આ વર્ષે વરસાદ ખુબ ઓછી માત્રામાં થયો જેથી ખેડૂતોને ખેતીમાં અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે. સિંચાઈના પાણી વગર ખેડૂતોની સ્થિતિ વિકટ બનતી જાય છે. અમુક જગ્યાએ ખેતરમાં ઉભા પાક સુકાઈ રહ્યા છે તો અમુક ખેતરોમાં જો એક અઠવાડિયા સુધીમાં સિંચાઈનું પાણી ન મળ્યું તો પાક નિષફળ જશે એવું લાગી રહ્યું છે, તો અમુક જીલ્લામાં ઓ હજુ વાવણી પણ નથી થઈ.
આવ વિકટ સમયે સરકાર મોટા જળાશય ડેમોમાંથી સિચાઈ માટે નું પાણી નર્મદા કેનાલ મારફતે પૂરું પાડે એ આશા એ ખેડૂતો રાહ જી રહ્યા છે. આ બાબતે સરકારે ખુબ ચર્ચા વિચારણા કરીને નિર્ણય લીધો છે. શું આ નિર્ણય યોગ્ય છે કે નહી આપ કોમેન્ટ કરીને જરૂર બતાવજો. તો ચાલો આપડે જાણીએ કે સરકારે શું નિર્ણય લીધો છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે આ વર્ષે વરસાદ ખુબ જ ઓછ પડ્યો છે જેથી રાજ્યના મોટા ભાગના જળાશયો ખાલી ખમ છે. જેમાં ઉનાળામાં માત્ર પીવા માટે વપરાય એટલો જ પાણીનો જથ્થો છે જેથી સિંચાઈ માટે પાણી ખેડૂતો ને આપવું ખુબ જ મુશ્કેલ છે. માટે આ વર્ષે ચોમાસાના વરસાદના પાણી પર જ ખેતી નિર્ભર રહેશે.
નીતિન પટેલએ કહ્યું કે વરસાદ ઓછો થવાથી ખેતી સંપૂર્ણપણે વરસાદ પર જ નિર્ભર રહેશે તેથી સિંચાઈ માટેનું પાણી આપવું ખુશ મુશ્કેલ છે. કારણકે રાજ્યના તમામ જળ સ્ત્રોતો ડેમમાં માત્ર 30 ટકા જેટલું જ પાણી ભરેલું છે જયારે ઘણા ડેમ તો સાવ ખાલી ખમ પડ્યા છે. માત્ર પીવા માટે પાણી બચી શકે એટલો જથ્થો બચાવવામાં આવ્યો છે.
નીતિન પટેલના આ નિવેદનથી ખેડૂતો ભારે ચિંતામાં મુકાઇ ગયા છે કે જો વરસાદ સમયસર નહી આવે તો સિંચાઈ માટેના પાણીનું શું થશે? તેમજ પાક નિષ્ફળ જવાની બીક સૌ કોઈ ખેડું મિત્રોને સતાવી રહી છે. જોકે હવામાન વિભાગે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં રાજ્યના મોટા ભાગના જીલ્લાઓમા વરસાદ થઈ જશે એવી આગાહીઓ કરી છે.
સુરત શહેરમાં 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી આર.સિ.ફળદુએ પણ મોટુ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે વરસાદ નિમિત સમય કરતા પાછળ ખેચાયો છે એ બાબતે રાજ્ય સરકાર ચિંતિત છે. આપડે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસાદ આવે. સરકારે તમામ ઘટનાઓની કામગીરી ચાલુ કરી દીધી છે. તેઓએ આદેશ આપી દીધા છે કે ડેમ માં પીવાના પાણી પુરતું પાણી રાખવામાં આવે અને બાકીનો તમામ જથ્થો સિંચાઈ માટે આપી દેવામાં આવે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]