ચોમાસા દરમ્યાન વીજળીનો કરંટ લાગવાના કારણે ઘણા લોકોનું મોત થાય જતું હોય છે. આ ઉપરાંત ઘણી વાર વીજળી વિભાગની બેદરકારીને કારણે પણ કેટલાક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ચોમાસાના સમયગાળામાં ખેતરમાં ખેતીકામ કરતા ખેડૂતોને તેમજ અન્ય ઘણા બધા પશુઓને કરંટ લાગવાનો ભય રહેતો હોય છે..
વિજળી વિભાગ દ્વારા વીજળીના ખુલ્લા તારો અને અનેક વિસ્તારના મુખ્ય વીજળી સપ્લાય મથકો પર સુરક્ષાના અભાવને કારણે ઘણીવાર લોકોને તેમજ પશુ અને કરંટ લાગવાના કિસ્સા સામે આવતા હોય છે. ડભોઇ વિસ્તારમાં વીજ કંપનીની આવી જ એક ભારે બેદરકારીની ઘટના સામે આવી છે. થોડા સમય પહેલા ડભોઇ વિસ્તાર તારા પાર્ક નજીક મધ્ય ગુજરાતનું ૧૧ હજારનું ડીપી મૂકવામાં આવ્યું હતું..
રાબિયા પાર્કમાં રહેલા આ ડીપીમાંથી તે વિસ્તારમાં દરેક ઘરો તેમજ રસ્તા પરની લાઈટો પર વીજળી પુરવઠો પુરો પાડવામાં આવતો હતો. પરંતુ વીજળી વિભાગ દ્વારા 11 હજાર વોટ ધરાવતા ડીપી પાસે સરક્ષણ માટે કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા ન હતા. જેને કારણે એક પશુ નું કરંટ લાગવાને કારણે કેટલા મૃત્યુ થયું હતું
.આ ઘટના ની જાણ થતાં આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં રોષ ફેલાયો હતો. છેલ્લા ઘણા દિવસોથી અવાર નવાર ત્યાં ભટકતાં પશુઓ ડીપીમાં અડી જતાં હોવાને કારણે મોત નિપજ્યાની ઘટનાઓ બનતી હતી. આ ઉપરાંત ત્યાં આસપાસના વિસ્તારમાં હાઇ સ્કૂલ પણ આવેલી છે. જેના કારણે લોકો ને તેમજ ત્યાં અભ્યાસ કરતા બાળકોના માતા પિતાને તેમના બાળકોની હંમેશા ચિંતા સતાવતી હતી..
આ ડીપી ની આસપાસ સરક્ષણ દિવાલ નો અભાવને કારણે ત્યાંના સ્થાનિક લોકોમાં પણ તેનો ભાઈ બની રહેતો હતો. આ ઉપરાંત તેના સ્થાનિક લોકો પાસેથી પણ જાણવા મળ્યું છે કે, થોડાક દિવસો પહેલા આવી જ ડીપીમાં સુરક્ષાના અભાવને કારણે 2 બકરીઓ પણ ત્યાં જઈ રહી હતી. પરંતુ તેનો બંનેની બચાવ કરી લેવામાં આવ્યો હતો.
સ્થાનિક લોકો દ્વારા સરકારમાં અરજી કરવામાં આવી છે કે તેઓ વીજળી ડીપી ની આસપાસ વહેલામાં વહેલી તકે સંરક્ષણ દીવાલનું નિર્માણ કરવામાં આવે જેથી કરીને અન્ય કોઈ વ્યક્તિ કે પશુ પ્રાણીના જીવ ન જાય. કારણ કે કરંટ લાગવાને કારણે કોઇપણ વ્યક્તિઓનું માત્ર ગણતરીની મીનીટોમાં જ મૃત્યુ થતું હોઈ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]