Breaking News

વીજ પોલ પાસે પેશાબ કરવા જતા ધોરણ 9ના વિદ્યાર્થીને લાગ્યો જોરદાર કરંટ, નજર સામે જ તરફડીયા મારીને મોત થતા પરિવાર શોકમાં ડૂબ્યો…!

ચોમાસુ બેસતા જ રોજબરોજ કેટલાય લોકોના જીવ જવાના મામલાઓ સામે આવે છે. આ મામલાઓ વાંચ્યા બાદ એવું લાગે છે કે, હવે માણસના જીવની સરકારી તંત્રને કોઈપણ ચિંતા ન રહી હોય તેવું લાગી રહ્યું છે. વરસાદના કારણે રોડ રસ્તા તૂટી જતા હોય છે. તેમજ કેટલાક લોકો ભૂવામાં પડીને તેમજ અન્ય સુવિધાના અભાવને લઈને પણ મરવા પડે છે..

તંત્રીની ઘોર બેદરકારીને લઈને કેટ કેટલાય લોકોના જીવ જતા રહે છે. અને હાલ એ પ્રકારનો જ એક બનાવ છોટાઉદેપુરના નસવાડી તાલુકાના પીપલાદ ગામમાંથી સામે આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી નસવાડીના પીપલજમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. એક દિવસ મોડી રાત્રે ગામમાં બે મિત્રો ચતુર અને વિકેશ પસાર થઈ રહ્યા હતા..

સાંજના સમયે ભારે વરસાદ હોવાને કારણે તેઓ પોતાના ઘરે જતા હતા. ત્યારે બંને પેશાબ કરવા માટે નજીકના વિજપોલ પાસે ઊભા રહ્યા હતા. જેમાં વિકેશ વીજપોલ પાસે જ પેશાબ કરવા જતો હતો. એવામાં અર્થીંગ વાયર મારફતે નીચે ઉતરી રહ્યો હતો અને જેના કારણે વિકેશને કરંટ લાગ્યો હતો. અને ત્યાં તે ઢળી પડ્યો. અને તરફડિયા મારવા લાગ્યો હતો..

જ્યારે આ દ્રશ્ય જોઈને તેનો મિત્ર ચતુર જોરજોરથી બૂમો પાડવા લાગ્યો હતો અને આસપાસના તમામ લોકોને બોલાવ્યા હતા. એવામાં વિકસના પિતાને પણ બોલાવ્યા હતા. પરંતુ તેના પિતાની નજર સામે તેમના ધોરણ નવમાં ભણતા દીકરાનું મૃત્યુ થઈ ગયું હતું. લાડકવાયા દીકરાના મૃત્યુને લઈને પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે.

તો માતાને દુઃખનો કોઈ પાર જ રહ્યો નથી. આ સાથે સાથે નસવાડીની હાઈસ્કૂલમાં પણ એક વિદ્યાર્થીનું મોત થયું છે. કારણ કે વીજ પોલના તાર વૃક્ષની ડાળી પાસેથી પસાર થઈ રહ્યા હતા. જેને પગલે વૃક્ષમાં કરંટ ઉતરી રહ્યો હતો. આ વૃક્ષની ડાળી અડકતાની સાથે જ એક વિદ્યાર્થીનું ચાલુ શાળાએ જ મૃત્યુ થયું હતું.

એક સાથે બે વીજ કરંટના બનાવો સામે આવતા જ સૌ કોઈ લોકો મધ્ય ગુજરાત વીજ કંપની સામે સવાલ ઉઠાવી રહ્યા છે. અને આ તંત્ર ઘોર બેદરકારીમાં સૂઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ અને પવનને પગલે વૃક્ષો ધારાશાયી થવાથી કેટલાય લોકોના ઘર પડી ગયા છે..

તેમજ અન્ય ચીજ વસ્તુઓને પણ ભારે નુકસાન થયું છે. તો કેટલાય લોકો ધરાશાયી મકાનમાં દટાઈ જવાને કારણે મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત ખેતર અને ઘર ઉપર વીજળી પડવાને કારણે અંદર જે 15 લોકોના જીવ ચોમાસું બેચતાની સાથે જ થઈ ચૂક્યા છે. આ આંકડો ખુબ જ ચોંકાવનારો સાબિત થયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પડોશી મહિલાને કપડા સુકવતી જોઈને નરાધમ યુવકે યોગા કરવાના બહાને કપડા કાઢીને કરી એવી હરકતો કે જાણીને ભલભલાને પરસેવો છૂટી ગયો.. વાંચો..!

અત્યારે ખૂબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જે દરેક વ્યક્તિઓએ જાણી લેવો જોઈએ અને …

Leave a Reply

Your email address will not be published.