ગઈકાલે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો જેમાં એક શખ્સ પોતાની ઓળખ બટુક મોરારિબાપુ તરીકે આપે છે અને મુખ્યમંત્રીને સંબોધીને કહે છે કે જો સાત તારીખ સુધીમાં તેને એક કરોડ રૂપિયા પહોંચાડવામાં નહીં આવે તો મુખ્યમંત્રી અકસ્માતમાં માર્યા જશે અને ગુજરાતમાં ક્યારેય પટેલનું રાજ નહીં કરવા દે.
વિડીયોમાં તેણે કહ્યું હતું, 11 દિવસની અંદર એટલે કે 7 તારીખ સુધીમાં એક કરોડ રૂપિયા મને ગમે ત્યાંથી પહોંચાડી દેજો નહીં તો ક્યારેય પટેલને રાજ નહીં કરવા દઉં અને તું પણ અકસ્માતમાં માર્યો જઈશ. તમને ગાદી પર બેસાડ્યા છે તો એક કરોડ પહોંચાડી દેજો. એક કરોડ..એક પણ રૂપિયો ઓછો નહીં.’ ત્યારબાદ તે તારીખ ગણાવતા કહે છે કે, ‘આજે 25 તારીખ થઇ, 5 મી તારીખ સુધીમાં ગમે તે માણસ પાસે પૈસા મોકલાવી દેજો, તો જ ગુજરાતની ગાદી ગાદી પટેલોની રહેશે, નહીંતર દોસ્ત, ત્રણ મહિનાની અંદર ઉપાડીને ફેંકી દઈશ.’
બટુક મોરારી બાપુની ધરપકડ થયા બાદ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ બાપુ એ ખંડણી માંગતો આ વિડીયો દારુ કે અન્ય કોઈ નસીલુ સેવન કર્યા બાદ બનાવ્યો છે. જો આ વાત 100% સત્ય હશે તો બન્યું એમ હશે જે નશામાં કોઇપણ પ્રકારનું ભાન ન રેહતા જીભી લપસી ગઈ હોઈ શકે. પરંતુ હજી આ બાબતે અન્ય કોઈ પુરાવા કે નિવેદન આપવામાં આવ્યું નથી.
એટલે મળતી માહિતી મુજબ અત્યારે એવું કહી શકાય છે કે બટુક મોરારી બાપુ નશાને કારણે આ વિડીયો બનાવ્યો હતો. પરંતુ હાલમાં આ વિડીયો એટલો બઢો વાયરલ થઈ રહ્યો છે કે જેની ન પૂછો વાત.. સોશિયલ મીડિયામાં ભારે માત્રમાં આ ઘટના પર જોક્સ બની ગયા છે. જે વાંચીને યુઝર લોકો રમુજ મેળવે છે.
બનાસકાંઠાના વાવના એક કથાકારે ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર વિડીયો જારી કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ધમકી આપી હતી અને કહ્યું હતું કે એક કરોડ રૂપિયા જો નહીં પહોંચાડવામાં આવે તો તે સીએમને ઉપાડીને ફેંકી દેશે. જોકે, હવે આ બટુક મોરારિબાપુ નામના કથાકારની એલસીબીએ ધરપકડ કરી લીધી છે.
આ ધરપકડ રાજસ્થાનના રેવદરથી કરવામાં આવી હતી. ગઈકાલે વિડીયો વાઈરલ થયા બાદથી જ પોલીસ અને એલસીબીની ટીમે શોધખોળ શરૂ કરી હતી. બટુક મોરારીબાપુએ વિડીયોમાં જ પોતાનો નંબર પણ જાહેર કર્યો હતો. જે નંબર ટ્રેક કરતા તે રાજસ્થાનમાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ એક ટીમેં જઈને ધરપકડ કરી લીધી હતી. હાલ તેને ગુજરાત લાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ જાણવા મળ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]