આ પ્રકારના કિસ્સામાં એકા બીજા લોકોની હત્યા પણ કરી દેવામાં આવે છે. આપણે એવા ઘણા બધા બનાવો જોયા છે તેમજ સાંભળ્યા છે કે જેમાં પ્રેમ પ્રકરણના કારણે ભલભલી દોસ્તી અને ભલભલા સંબંધોને ભુલાવી દઈને એકબીજા પર વાર કરી જીવ લેતા હોય છે. અને અંતે કરૂણ મૃત્યુ પણ નીપજી જતું હોય છે..
હાલ એક એવો જ મામલો સામે આવ્યો છે. જેને સાંભળતાની સાથે જ તમારા રુંવાડા એકાએક બેઠા થઈ જશે. કારણ કે આ મામલામાં સગી માતાએ તેની સગી દીકરી ઉપર છરીના 20 કરતાં વધુ ઘા કરીને રહેંસી નાખી છે. આ મામલો વડોદરા શહેરમાંથી સામે આવ્યો છે. જ્યાં આજવા રોડ ઉપર એક વિધવા માતા તેની પુત્રી સાથે રહેતી હતી..
આ મહિલાના બે વખત છૂટાછેડા થયા હતા અને ત્રીજી વખત તેના પતિનું અવસાન થતાં તે વિધવા બની ગઈ હતી. તેઓ 2013માં જ છૂટાછેડા લઈને આજવા રોડ ઉપર રહેવા માટે આવી પહોંચ્યા હતા. અને તેની દીકરી અને માતા બંને ઓનલાઇન વ્યવસાય કરીને પોતાના જીવન ગુજારતા હતા. આજથી બે વર્ષ પહેલાં ૩૯ વર્ષની માતાએ એક યુવક સાથે સોસીયલ મીડિયા મારફતે મિત્રતા થઈ હતી..
ધીમે ધીમે આ મિત્રતા પ્રેમસંબંધમાં પરિવર્તન પામી હતી. આ બાબતની જાણ જ્યારે મહિલાની દીકરીને થઈ ત્યારે તે ખૂબ જ ગુસ્સે ભરાઈ હતી. અને તેની માતાને આમ ન કરવા માટે જણાવ્યું હતું. પરંતુ ૩૯ વર્ષની માતા તેના પ્રેમીને મૂકી શકે તેમ હતી નહીં. એટલે અવનવી વાતો ને લઈને અવારનવાર માતા અને પુત્રી વચ્ચે ઝઘડા થતા હતા..
થોડો સમય વિતાવ્યા બાદ માતાને પ્રેમ કરનાર યુવક પુત્રીને પણ પ્રેમ કરી બેઠો હતો. એટલે કે પુત્રી અને યુવક બંને ખૂબ જ નજીક આવવા લાગ્યા હતા. બાબતની જાણ જ્યારે તેની માતાને થઈ ત્યારે ફરી પાછા ઝગડાઓ શરુ થઇ ગયા હતા. રોજ ઝઘડાને કારણે એક દિવસ જ્યારે દીકરી ઘરે શાક સમારવા માટે બેઠી હતી. ત્યારે ફરીવાર ઝઘડો થયો હતો..
અને માતાએ ઉશ્કેરાઇને તેની જ દીકરીને ચપ્પુથી ઘા મારીને ઇજાગ્રસ્ત કરી નાખી હતી. જ્યારે દીકરી લોહીલુહાણ થઈ ગઈ ત્યારે તેની માતા તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી. અને પોતે પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જણાવ્યું હતું કે મેં મારી દીકરીને મારી નાખી છે. આ ઉપરાંત આ મહિલાએ બે વખત પોલીસ સ્ટેશનમાં ફોન કર્યા હતા અને પોતાની દીકરી પર કરેલા હુમલાની જાણ પણ કરી હતી..
આ બાબતની જાણ બાબત પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. ત્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને મહિલાની પુત્રીને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. પોલીસે જણાવ્યું છે કે, હાલ આ મામલાને લઇને કોઇ પણ ફરિયાદી વ્યક્તિ મળી આવ્યો નથી. જો ફરિયાદી વ્યક્તિ મળી આવે તો મામલો સરકારી ચોપડે નોંધવામાં આવશે..
અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જ્યારે પોલીસે આ બાબતની જાણ મહિલાને સ્વજનોને કરી ત્યારે મને પણ આ બધાથી દૂર રહેવા માટે કહી દીધું હતું. આ ઘટના સામે આવ્યા બાદ જ કોઈ લોકો ચર્ચા કરી રહ્યા છે કે, આખરે કોઈ પણ માતાએ પોતાની જ દીકરીને ઉપર આવો જીવલેણ હુમલો કેવી રીતે કરી શકે.
આખરે માતા તેના પ્રેમી સાથે એવા તો કેવા પ્રેમમાં પડી ગઈ કે, પોતાની દીકરીને મોતને ઘાટ ઉતારવા માટે કાવતરું ઘડી રાખ્યું હતું. માતા અને તેની પુત્રીનો પ્રેમી પુરુષ હાલ વિદેશમાં હોવાની માહિતી મળી આવી છે. ઘરેલું ઝઘડામાં માતા અને દીકરીએ ન કરવાના કામો કરી નાખ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]