જ્યારે ઉનાળામાં દરેક લોકો ફળોના રાજા ની આતુરતા થી રાહ જોઇ રહ્યા હતા ત્યારે ફળોનો રાજા કોઈને પણ સસ્તા ભાવે મળ્યા નોહ્તા. એટલે કે કેરી ફળોમાં રાજા કેરી ને કહેવામાં આવે છે આ રાજાની કેટલી વેલ્યુ છે તે આ વર્ષે દરેક ને કેરીના રસિયાઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ કેરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ આ વર્ષે કેરી મળવી ખૂબ જ અશક્ય હતી વારંવાર બદલાતા વાતાવરણના કારણે ગીરની પ્રખ્યાત કેસર કેરીની આવક ખુબ ઓછી હતી.
તેના કારણે ભાવ ખૂબ જ વધુ હતા પરંતુ હવે તેમાં ભાવમાં ખૂબ જ ઘટાડો નોંધાયો છે એટલે કે આ કેસર કેરીની આવક માં વધારો થતાં ભાવમાં કડાકો બોલાયો છે તાલાલા ગીર માં મોટા પ્રમાણમાં પ્રખ્યાત કેસર કેરીનું ઉત્પાદન થાય છે અને અહીંની કેસર કેરી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે પરંતુ ગત બે ચાર વર્ષ થી ગીરની કેસર ને ગ્રહણ લાગતાં મોંઘી બની છે પહેલા સામાન્યથી મધ્યમવર્ગના લોકો પણ ગીરની કેસર કેરીનો સ્વાદ માણી શકતા હતા.
પણ વાવાઝોડા અને ચાલુ વર્ષે વારંવાર બદલાતા વાતાવરણના કારણે શરૂઆતમાં કેસર કેરીના ભાવ આસમાને પહોંચી ગયા હતા જે કેસર કેરી 250 થી 500 રૂપિયા બોક્સ મળતું હતું તે બોક્સના ચાલુ વર્ષ શરૂઆતમાં 1500થી લઇને 2000 રૂપિયા સુધીનો ભાવ પહોંચ્યો હતો અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કેસર કેરી કડવી બની હતી કેસર કેરીનો હબ ગણાતા તલાલા માર્કેટયાર્ડમાં શરૂઆતમાં કેસર કેરીની આવક ઓછી હતી.
અને ત્રણ થી પાંચ હજાર જ કેરીના બોક્સ ની આવક હતી તેમની સામે હાલમાં દરરોજના ૨૦થી ૨૫ હજાર કેસર કેરીના બોક્સ તલાલા માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે તેનું એક જ મુખ્ય કારણ છે કારણકે હાલમાં આગાહી કારો દ્વારા વરસાદનું આગમન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એટલા માટે કેરીના વેપારીઓ દ્વારા વહેલી તકે ખાલી કરવામાં આવી રહી છે અને ચાલુ સિઝનમાં ચાર લાખથી વધુ કેસર કેરીના બોક્સની આવક થઈ છે.
જેમાં પણ કેરીની હબ ગણાતા તલાલાગીર માંથી માત્ર બે લાખ જેટલા બોક્સની આવક થઇ છે જ્યારે અન્ય બોક્ષ માળિયા વેરાવળ-કોડીનાર માંગરોળ સહિતના વિસ્તારોમાંથી આવ્યા છે અને એટલા જ ભાવમાં પણ ધરખમ ધડાકો થયો છે અને ચારસો રૂપિયા લઈને સારામાં સારી ૯૦૦થી ૧૦૦૦ રૂપિયામાં મળી રહી છે બીજી તરફ ખેડૂતો નું માનીએ તો શરૂઆતમાં કેસર કેરીના ભાવ અને સારા રહ્યા પરંતુ ઉત્પાદન ઓછું થવાના કારણે ખેડૂતોને મોટી નુકશાની થઇ છે.
કારણ કે જે બગીચામાં 400 બોક્સ કેસર કેરીના થતી હોય ત્યાં આ વર્ષ માત્ર 70 થી 80 બોક્સ ઉતર્યા હતા જ્યારે કેરીના બગીચામાં ત્રણ તબક્કામાં હોવાને કારણે કેરીની સિઝનમાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે આગોતરા ફ્લાવરિંગ માં કેરી ની સાઈઝ મોટી હતી ત્યારે પાછળ ફ્લાવરિંગ માં સાઈઝ નાની હોવાના કારણે પણ હાલ યોગ્ય ભાવ મળતા નથી .
અમદાવાદના બજારમાં હવે સસ્તી કેરી આવી ગઈ છે તમને સાંભળીને થોડાં નવાઈ લાગશે પરંતુ તાલાલા ગીરની કેરી હવે અમદાવાદમાં સસ્તા ભાવે વેચાઇ રહી છે આ તાલાલા ગીરની કેરી ની પેટી 1700રૂપિયાથી લઈને 2000માં વેચાતી હતી તે જ કેરી હાલમાં 1000રૂપિયા આસપાસ મળી રહી છે આપ ભાવ ઘટવાના કારણો ઘણા બધા છે.
અમદાવાદના પ્રહલાદ નગર રોડ અને વાસ્ત્રપુર ખાતે ખેડૂતો કેરી નું સીધું વેચાણ કરે છે અમદાવાદમાં કેરીના સારા ભાવ મળે તે માટે મોટી સંખ્યામાં ખેડૂતો અહીં આવે છે આશરે છેલ્લા એક મહિનાથી ખેડૂતો કેરીનું વેચાણ કરી રહ્યા છે આ માટે વિવિધ જગ્યાએ સ્ટોલ બનાવવામાં આવ્યા છે અહીં ગ્રાહકો તપાસ બાદ કેરીની ખરીદી કરી શકે છે. હવે તમામ લોકો માટે સ્વાદ સરળ બનતો જણાઈ રહ્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]