ચોમાસાના શ્રી ગણેશ થતાની સાથે જ રાજ્યના જુદા જુદા જીલ્લાઓમાં વરસાદ આફતજનક સાબિત થયો છે. જુદા જુદા વિસ્તારોમાંથી જુદા જુદા બનાવો સામે આવ્યા છે. ગુજરાતમાં ચોમાસું વિધીગત રીતે બેસ્યું નથી. પરંતુ પ્રિમોન્સૂન એક્ટિવિટી દરમિયાન અમુક જિલ્લામાં છૂટાછવાયા વરસાદ વરસવા લાગ્યા છે. જેમાં કુલ ૯૧ તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે..
જ્યારે બાકીના તાલુકામાં પણ આવનારા બે દિવસની અંદર વરસાદ વરસી જશે. જે તાલુકાઓમાં વરસાદ વરસી ગયો છે. તે તાલુકાઓમાંથી ક્યાંકને ક્યાંક માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં મહીસાગરના ગોઠવા ગામમાંથી વીજળી પડતા એક મહિલાનું મૃત્યુ થયું છે. આ સાથે જ લુણાવાડા ગામમાં વીજળી પડતાં બે વ્યકિતઓના મૃત્યુ થયા છે.
આ સાથે સાથે અમદાવાદની એક સોસાયટીમાં લાઈટ પોલને અટકતાની સાથે જ એક મહિલા અને એક દસ વર્ષના બાળકોને મૃત્યું થયું છે. પ્રી મોન્સૂન એક્ટીવીટી દરમિયાન પડેલા વરસાદને કારણે રાજ્યમાં કુલ ૬ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જેમાં પાંચ મહિલાઓ છે. જ્યારે એક નાનકડો બાળક છે. ગોઠડા ગામના શીવીબહેન રહે છે. તેમની ઉમર ૪૨ વર્ષની છે.
તેમના ઘરની બહાર ભેંસ આવી ઉભી હતી. એટલા માટે ભેંસને ઘરની અંદર લઈ જવા માટે તેઓ ઘરની બહાર નીકળતા હતા. એવા સમય દરમિયાન અચાનક વીજળી ત્રાટકી પડી હતી. વીજળી બિલકુલ તેની પાસે જ ત્રાટકી હતી. એટલે કે જોતજોતામાં તો તેઓનું મૃત્યુ થઈ ગયું હતું. વીજળી પડ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
પરંતુ ફરજ પરના તબીબોએ તેમને તપાસમાં મૃત જાહેર કરી દીધા હતા. તો બીજી બાજુ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં પણ મૂશળધાર વરસાદ વરસી ગયો હતો. જેના કારણે દીવાલ ધરાશાયી થતા એક જ પરિવારના ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા. વરસાદ આવતાની સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાઈ ગયો છે.
પરંતુ બીજી બાજુ માત્ર બે દિવસની અંદર અંદર ગુજરાતમાં કુલ ૬ વ્યક્તિઓના મૃત્યુ થતા દુઃખ ની લહેરખી વ્યાપી ગઈ છે. તમને જણાવી દઈએ કે મહીસાગરના સંતરામપુર તાલુકામાં સૌથી વધારે ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. હજુ પણ આગામી પાંચ દિવસ સુધી આ વિસ્તારમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે આપી દીધી છે..
તેમજ રાજ્યના મોટા મોટા હવામાન નિષ્ણાતો પણ જણાવી દીધું છે કે, મોટાભાગના શહેરોમાં એકાએક જ વાતાવરણમાં પલટો નોંધાયો છે અને ત્યારબાદ દે માર વરસાદ વરસવા લાગશે .નૈઋત્યનું ચોમાસું પણ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે.તેની અસરના કારણે15 થી લઇને 20 તારીખ સુધીમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ વધારે પડતી આગાહી આપવામાં આવી છે. આ સિવાયના બીજા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસાદ તરીકે ચાલુ રહેશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]