Breaking News

વ્યાજખોરોથી ત્રાસી જઈને કરીયાણાના વેપારીએ ઝેરી દવાના ઘૂંટડા પીઈને જીવ લેવાની કોશિશ કરી, અંત સમયે થયો ચમત્કાર અને..

દિન પ્રતિ દિન આપઘાતના બનાવો પણ વધવા લાગ્યા છે. એમાં પણ જો છેલ્લા એક અઠવાડિયાની વાત કરવામાં આવે તો 25 થી 30 જેટલા આપઘાતના બનાવો સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યા છે. જેમાં વધારે એક બનાવો રાજકોટ જિલ્લાના પડધરી માંથી સામે આવી ચૂક્યો છે. જ્યારે વ્યક્તિ પાસે બચવાના અનેક દરવાજાઓ બંધ થઈ જાય આ ઉપરાંત તે ખૂબ જ હતાશ થઈ ગયો હોય..

ત્યારે તેને આપઘાત કરવાના વિચારો આવે છે. રાજકોટ જિલ્લાના પડધરીમાં રહીને એક વ્યક્તિ કરિયાણાની દુકાન ચલાવે છે. જેની ઉંમર 35 વર્ષની છે. જ્યારે કોરોનાનો અઘરો સમય શરૂ થયો અને લોકડાઉન લાગી ગયું હતું. ત્યારબાદ જ્યારે લોકડાઉન ખુલ્યું ત્યારે તેમનો ધંધો એકદમ ઠપ થઈ ગયો હતો. અને તેને મકાન બનાવવાની ફરજ આવી પડી હતી..

એટલા માટે તેણે કુલ સાત જેટલા વ્યાજખોરો પાસેથી કુલ 50 લાખ રૂપિયા વ્યાજે લઈ લીધા હતા. આટલું જ નહીં પરંતુ આટલી મોટી રકમ તેણે 10 થી 15% ના ઊંચા વ્યાજ દર એ લીધી હતી. જેને ચૂકવવી ખૂબ જ મુશ્કેલ હતી. આ વેપારીએ રાજેન્દ્ર રમણીક પાસેથી ₹7,00,000, રાજુ બામવા પાસેથી ₹4,00,000, રમણીક નાથાભાઈ પાસેથી ₹4,00,000, વિજય ડોડીયા પાસેથી ₹4,00,000 અને અન્ય કેટલાય વ્યક્તિઓ પાસેથી છૂટક રૂપિયા વ્યાજે લીધા હતા..

આ તમામ રૂપિયાના હપ્તા દિન પ્રતિદિન ચડવા લાગ્યા હતા. મહિને મહિને વ્યાજખોરો તેની દુકાન અને તેમના ઘરે આવી પહોંચતા અને વ્યાજની ઉઘરાણી કરવા લાગતા હતા. દિન પ્રતિ દિન આ વેપારી હવે ત્રાસનો અનુભવ કરી રહ્યો હતો. અને અંતે તેણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ એક વ્યક્તિને ફોન કરીને જણાવ્યું કે..

તેણે આપઘાત કરવાનો પ્રયત્ન કરી લીધો છે. આ તેના જીવનનો ચમત્કાર હતો કે તેણે એક યુવકને આ વાતની જાણ કરી, કારણ કે જો જાણ ન કરી હોત તો આજે કદાચ જીવ જતો રહ્યો હોત. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પડધરી પોલીસ સ્ટેશનને પણ જાણ કરી દેવામાં આવી છે.

આજકાલ એવો કહેવત અગમ્ય કારણસર કરવા લાગ્યા છે. કોઈ વ્યક્તિ પ્રેમ પ્રકરણના કારણે કંટાળી જઈને અંતે આપઘાત કરે છે. તો કોઈ વ્યક્તિ સતત ત્રાસ અનુભવવાને કારણે આપઘાત કરી લેતા હોય છે. હકીકતમાં જુઓ તેઓ કોઈ સર્જન વ્યક્તિને પોતાને રહેલા તમામ દુઃખોની વાત કરે તો કદાચ નીવેડો મળી શકે છે. પરંતુ હતાશ થઈને જીવન ટૂંકાવી દેવું એ ખૂબ જ ખોટી બાબત કહેવાય…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *