વેફરના પડીકાની આડમાં એવી વસ્તુની હેરાફેરી થતી પકડાઈ કે જોતા જ પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ, હચમચાવતો વિચિત્ર કિસ્સો આવ્યો સામે..!

અમુક લોકોને ઓછા સમયમાં વધારે પૈસા કમાવવાની તાલાવેલી જાગી ઉઠતી હોય છે અને એવા સમયે તેઓ શું કરી બેસે તેનું પણ નક્કી હોતું નથી. મોટાભાગે ઓછા સમયમાં વધારે પૈસા કમાવવા માટે કેટલાક લોકો બે નંબરના ધંધાઓ ચલાવવા લાગતા હોય છે, જ્યારે તેમને અહેસાસ થાય કે તેઓ ખૂબ જ ખરાબ કામ કરી રહ્યા છે..

ત્યારે ખૂબ જ વધારે સમય વીતી ગયો હોય છે, અને ત્યારબાદ આવી પરિસ્થિતિની અંદરથી બહાર નીકળવું પણ ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ જતું હોય છે. અત્યારે પોલીસને ચકમો આપીને અમુક લોકો ખૂબ જ કાળી કરતુતો કરી રહ્યા હતા, ત્યારે આ બાબતની જાણકારી મળે ત્યારે વિચારનારા દરેક લોકો ચક્કર ખાઈ ગયા હતા..

હકીકતમાં ધનસુખ અને મયંક નામના બે યુવકો બહારના રાજ્યોમાંથી વેફરના ઓર્ડર આપીને જ્યારે વેફરની ડિલિવરી પહોંચવાની હોય ત્યારે વેફરના પેકેટની અંદર પ્રતિબંધિત ચીજ વસ્તુઓ છુપાવી દેતા હતા અને રાજ્યમાં ઘુસાડીને તેના હેરા ફેરીથી પૈસા કમાતા હતા, જ્યારે પોલીસને બાતમી મળી કે વેફરના પેકેટની આડમાં કેટલાક લોકો દારૂ જેવી ચીજ વસ્તુઓની હેરાફેરી કરી રહ્યા છે..

ત્યારે પોલીસે તરત જ તપાસ ચલાવી હતી અને વેફરની ડિલિવરી કરનાર ટ્રક કયા રસ્તેથી આવી રહ્યો છે, તેની પણ માહિતી મેળવી લીધી હતી. આ ટ્રકને પકડી પાડીને તેનું ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે તેની અંદરથી કેટલાક વેફરના ખોખાઓ મળી આવ્યા હતા, અને આ બોક્સ ખોલતાની સાથે જ વેફરના પેકેટોની નીચેથી વિદેશી બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો..

આ તમામ કામગીરી પાછળ મયંક અને ધનસુખ નામના બે યુવક હતા. આ ઉપરાંત તેઓ ડ્રાઇવરને પણ ખૂબ જ વધારે પૈસા આપતા હતા, એટલા માટે ડ્રાઇવર પણ મોઢું ચુપ રાખીને આ કામગીરી ચલાવી રહ્યો હતો. હાલ પોલીસે આ ટ્રકને કબજે કરી લીધો છે, આ ઉપરાંત ધનસુખ અને મયંક નામના બંને યુવકોને શોધખોળ કરવાની કામગીરીઓ ચાલી રહી છે..

આ બંને યુવકોને ખબર પડી કે તેમનો ટ્રક પોલીસે પકડી લીધો છે, એટલે તાત્કાલિક ધોરણે તેઓ રફુચક્કર થઈ ગયા છે. અગાઉ પણ બાતમીના આધારે પોલીસે ઘણા બધા આરોપીઓના ગોરખધંધાને બંધ કરાવી દીધા છે. અને હજુ પણ પોલીસની સતર્કતાને કારણે વધુ એક આરોપીના કાળા કારનામાનો પરદાફાશ થઈ ચૂક્યો છે..

શરૂઆતમાં તો બધું જ બરાબર લાગતું હતું, પરંતુ જ્યારે વેફરના બોક્સ ખોલવામાં આવ્યા ત્યારે અંદરથી વિદેશી દારૂ મળી આવતા જ સૌ કોઈ લોકો જોતા ને જોતા જ રહી ગયા હતા, હકીકતમાં આ બનાવે સૌ કોઈ લોકોને વિચારવા પર મજબુર કરી દીધા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment