Breaking News

વેવાઈએ વેવાણના ઘરમાં ઘુસીને કપડા ફાડીને ગડદાપાટુંનો માર માર્યો, કારણ જાણીને હચમચી ગયા દીકરા-દીકરી, અરેરાટીનો માહોલ..!

દીકરા દીકરીના લગ્ન થાય ત્યારે એક નવો સબંધ જન્મતો હોય છે. દીકરાને દીકરીની આપ લે થાય છે. તેમજ પરિવારના નવા સંબંધ રચાય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે અવારનવાર સાંભળવામાં આવ્યું હશે કે વેવાઈ-વેવાઈ વચ્ચે કોઈકને કોઈક બાબતોને લઈને માથાકૂટ ઉત્પન્ન થતી હોય છે…

હવે જુનાગઢના મેંદરડામાંથી વેવાઈ અને વેવાણનો મારપીટનો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવ સામે આવ્યા બાદ એક બાજુ લોકો તેની હસી મજાક ઉડાવી રહ્યા છે. તો એક બાજુ લોકોમાં અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો છે. હકીકતમાં વેવાણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના વેવાઈ ખૂબ જ રાજકીય ઓળખાણો અને મોટો મોભો ધરાવે છે..

મેંદરડાના સાત વડલા પ્લોટમાં જમનાબેન મનસુખભાઈ ખાવડું રહે છે. તેમની દીકરીના લગ્ન ધારીના ગુંદાળી ગામમાં રહેતા મનુભાઈ ગોવિંદભાઈ રાઠોડના દિકરા સાથે થયા હતા. મનુભાઈની ખુબ મોટી ઓળખાણ અને પગલે કોઈ તેની સામે ઊંચો અવાજ કરતો હતું નહીં. એક દિવસ તેઓ જમનાબેનના ઘરે આવી પહોંચ્યા હતા…

અને કહ્યું કે, હું તારું મકાન જપ્ત કરવા માટે આવ્યો છું. તું ઘરમાંથી બહાર નીકળી જા. પરંતુ જમણાબેન રાડો પાડવા લાગ્યા હતા. અને મકાન જપ્ત કરવા માટે અટકાવતા હતા. એટલા માટે મનુભાઈ એમના બેનને ઢોર માર્યો હતો. અને તેમના કપડા ફાડીને પથ્થર વડે ટીંચવા લાગ્યા હતા..

આ મામલો સાંભળ્યા બાદ તમે પણ વિચારમાં મુકાઈ જશો કે, આખરે કોઈ વેવાઈ તેમની વેવાણને સાથે આ પ્રકારનું વર્તન કેવી રીતે આચરી શકે પરંતુ વેવાઈ મનુભાઈએ સહેજ પણ વિચાર કર્યા વગર તેમની વેવાણને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. અને તેમનું મકાન પચાવી પાડવાની ફિરાકમાં હતા..

જમનાબેન બુમો પાડવા લાગ્યા એટલે તેમના વેવાઈ ત્યાંથી ભાગી ગયા હતા. જમનાબેન ખૂબ જ ઇજાગ્રસ્ત થયા હતા. એટલા માટે આસપાસના પડોશીઓની મદદથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ પોલીસમાં મનુભાઈની આ હરકતોને લઈને ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે NC કેસ કર્યો હતો. જેના કારણે માર્કેટનો આરોપી મનુભાઈ તાત્કાલિક જામીન ઉપર મુક્ત થઈ ગયો હતો. કારણ કે તેની ખૂબ મોટી ઓળખાણ અને રાજકીય વર્ગ લોકો સાથે ઉઠક બેઠક હતી. કોઈ સામાન્ય વ્યક્તિ તેનો કેસ હાથમાં લેવા માટે પણ તૈયાર હતું નહીં. એટલા માટે મહિલાએ રાજ્યના ગૃહ સચિવને આ બાબતની જાણ કરી છે…

અને કડક પણે તેના વેવાઈ સામે પગલાં લેવા માટે જણાવ્યું છે. આ ઉપરાંત જમણા બેને તેના વેવાઈ સાથે તાંત્રિક વિદ્યા કરાવવાની પણ ધમકી આપવાના આક્ષેપોક મૂક્યા છે. પોલીસે હવે એની પૂછપરછ કરી હતી. ત્યારે વેવાઈએ જણાવ્યું કે, હું વેવાણ જમનાબેનને ઘરે ગયો હતો. એ વાત બિલકુલ સાચી છે. જ્યારે મારા દીકરાના લગ્ન થયા ત્યારે અમે અમારી પુત્ર વધુને સ્ત્રી ધનના ત્રણથી ચાર લાખ રૂપિયાના દાગીનાઓ આપ્યા હતા.

આ દાગીનાઓ તેઓ કેટલાય સમયથી પાછા લેવાની મથામણ કરતા હતા. તેઓએ 10 તારીખ સુધીમાં દાગીના પાછા આપણે દેવાનું કહ્યું હતું. પરંતુ જમનાબેનને દાગીના પરત ન આપતા તેઓએ જણાવ્યું કે દાગીના ક્યાં છે…? તો જમનાબેને કહ્યું કે, દાગીનાને બેંકમાં મૂક્યા છે. આ દાગીનાની બાબતને લઈને તેઓ અવારનવાર બહારના બાજી કરતા હતા એટલા માટે વેવાઈએ કહ્યું કે હું તમારું ઘર જપ્ત કરી લઈશ તમે મને દાગીના આપો કે ન આપો પરંતુ હવે તમારું ઘર રહેશે નહીં..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *