Breaking News

વતને જતા પરિવારની કાર અને ડમ્પરની અથડામણ થતા એક જ પરિવારના 4 લોકોના મોત, ગમખ્વાર અકસ્માતમાં કાર બુકડો બોલી ગઈ..!

ગઈકાલે હાઇવે ઉપર બે મોટા અકસ્માતો સર્જાયા છે. જેમાં એક અકસ્માતમાં કુલ બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય એક અકસ્માતમાં સમગ્ર પરિવારજનોનું મૃત્યુ થયું છે. આ અકસ્માત ખૂબ જ કરુણ સાબિત થયો છે. જે ભાવનગર જિલ્લાના વલભીપુર ઉમરાળા હાઇવે ઉપર બન્યો છે..

આ અકસ્માતનો ભોગ બનનાર પરની પરિવાર અમરેલી જિલ્લાનો છે. જે સુરતથી પોતાના વતન પરત આવી રહ્યો હતો. ત્યારે ભાવનગરના વલભીપુર ઉમરાળા હાઇવે ઉપર તેમની કારને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. જેમાં તેમના પરિવારજનોના ત્રણ સભ્યોના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય એક સભ્ય અને ખૂબ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો..

પરંતુ ત્યાં પણ તેનું મૃત્યુ થઈ ગયું છે. જેને કારણે મૃત્યુનો આંક ચાર સુધી પહોંચી ગયો છે. આ પરિવાર સુરતથી લાઠીના ઝરખીયા ગામે જતો હતો. આ અકસ્માતમાં જીલુભાઇ ભુવા, ગીતાબેન ભુવા તેમજ શિવમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે શુભમને ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો..

પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેણે પણ જીવ ગુમાવી દીધો છે. લોકોનું કહેવું છે કે આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, કારની અંદરથી મૃતકોને કાઢવા માટે કારના પતરા પણ તોડી નાખવા પડ્યા હતા. ત્યારે અકસ્માત બન્યો ત્યારે હાઇવે મરણ ચીખોથી એકદમ ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માત કાર અને ટ્રક વચ્ચે થયો હતો..

અકસ્માતની વધારે પડતી માહિતી તો સામે આવી નથી. પરંતુ આ અકસ્માતને લઈને લોકોના ટોળેટોળા તાત્કાલિક એકઠા થઈ ગયા હતા. અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં મદદરૂપ બન્યા હતા. આહિર પરિવારના ચાર સભ્યોનું મૃત્યુ થઈ જતા પરિવારજનોને માથે ખૂબ જ મોટી આફત આવી પડી છે..

તેઓ જ્યારે સુરતથી અમરેલી જઈ રહ્યા હતા ત્યારે વલભીપુર થી બાયપાસ રાજકોટ રોડ ઉપર આકસ્માત મોડી રાત્રે લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે સર્જાયો હતો. જ્યાં ડમ્પરે ભયંકર રીતે આ કારણે ટક્કર મારી દીધી હતી. આ અકસ્માત એટલો બધો ખતરનાક હતો કે જેમાં આ કારના કુચે કુચા ઊડી ગયા હતા.

આ ઉપરાંત બીજો અકસ્માત તારાપુર વાસદ હાઇવે ઉપર સર્જાયો છે. જ્યાં નાર ગામના પાટીયા પાસે પૂર ઝડપે આવતી કાર બ્રિજના ડિવાઇડર સાથે અથડાતા જ કારનો બૂકડો બોલી ગયો હતો. જેમાં સવાર સાસુ અને તેની વહુનું મૃત્યુ થયું છે. જ્યારે સસરા તેમજ વહુનો પતિ સારવાર હેઠળ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *