વિધવા મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી, 4 વર્ષનો લાડકો દીકરો માં-બાપ વિહોણો અનાથ થયો..!

જ્યારે કોઈ પરિવારજનો ઉપર દુઃખ આવી પડે ત્યારે એ દુઃખ માંથી બહાર નીકળવા માટે જે તે પરિવારજનોના સભ્યોને ખૂબ જ લાંબો સમય ચાલ્યો જતો હોય છે. જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ નવી યાદો બનતી જાય અને જુના ભૂતકાળને ભુલાવી દેવામાં આવતો હોય છે. પરંતુ કેટલાક વ્યક્તિઓ માટે તેમનો ભૂતકાળ બોલાવો ખૂબ જ અઘરો હોય છે…

તેવું વર્ષો સુધી પોતાની સાથે બનેલી ઘટનાને ક્યારેય ભુલાવી શકતા નથી. આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સોજીત્રા નગરમાં વણકર વાસ આવેલો છે. જ્યાં સરલાબેન નરેન્દ્રભાઈ મકવાણા કે જેમની ઉંમર 42 વર્ષની છે. તેમના પતિ નરેન્દ્રભાઈ મકવાણાનું દોઢ વર્ષ પહેલાં અવસાન થઈ ગયું હતું. ત્યારબાદ સરલાબેન વિધવા બની ગયા અને તેઓ એકલા જ પોતાના ચાર વર્ષના દીકરાની સાથે રહેવા લાગ્યા હતા..

પરંતુ દિન પ્રતિદિન તેવો ખૂબ જ એકલવાયો અનુભવ કરી રહ્યા હતા. તેમના પતિના અવસાન બાદ તેઓને કોઈ પણ જગ્યાએ ચેન પડતું નહીં અને હંમેશા ખૂબ જ ચિંતિત તેમજ હતાશ રહેતા હતા. એક દિવસ તેઓએ પણ પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. અને જીવન ટૂંકાવી દીધું છે.

દોઢ મહિના પહેલા નરેન્દ્રભાઈનું મૃત્યુ થયું અને હવે સરલાબેનનું મૃત્યુ થતાં તેમનો ચાર વર્ષનો દીકરો માતા-પિતા વગરનો નિરાધાર બન્યો છે. આ બનાવને લઈને વણકર ફળિયામાં ખૂબ જ શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે આસપાસના પડોશીઓને જાણ થઈ કે સરલાબેન ને ઘરે આપઘાત કરી લીધો છે..

જ્યારે તેઓ તરત જ સરલાબેનના ઘરે દોડી ગયા હતા. ઘરે પહોંચીને દ્રશ્ય જોયા બાદ તેઓ તાત્કાલિક સોજીત્રા પોલીસને પણ જાણ કરી દેતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યું તેઓએ આ મૃતદેહને નીચે ઉતારી જરૂરી કાર્યવાહી કર્યા બાદ પોસમોર્ટમ માટે મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પણ ખસેડી દીધું છે..

પોલીસના પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, તેમના પતિના અવસાન બાદ તેઓ ખૂબ જ એકલવાયુ જીવન જીવવા લાગ્યા હતા અને અંત્ય કંટાળી જઈને તેઓએ પણ આ અંતિમ પગલું ભરી લીધું છે. કહેવાય છે કે, પતિ અને પત્ની આ જનમ સુધી કોઈ દૂર કરી શકતું નથી તેનો આ ઉત્તમ દાખલો હાલ જોવા મળ્યો છે..

પરંતુ તેમનો સાડા ચાર વર્ષનો દીકરો માતા-પિતા વગર હવે અનાથ બની ગયો છે. તેમના પરિવાર જાણવા માટે પણ ખૂબ જ મુશ્કેલ રૂપ બની ગયું છે. જ્યારે 4:30 વરસના આ બાળકને જાણ થશે કે, તેના માતા-પિતા હવે આ દુનિયામાં રહ્યા નથી. ત્યારે તેના દુઃખનો કોઈ પાર રહેશે નહીં.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment