હાલ બાળકોની પરીક્ષાઓ ચાલી રહી છે. ખાનગી શાળાના સંચાલકો બાળકોને ફી ભરવા માટે અવાર-નવાર દબાણ આપતા હોવાના મામલા સામે આવી ચૂક્યા છે. જો બાળકો ફી ન ભરે તો તેને પરીક્ષામાં બેસવા દેવામાં આવતા નથી. કોઈ સંજોગો અનુસાર વાલીઓ બાળક ની ફી ભરવા માટે અસમર્થ હોય તો તેને બાળકનું ભવિષ્ય બગાડયું પડતું હોય છે.. ( ઓડિયો સાંભળવા લેખને અંત સુધી વાંચો )
કારણ કે શાળા સંચાલકો બાબતોને લઈને ખૂબ જ કડક નિયમો અપનાવતા હોય છે. હાલ રાજકોટની એક શાળામાં ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. હકીકતમાં રાજકોટ શહેરની પાસે સાતડા ગામ આવેલું છે..
આ ગામમાં અનુભાઈ ચાવડા પોતાના પરિવારજનો સાથે રહે છે. અનુભાઈ ચાવડાનો દીકરો ધ્રુવ સાતડા ગામમાં આવેલી સરદાર સ્કૂલ માં અભ્યાસ કરે છે. ધ્રુવને હાલ ધોરણ 8 ની પરીક્ષાઓ ચાલી રહી છે. એવામાં શાળા સંચાલકોએ ધ્રુવને સ્કૂલની ફી લઇ આવવા માટે કહ્યુ હતું એટલા માટે અનુભાઈએ ધ્રુવને સોળ હજાર રૂપિયાનો ચેક આપ્યો હતો.
અને પુત્ર સાથે મોકલાવી દીધો હતો. ધ્રુવે બીજા દિવસે જ્યારે શાળામાં આ ચેક આપ્યો ત્યારે શાળાના સંચાલકે કહ્યું કે, આ ચેક સ્વીકારવામાં આવશે નહીં. તમારે રોકડા લઈને આવવું પડશે. એ દિવસે ધ્રુવને ગણિતની પરીક્ષા હતી. શાળા સંચાલકને એવી દાદાગીરી ઊભી થઈ હતી કે ધ્રુવને પરીક્ષા પણ આપવા દેવામાં આવી હતી નહીં.
સ્કૂલમાંથી કાઢી મૂક્યો હતો. ધ્રુવ ખૂબ જ નિરાશ થઇ ગયો હતો અને સાતડા ગામની એક દુકાન પાસે પહોંચ્યો હતો. ત્યાંથી એક વ્યક્તિના મોબાઇલ ફોનમાંથી પોતાના પિતાને કોલ કર્યો હતો કે પપ્પા શાળામાં નિલેશ સરે મને પરીક્ષા આપવા દીધી નથી. તેઓએ મને કહ્યું છે કે તારે રોકડા રૂપિયા આપવા પડશે.
બીજી બાજુ તેના પિતાએ જણાવ્યું કે આપણે બીજા દિવસે રોકડા રૂપિયા આપી દેશું પરંતુ ધ્રુવ આટલો બધો નિરાશ થઈ ગયો હતો કે તેણે તેના પપ્પાને કહ્યું કે હું કૂવામાં પડીને આપઘાત કરી લઇશ. હું કૂવામાં પડવા માટે જાઉં છું. અનુભાઈ એ તાત્કાલિક દુકાનદારને જણાવ્યું કે તમે કોઈપણ કારણસર ધ્રુવને પકડીને રાખજો તેને કોઈપણ જગ્યાએ જવા દેતા નહીં.
હું ગણતરીની મિનિટોમાં જ ત્યાં આવી પહોંચ્યો છું. અનુભાઈને પણ એકાએક બીક લાગી ગઈ હતી. કારણ કે તેમનો દીકરો ખૂબ જ નિરાશા ભર્યા અવાજમાં બોલતો હતો કે પપ્પા હું કૂવામાં પડવા જવું છું. એટલા માટે તેમને દુકાનદારને સમ પણ આપ્યા હતા કે તમે મહેરબાની કરીને ધ્રુવ ની પાસે જ રહેજો અને તેને પકડીને તમારી પાસે બેસાડી રાખો..
તેને ક્યાંય પણ બહાર જવા દેતા નહીં. દુકાનદાર સુરેશભાઈએ ધ્રુવને ત્યાં બેસાડી રાખ્યો હતો. એવામાં તો અનુભાઈ ત્યાં તાબડતોબ પહોંચી ગયા હતા. પોતાના દીકરાના મોઢેથી આ શબ્દો સાંભળતાની સાથે જ તેઓએ ગંભીર આક્ષેપો સાથે જિલ્લા શિક્ષણ અધિકારી ઓને રજૂઆત આપવા માટે પહોંચી ગયા હતા.
હાલ તેઓએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને આ તપાસ સોંપી છે. કોઈપણ સ્કૂલને ચેક આપે તો તેને સ્વીકારવી પડે છે. પરંતુ કોઇ કારણસર તેને ના પાડી શકાય નહીં વિના કારણે કોઈ વિદ્યાર્થીને પરીક્ષા આપવા દેવામાં ન આવે આ એક અયોગ્ય વર્તન કહેવાય છે. બાળક નો ચેક આવ્યો હતો છતાં પણ તેને પરીક્ષાખંડમાં બેસવા દેવામાં આવ્યો હતો નહીં..
એટલા માટે બાળકના વાલી એ શિક્ષણ અધિકારીને આ સામે ફરિયાદ નોંધાવી છે. ધ્રુવ તેના પિતાને ફોન કરીને આ બાબત જણાવી હતી જેનો ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકોએ પણ ટિપ્પણી કરતાં જણાવ્યું છે કે ખરેખર આ બાળક સાથે ખૂબ જ ખોટું થયું છે. શાળા સંચાલકોની આવી દાદાગીરી અને ચલાવી લેવામાં આવશે નહીં.
View this post on Instagram
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]