં બનેલ ઘટનાની સમગ્ર વિસ્તારમાં વાત કરવામાં આવે તો આ ઘટના અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં બનવા પામી છે વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જુહાપુરા માં રહેતા 46 વર્ષના યુવકે એક ખૂબ જ ગંભીર પગલું પોતાના હાથે ભરી લીધું હતું,
જે પોલીસના ચોપડે પણ નોંધાઈ ગયું છે જેની વાત કરીએ તો મોહમ્મદ સાકીદ શેખે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી જે પોતે કન્સ્ટ્રક્શન અને હેર સલોનમાં કામ પણ કરતો હતો જ્યારે ઘરમાં આ ઘટના બાદ તપાસ કરવામાં આવી તો મૃતકના પલંગના નીચે ગાદલા પાસેની જગ્યા પાસે એક નાની ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં શા માટે મૃતકે આત્મહત્યા કરી તેનું કારણ પણ જણાવવામાં આવ્યું હતું.
આ લખેલી ચિઠ્ઠી ને વાંચી ને પરિવારના લોકો પણ ચોંકી જ ગયા હતા કારણકે તેમાં ખુબ જ મહત્વના ખુલાસો કરવામાં આવ્યા હતા ચિઠ્ઠીમાં મૃતકે 10 વર્ષથી પોતાના અને યાસ્મીનબાનુના પૈસા ના વ્યવહારો વિશે લખીને જણાવ્યું હતું કે દસ વર્ષથી યાસ્મીનબાનુ પાસેથી ઉછીના પૈસા લેતો હતો જેનો તે સમયસર વ્યાજ પણ ચૂકવી દેતો હતો તેમ છતાં પણ યાસ્મીનબાનુ દ્વારા તેને વારંવાર ધમકીઓ આપવામાં આવતી હતી.
અને તેના કારણે જ તેને આત્મહત્યાનું પગલું પણ ભરી લીધું હોવાનું ચિઠ્ઠીમાં સ્પષ્ટ રીતે જણાઈ રહ્યું હતું એવી પણ વિગતો સામે આવી છે કે તેને અત્યાર સુધીમાં જેટલા પણ રૂપિયા યાસ્મીનબાનુ પાસેથી લીધા હતા તે તેને વ્યાજ સાથે પરત આપી દીધા હતા તેમ છતાં પણ આ આરોપી માથાભારે મહિલા દ્વારા વધારેમાં વધારે પૈસાની માંગણી કરીને પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી.
જેના કારણે સતત તેની પર માનસિક દબાવ બનાવવામાં આવી રહ્યો હતો અને તે માનસિક તણાવ આ યુવકથી સહન ન થતાં અંતે તો તે પરિવાર સાથે વાતચીત પણ કરી શકતો ન હતો તેમજ જો સાદિક હુસેન યાસ્મીન બાનુને સમયસર વ્યાજના પૈસા ન ચૂકવે તો તે અવારનવાર ફોન કરી અને છેલ્લે તો તે ઘરે આવીને પણ પૈસા લઈ જતી હતી.
આટલી માથાભારે મહિલા તે હતી આ મામલે વેજલપુર પોલીસે તમામ પુરાવાઓ મેળવીને ઘટનાની સમગ્ર જાણ અને યોગ્ય વિગતો મેળવી ગુનો દાખલ કરી તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે એ મહત્વનું એ છે કે માથાભારે મહિલાની પઠાણી ઉઘરાણીથી કંટાળીને એક યુવકનો જીવ ગયો છે આ સાથે તેના બે બાળકો પણ પિતાથી નિરાધાર બની ગયા છે પોલીસે આરોપી મહિલાને ઝડપી વહેલામાં વહેલી તકે જેલના સળિયાની પાછળ ધકેલવા માટેની કામગીરી હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]