રોજના અકસ્માતના બનાવો ઘણા ખરા લોકોના મૃત્યુના સમાચાર આપીને જતા રહે છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર દરેક લોકોના પરિવારજનો ખૂબ દુઃખની લાગણીમાં વહી ગયા હોય છે. કારણ કે અકસ્માત થયેલું મૃત્યુ ખૂબ જ કરુણ હોય છે. હાલ એક ગમખ્વાર અકસ્માત પાવાગઢના નવી ભાટ ગામ પાસે બન્યો છે..
નવી ભાટ ગામમાં બારૈયા પરીવારના બે ભાઈઓ વર્ષોથી રહે છે. જેમાં ભરતભાઈ ટેટાભાઈ બારીયા અને નારણભાઈ ટેટાભાઈ બારૈયા બંને તેમની ભત્રીજાની બાઈક લઈને કોઈ કામ માટે શિવરાજપુર ની બજારમાં જઈ રહ્યા હતા. જીવન એકદમ મસ્ત ચાલતું હતું. પરંતુ અચાનક જ તેમને એક ગમખ્વાર અકસ્માત નડ્યો છે..
જેમાં નારણભાઈ ટેટાભાઈ બારૈયાનું મૃત્યુ થયું છે. તેઓ જ્યારે શિવરાજપુરની બજારમાં જતા હતા ત્યારે નવી ભાટ ગામની પંચાયત ઓફિસ પાસે પહોંચ્યા હતા. જ્યાં ખૂબ મોટો વળાંક આવેલો છે. આ વળાંક પરથી પસાર થતા હતા. એવામાં તો સામેની બાજુથી પૂર ઝડપે ટેમ્પો આવી રહ્યો હતો.
આ ટેમ્પોએ બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે બાઇકના કુચે કુચા બોલી ગયા હતા. અને ભરતભાઈ રોડ ની બાજુ આવેલા કૂવાની દિવાલ સાથે ગંભીર રીતે અથડાયા હતા. જ્યારે નારાયણભાઈ કુવા સાથે અથડાવાની બદલે કુવાની અંદર ભગવાને પડી ગયા હતા. આ કુવાની અંદર પાણી ન હોવાથી તેઓ ગંભીર રીતે પટકાયા હતા..
આ કૂવાની ઊંડાઇ અંદાજે ૪૫ ફૂટ જેટલી હતી. પોતાના મોટાભાઈને કુવામાં ખાબકેલા જોઈને ભરતભાઈ એ તરત જ બૂમાબૂમ શરૂ કરી દીધી હતી. જેથી કરીને આસપાસના લોકો મદદ માટે આવી પહોંચ્યા હતા. પરંતુ ૪૫ ફૂટ ઉપરથી નીચે પટકાતા જ નારણભાઈ અધમુઆ થઇ ગયા હતા..
તેને ખાટલા અને દોરડા વડે બાંધી ને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ જમી હાલત ખુબ જ નાજુક હતી. એટલા માટે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા. તો બીજી બાજુ આ ગમખ્વાર અકસ્માત સર્જાતાની સાથે જ ટેમ્પોચાલક પોતાનો ટેમ્પો ઘટનાસ્થળે મુકી ને ત્યાંથી ભાગી ગયો હતો.
અકસ્માતમાં નાનાભાઈ ભરતે તેમના મોટા ભાઈ નારણભાઈ ને પોતાની નજર સામે જીવ જતા જોયો હતો. આકસ્માતને લઈને ભરતભાઈએ પાવાગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ હાલ ટેમ્પાચાલક ને શોધી રહી છે અને આગળની તપાસ શરૂ કરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]