વળગાડ કાઢવા મહિલાને તાંત્રિકે પાસે લઈ ગયો પરિવાર, તાંત્રિકે કર્યા એવા કામ કે મહિલાનો રીબાઈ રીબાઈને જીવ ગયો, આંખો ખોલતો બનાવ આવ્યો સામે..!

માત્ર પાંચ દિવસ પહેલા તાંત્રિક વિધિના નામે નવીન કારનામાઓ કરીને ગીર સોમનાથના એક ગામડામાંથી દીકરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. અને અત્યારે વધુ એક તાંત્રિક વિધિના બહાને બે તાંત્રિકોએ બે બાળકોની માતા ઉપર ન કરવાના કારનામાઓ કરી નાખ્યા છે..

અને આખરે તેનો જીવ પણ જતો રહ્યો છે. મધ્યપ્રદેશના કંટાળીથી આશરે 2 km દૂર નીચગાવ પાસે કોલ્હાપુર નામનું ગામ આવેલું છે. અહીં સુંદરલાલ બહેશ્વર તેમની પત્ની ગીતા મહેશ્વર તેમજ તેના ભાઈ કમલાલ બહેશ્વર આજે ખુશીથી જીવન જીવતા હતા. સૌ કોઈ લોકોને હળી મળીને રહેતા હતા.

સુંદર લાલ બહેશ્વવર અને તેની પત્ની ગીતા મહેશ્વરને લગ્નજીવન દરમિયાન એક દીકરો અને એક દીકરીનો જન્મ થયો હતો. છેલ્લા 15 દિવસથી ગીતાની તબિયત દિન પ્રતિદિન બગડતી જતી હતી. તેની આ હાલત જોઈને પરિવારના સભ્યો તેને દવાખાને લઈ જવાને બદલે જુદી જુદી વિધિઓ કરવા માટે તેને તાંત્રિક પાસે લઈ ગયા હતા.

આ બંને તાંત્રિકોએ ગીતાના પરિવારજનોને જણાવ્યું કે, ગીતાના શરીરમાં વળગાડ રહેલો છે. આ વળગાડને કાઢવા માટે જુદી જુદી તાંત્રિક વિધિઓ કરવી પડશે. આ ઉપરાંત આ વિધિ શરૂ થયા બાદ પરિવારના સભ્યો જો તેમાં અડચણરૂપ બનશે તો ખૂબ જ મોટું નુકસાન ભોગવવાનો પણ વારો આવી શકે છે..

પરિવારના સૌ કોઈ સભ્યો આ વિધિ કરવા માટે રાજી થઈ ગયા હતા. આ બંને તાંત્રિકોએ વિધિ શરૂ કરી જેમાં તેઓએ મહિલાને બચકા ભરીને લોહી લુહાણ કરી દીધી હતી. આ ઉપરાંત તેને ખૂબ જ ઢોર માર્યો અને એવી રીતે માર મારતા હતા કે, તેના હદય તેમજ ફેફસા પણ ચોંટી ગયા હતા..

આ ઉપરાંત તેની ગરદન અને પેટના ભાગે પણ માર મારતા બધી પાંસળીઓ પણ તૂટી ગઈ હતી. બિચારી આ મહિલાનો શું વાંક કે આજે તેને તેના પરિવારજનો તેમજ આ બંને તાંત્રિકોને કારણે એટલો બધો માર સહન કરવો પડ્યો હતો. જ્યારે આ મહિલાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ ત્યારે બંને તાંત્રિકોએ કહ્યું કે, હવે આ મહિલાને તમે દવાખાને લઈ જઈ શકો છો..

ત્યારબાદ પરિવારજનો તેને ગામડાના દવાખાને લઈ ગયા હતા. પરંતુ ત્યાં ડોક્ટરે સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાને કારણે તેમને શહેરની મોટી હોસ્પિટલમાં જવા માટે જણાવ્યું હતું. પરંતુ પરિવાર જ્યારે મહિલા અને મોટી હોસ્પિટલે લઈને પહોંચ્યો ત્યારે તેની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ હતી કે હવે તેનો જીવ બચવો ખૂબ જ મુશ્કેલ હતો..

ડોક્ટર પણ ટૂંકી સારવાર કર્યા બાદ મહિલાને મૃત જાહેર કરી દીધી હતી. આજે આ બે તાંત્રિકોને કારણે આ મહિલાનો જીવ ગયો છે. આ ઉપરાંત આ બાબતમાં પરિવારજનો પણ ખૂબ જ મુરખામી દર્શાવી હતી. તેઓ એ મહિલાને દવાખાને લઈ જવાને બદલે આ બંને તાંત્રિક પાસે વિધિ કરાવવાનું વિચાર્યું.

અને તેના કારણે જ આજે આ મહિલાનો જીવ ગયો છે. હાલ આ બાબતને લઈને પોલીસ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. જેમાં બંને તાંત્રિકો સામે ગુનો નોંધીને તેમની કડકમાં કડક પૂછતા શરૂ કરવામાં આવી છે. દિન પ્રતિદિન અંતરે આ ગામોમાંથી કંઈકને કંઈક આવી ઘટનાઓ ખૂબ જ સામે આવવા લાગી છે..

જે દરેક સમાજ માટે ખૂબ જ ચોંકાવનારી સાબિત થવા લાગી છે. આજકાલના સમયમાં આ બધી બાબતો ઉપર વિશ્વાસ કરવાની બદલે જોઈ વિચારી સરખી સારવાર કરવી જોઈએ. જયારે જયારે આવા બનાવો બને છે ત્યારે ત્યારે એકાએક ચકચાર મચી જતો હોઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment